________________
૧૪૦
લલિતવિસ્તાર ભાગ-૧
ભાવાર્થ :
ગ્રંથકારશ્રીએ પૂર્વે સ્થાપન કર્યું કે ભગવાનનો આત્મા આદિમાં જન્માદિપ્રપંચને કરવાના સ્વભાવવાળો હતો, અને મૌલિક સાંખ્યોના મતાનુસાર આત્માને સર્વથા અકર્તા સ્વીકારીએ તો ભગવાનના આત્માને આદિમાં પ્રાપ્ત થયેલો જન્માદિપ્રપંચ સંગત થાય નહીં; કેમ કે આત્મા અર્જુત્વ સ્વભાવવાળો હોવા છતાં તેને જન્માદિપ્રપંચ સ્વીકારીએ તો મુક્ત થયેલા આત્માઓને પણ જન્માદિપ્રપંચના સ્વીકારની આપત્તિ આવે, ત્યાં મૌલિક સાંખ્યો આશંકા કરે છે –
આત્મામાં કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવ નથી, પરંતુ તે તે કર્માણ આદિનો જ આત્મા સાથે સંબંધિત થવાનો સ્વભાવ છે, માટે કર્માણ આદિના સંબંધને યોગ્ય સ્વભાવથી ભગવાનના આત્માનો આદિમાં જન્માદિપ્રપંચ થયેલો.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે સંબંધ હંમેશાં બેમાં આશ્રય કરનારો હોય, અને પ્રસ્તુતમાં આત્મા અને કર્માણ આદિનો સંબંધ પ્રકૃત છે, તેથી સંબંધને યોગ્ય સ્વભાવ આત્મા અને કર્માણ આદિ એ બંનેમાં માનવો જોઈએ. માટે જો સંબંધને યોગ્ય સ્વભાવ આત્મામાં માનવામાં ન આવે અને માત્ર કર્માણ આદિમાં માનવામાં આવે તો, આત્માનો જન્માદિપ્રપંચ સંગત થાય નહીં.
વળી, આ પ્રકારના પોતાના કથનને સ્થિર કરવા ગ્રંથકારશ્રી વિપક્ષમાં બાધક દોષ આપતાં કહે છે કે જો આત્માનો સંબંધયોગ્ય સ્વભાવ ન હોય તો, કર્માણ આદિમાં સંબંધયોગ્ય સ્વભાવ હોવાથી આત્માના કર્માણ આદિ સાથે સંબંધની સિદ્ધિ છે, એવી કલ્પનાનો વ્યાઘાત છે, અને તેવી કલ્પનાનો વ્યાઘાત કેમ છે ? તે બતાવવા ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે શાસ્ત્રસિદ્ધ દૃષ્ટાંતની અનુપત્તિ છે, અને તે શાસ્ત્રસિદ્ધિ દષ્ટાંત સ્પષ્ટ કરતાં કહે છે કે કર્માણ આદિ અલોકાકાશમાં અવગાહ્ય-અવગાહક સંબંધથી રહેલા નથી, છતાં કલ્પના કરવામાં આવે કે કર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધને યોગ્ય સ્વભાવ છે, તેટલામાત્રથી કર્માણ આદિનો અલોકાકાશ સાથે અવગાહ્ય-અવગાહકરૂપ સંબંધ થતો નથી, તે રીતે કલ્પના કરવામાં આવે કે કર્માણ આદિનો આત્મા સાથે સંબંધને યોગ્ય સ્વભાવ છે, તેટલામાત્રથી કર્માણ આદિનો આત્મા સાથે સંબંધ થઈ શકે નહીં. આ કથનથી વ્યાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય ? તે બતાવવા પંજિકાકાર પ્રયોગ બતાવે છે –
“જે આત્મા કર્માણ આદિ સાથે સ્વયં સંબંધયોગ્ય સ્વભાવ વગરનો છે, તે આત્મા કર્માણ આદિના કલ્પના કરાયેલ આત્મા સાથે સંબંધયોગ્ય સ્વભાવથી પણ કર્માણ આદિ સાથે સંબંધ પામતો નથી”. આ પ્રકારની વ્યાપ્તિથી જેમ કલ્પિત સંબંધયોગ્ય સ્વભાવથી પણ અલોકાકાશ કર્માણ આદિ સાથે સંબંધ પામતું નથી, તેમ કલ્પિત સંબંધયોગ્ય સ્વભાવથી પણ આત્મા કર્માણ આદિ સાથે સંબંધ પામતો નથી, આ પ્રકારના વ્યાપકની મૌલિક સાંખ્યોના મત પ્રમાણે અનુપલબ્ધિ છે, તેથી કર્માણ આદિમાં સંબંધિત થવાનો સ્વભાવ સ્વીકારવા છતાં આત્મા સાથે કર્માણ આદિનો સંબંધ થતો નથી અને આત્મા સાથે કર્માણ આદિનો સંબંધ થાય નહીં તો આત્માને પ્રાપ્ત થતો જન્માદિપ્રપંચ સંગત થાય નહીં, પરંતુ સંસારીજીવોને જન્માદિપ્રપંચ