________________
૧૪૧
આગરામાં પ્રાપ્ત થતો દેખાય છે અને ભગવાનના આત્માને પણ મુક્તિની પ્રાપ્તિ પૂર્વે સંસારીજીવોની જેમ જ જન્માદિપ્રપંચ પ્રાપ્ત થયેલો, તેથી ભગવાનના આત્માને પણ પ્રાપ્ત થયેલો જન્માદિપ્રપંચ સંગત કરવો હોય તો આત્માનો કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવ મૌલિક સાંખ્યોને સ્વીકારવો પડે, અને મૌલિક સાંખ્યો તે પ્રમાણે સ્વીકારે તો આત્માનો કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવ હોવાથી આત્માને જન્માદિપ્રપંચનો કર્તા સ્વીકારવાની મૌલિક સાંખ્યોને આપત્તિ આવે, આથી મૌલિક સાંખ્યોએ આત્માને કર્તા સ્વીકારવો જોઈએ. પંજિકા -
अत्रैव शङ्काशेषनिराकरणायाहनच-नैव, एवं एतत्स्वभावताङ्गीकरणे, स्वभावमात्रवादसिद्धिः, स्वभावमात्रवादस्य-'कः कण्टकानां प्रकरोति तेक्षण्यं, विचित्रभावं मृगपक्षिणांच। स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः प्रयत्नः।।१।।' एवं लक्षणस्य सिद्धिः, कुत इत्याह- तदन्यापेक्षित्वेन स्वभावव्यतिरिक्तकालाद्यपेक्षितत्वेन, सामग्र्याः कालः, स्वभावो, नियतिः, पूर्वकृतं, पुरुषश्चेत्येवंलक्षणायाः, फलहेतुत्वात्- फलं कार्य प्रति निमित्तत्वात्, कथं तर्हि प्राक् स्वभाव एव फलहेतुरुपन्यस्त इत्याह- स्वभावस्य च, तदन्तर्गतत्वेन सामयन्तर्गतत्वेन, इष्टत्वात् फलहेतुतया, निर्लोठितं निर्णीतम्, एतद्-सामग्र्याः फलहेतुत्वम्, 'अन्यत्र'-उपदेशपदादो।।३।। પંજિકાર્ય :
વ. ૩૫વેશપલાવો ! અહીં જ પૂર્વે ગાફારાનો અર્થ કર્યો કે ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરનારા છે એમાં જ, શંકાશેષના નિરાકરણ માટે કહે છે અથત માલિક સાંખ્યોએ શંકા કરેલ છે કમણુ આદિનો આત્મા સાથે સંયોગ થવાનો સ્વભાવ હોવા છતાં આત્માનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ નથી, માટે આત્માને અકર્તા સ્વીકારાશે. તે શંકાનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી નિરાકરણ કર્યું, હવે શેષ રહેલ અન્ય શંકાનું નિરાકરણ કરવા માટે કહે છે –
આ રીતે આ સ્વભાવતાના અંગીકરણમાં આત્માના જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવપણાના સ્વીકારમાં, સ્વભાવમાત્રવાદની સિદ્ધિ નથી જ અર્થાત્ “કંટકોની તીણતાને કોણ કરે છે?મૃગપક્ષીઓના વિવિધભાવને કોણ કરે છે ? સ્વભાવથી આ સર્વ પ્રવૃત છે. કામચાર નથી=સ્વભાવ વ્યભિચારી નથી, પ્રયત્ન કયાંથી ?=કાર્યની નિષ્પતિ પ્રત્યે કારણ રૂપે પ્રયત્ન કયાંથી હોય ?" આ પ્રકારના લક્ષણવાળા સ્વભાવમાત્રાવાદની સિદ્ધિ નથી જ.
કયા કારણથી ? અર્થાત આ રીતે સ્વભાવમાત્રવાદની સિદ્ધિ કયા કારણથી નથી ? એથી કહે છે
તેનાથી અન્યનું અપેશીપણું હોવાને કારણે= સ્વભાવથી વ્યતિરિક્ત એવા કાલાદિનું અપેક્ષીપણું હોવાને કારણે, કાલ-સ્વભાવ-નિયતિ-પૂર્વકૃતઃકર્મ અને પુરુષ=પુરુષકાર, આ પ્રકારના લક્ષણવાળી