________________
ઉપર
લલિતવિકતા ભાગ-૧
પ્રવચન તારનાર બને છે.
વળી, પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન અને ભગવાનનું પ્રવચન ભગવાન વિદ્યમાન હતા તે કાળમાં હતું; વસ્તુતઃ ભગવાનનું પ્રવચન ભાષાવર્ગણાના પુદ્ગલોથી બનેલ શ્રુતજ્ઞાનરૂપ છે, અને તેવું પ્રવચન ત્રણલોકમાં રહેલા શુદ્ધધર્મરૂપ સંપત્તિથી યુક્ત એવા મહાસત્ત્વવાળા જીવોના આશ્રયવાળું છે. આનાથી એ ફલિત થાય કે ઊર્ધ્વલોક, અધોલોક અને તિóલોક એમ ત્રણ લોક છે, તે રૂ૫ રૈલોક્યમાં રહેલા જે નિર્મળદષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો છે, તેમાં શુદ્ધધર્મરૂપી સંપત્તિ વર્તે છે, અને તેવી શુદ્ધધર્મસંપત્તિથી યુક્ત એવા તે મહાસત્ત્વશાળી જીવોમાં ભગવાનનું પ્રવચન આશ્રય કરનાર છે.
વળી, ભગવાનનું પ્રવચન અચિંત્ય શક્તિવાળા, અવિસંવાદી એવા શ્રેષ્ઠ તરવાના સાધન જેવું છે, કેમ કે જિનવચનાનુસાર થયેલો યથાર્થ બોધ જીવને ઉચિત પ્રવૃત્તિ કરાવીને આ સંસારસાગરથી તારનાર છે.
આ રીતે “તીર્થ' શબ્દથી ગ્રંથકારશ્રીએ જીવમાં વર્તતું શ્રુતજ્ઞાનરૂપ પ્રવચન ગ્રહણ કર્યું અથવા તે પ્રવચનનો આધાર એવો ચતુર્વિધ સંઘ ગ્રહણ કર્યો.
અહીં પ્રશ્ન થાય કે તીર્થને મહાસત્ત્વશાળી જીવોના આશ્રયવાળું કેમ કહ્યું? અથવા તો તીર્થને ચતુર્વિધ સંઘરૂપ કેમ કહ્યું? તેથી કહે છે –
નિરાધાર એવા પ્રવચનનો અસંભવ છે, તેથી નક્કી થાય કે જીવમાં રહેલું પ્રવચન જ જીવને સંસારસાગરથી તારે છે અથવા ચતુર્વિધ સંઘરૂપ પ્રવચનનું અવલંબન લેનારા જીવોને પ્રવચન સંસારસાગરથી તારે છે, અને આવા પ્રવચનરૂપ તીર્થને કરવાના સ્વભાવવાળા તીર્થકરો છે. વળી, તીર્થ સંઘરૂપ છે તેમાં ગ્રંથકારશ્રી સાક્ષીપાઠ આપે છે –
ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે “હે ભગવંત!તીર્થ તારનારું છે ? કે તીર્થકરો તારનારા છે?” તેના ઉત્તર રૂપે ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે “હે ગૌતમ ! તીર્થકરો નિયમથી તીર્થને કરનારા છે. વળી, તીર્થ ચતુર્વિધ શ્રમણપ્રધાન સંઘ છે.”
આ રીતે ગ્રંથકારશ્રીએ તીર્થંકરનું અને તીર્થનું સ્વરૂપ બતાવ્યું, તેનાથી શું પ્રાપ્ત થાય ? તે સ્પષ્ટ કરે છે. તીર્થંકરના જીવો ચરમભવમાં જે સંયમ ગ્રહણ કરીને સાધના કરે છે, તેનાથી તેઓનાં ઘાતકર્મોનો ક્ષય થાય ત્યારે તેઓને કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત થાય છે, અને તે કેવલજ્ઞાન અને કેવલદર્શનના સંબંધને પામીને તેઓમાં તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે; કેમ કે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયા પૂર્વે તીર્થકરના જીવમાં તીર્થંકરનામકર્મ પ્રદેશોદયરૂપે વર્તતું હોય છે, વિપાકોદયરૂપે વર્તતું નથી, અને તીર્થંકરનામકર્મના વિપાકોદયને કારણે તે તીર્થંકરના જીવમાં તીર્થ કરવાનો સ્વભાવ પ્રગટે છે, અને તે તીર્થ કરવાના સ્વભાવને કારણે તીર્થનું પ્રવર્તન કરવા માટે તેઓ શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપે છે, તે ઉપદેશથી તીર્થની રચના થાય છે.
તીર્થકરો તીર્થ કરવાના સ્વભાવને કારણે શાસ્ત્રના અર્થનો ઉપદેશ કેમ આપે છે ? તે ગ્રંથકારશ્રી દૃષ્ટાંતથી બતાવે છે –