________________
લલિતવિસ્તરા ભાગ-૧
સામગ્રીનું ફ્ળહેતુપણું હોવાથી=લરૂપ કાર્ય પ્રત્યે નિમિત્તપણું હોવાથી, સ્વભાવમાત્રવાદની સિદ્ધિ નથી જ, એમ અન્વય છે.
૧૪૨
તો પ્રા=પહેલાં=પૂર્વે ગાવિરનો અર્થ કર્યો કે ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા છે ત્યાં, કેમ સ્વભાવ જ ફ્ળનો હેતુ ઉપત્યસ્ત છે ? એથી કહે છે
અને સ્વભાવનું તદંતર્ગતપણું હોવાને કારણે=સામગ્રીની અંતર્ગતપણું હોવાને કારણે, ફળની હેતુતારૂપે ઇષ્ટપણું હોવાથી પૂર્વે સ્વભાવ જ ફ્ળના હેતુરૂપે ઉપન્યસ્ત છે, એમ અન્વય છે. આ=સામગ્રીનું ફળ પ્રત્યે હેતુપણું, અન્યત્ર=ઉપદેશપદ આદિમાં, નિર્લોઠિત છે=નિર્ણીત છે=યુક્તિ દ્વારા સ્પષ્ટ કરાયેલ છે. ।।૩।।
ભાવાર્થ:
નમુન્થુણં સૂત્રમાં નમુત્યુ નું અરિહંતાણં માવંતાળ એ પદો દ્વારા ભગવાનની સ્તોતવ્યસંપદા બતાવેલ છે, અને આજ્ઞારાનું તિત્યયરાનું સયંસંબુદ્ધાળું એ પદો દ્વારા ભગવાનની સ્તોતવ્યસંપદાની જ પ્રધાન એવી સાધારણ અને અસાધારણ હેતુસંપદા બતાવેલ છે, તેમાં આારાનું પદથી સાધારણ હેતુસંપદા બતાવી છે અને તિત્યયરાનું સયંસંબુદ્ધાળું એ બે પદ દ્વારા અસાધારણ હેતુસંપદા બતાવી છે.
વળી, આારાનું પદ દ્વારા સ્તોતવ્યસંપદાની સાધારણ હેતુસંપદા બતાવવાથી આત્માને સર્વથા અકર્તા માનનારા મૌલિક સાંખ્યોના મતનું નિરાકરણ થાય છે; કેમ કે આર્િ શબ્દથી “ભગવાનનો આત્મા મોક્ષપ્રાપ્તિની આદિમાં આત્માદિગામી જન્માદિપ્રપંચરૂપ વિશ્વને કરવાના સ્વભાવવાળો હતો” એવો અર્થ પ્રાપ્ત થાય છે, તેથી આત્મા જન્માદિપ્રપંચરૂપ વિશ્વનો કર્તા છે, અકર્તા નથી, એમ સિદ્ધ થાય.
અહીં વિચારકને પ્રશ્ન થાય કે ભગવાન ગુણોને કારણે સ્તુતિ ક૨વા યોગ્ય છે, માટે ભગવાન તીર્થને સ્થાપનારા છે. સ્વયંસંબોધ પામેલા છે. ઇત્યાદિ ગુણો દ્વારા ભગવાનની સ્તુતિ કરવી ઉચિત છે, પરંતુ ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરનારા હતા, એના દ્વારા પ્રસ્તુત સૂત્રમાં ભગવાનની સ્તુતિ કેમ કરેલ છે?
તેનું તાત્પર્ય એ છે કે જે પ્રમાણે મૌલિક સાંખ્યો આત્માને અકર્તા સ્વીકારે છે તે પ્રમાણે આત્માને અકર્તા સ્વીકારવામાં આવે તો એમ પ્રાપ્ત થાય કે, ભગવાનનો આત્મા અનાદિ કાળથી શુદ્ધ છે, અને જો ભગવાનનો આત્મા અનાદિથી શુદ્ધ સ્વીકારવામાં આવે તો અનાદિથી શુદ્ધ એવા ભગવાનની સ્તુતિ કરવા દ્વારા અનાદિથી અશુદ્ધ એવો આપણો આત્મા તેમના જેવો શુદ્ધ થઈ શકે નહીં; કેમ કે અનાદિથી શુદ્ધ એવા ભગવાનની સ્તુતિ કરીએ તો ભગવાન પ્રસન્ન થઈને આપણા આત્માને કર્મોથી મુક્ત કરે છે, એવું જૈનદર્શન સ્વીકારતું નથી, વળી જેમ ભીંત જેવું આત્માનું સ્વરૂપ નહીં હોવાથી ભીંતના ધ્યાનમાં તન્મય બને તોપણ આત્મા ભીંતરૂપ બનતો નથી, તેમ અનાદિશુદ્ધ એવા પરમાત્મા જેવું આપણા આત્માનું સ્વરૂપ નહીં હોવાથી અનાદિથી શુદ્ધ એવા ભગવાનની સ્તુતિ દ્વારા તેઓના ધ્યાનમાં તન્મય બને તોપણ આપણો આત્મા અનાદિશુદ્ધ બની શકે નહીં, તેમ માનવું પડે. વળી, મૌલિક સાંખ્યોની માન્યતા પ્રમાણે જેમ ભગવાનનો આત્મા જન્માદિપ્રપંચનો કર્તા નથી અને અનાદિશુદ્ધ છે, તેમ આપણો આત્મા પણ જન્માદિપ્રપંચનો કર્તા ન