________________
તિસ્થયરામાં
૧૭
પરિણાઈ - આથિિતિ . પતિ પારા' ઉક્તિ છેસામાજિક:નો અર્થ કરે છે –
આગમપ્રધાન ધાર્મિક આગમધાર્મિક વેદવાદીઓ છે, તેઓ વડે, અરિહંતો અતીર્થકર સ્વીકારાય છે, એમ અવય છે, ખરેખર તેઓ આગમધામિક એવા વેદવાદીઓ, ધર્મ-અધર્માદિક અતીન્દ્રિય અર્થમાં આગમને જ પ્રમાણ સ્વીકારે છે, પ્રત્યક્ષાદિકને પણ નહીં=પ્રત્યક્ષાદિને પણ પ્રમાણ સ્વીકારતા નથી; જે કારણથી તેઓ આગમધામિકો, કહે છે –
“અતીન્દ્રિય અર્થોનો સાક્ષાત્ દ્રષ્ટા=જોનારો, વિદ્યમાન નથી, નિત્ય એવા વચનથી જ જે જુએ છે, તે જુએ છે= અતીન્દ્રિય અર્થોને જુએ છે.”
તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભાવાર્થ
પૂર્વમાં માફડારા પદથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અરિહંતો આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા હતા, એ રીતે આદિકર પણ અરિહંતોને, “કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી તરત મોક્ષ થાય છે” એમ માનનારા આગમધાર્મિક એવા વેદવાદીઓ અતીર્થકર જ માને છે; કેમ કે તેઓનું વચન છે કે “સંપૂર્ણ કર્મક્ષય થયા વગર કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, અને સંપૂર્ણ કર્મક્ષય થયા પછી તરત જીવ મોક્ષમાં જાય છે.” તેથી આગમધાર્મિકો ભગવાન કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થની સ્થાપના કરનારા છે, તેમ માનતા નથી.
આનાથી ફલિત થાય કે ભગવાનનો આત્મા આદિમાં જન્માદિપ્રપંચને કરનારો હતો અને સાધના કરીને જન્માદિપ્રપંચથી મુક્ત થાય છે, પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી ભગવાન તીર્થની સ્થાપના કરતા નથી. આ પ્રકારના આગમધાર્મિકોના મતના નિરાકરણ માટે નમુત્યુર્ણ સૂત્રમાં તિયા પદ મૂકેલ છે.
વળી, “આગમધાર્મિક’ શબ્દનો પંજિકાકારે. અર્થ કર્યો, તેનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ વેદરૂપ આગમને જ પ્રધાન માને છે તેઓ આગમધાર્મિક છે. તે આગમધાર્મિકો કહે છે કે સંસારીજીવો જે કૃત્યો કરે છે તેનાથી તેઓના આત્મામાં ધર્મ અને અધર્મ નિષ્પન્ન થાય છે, અને આ ધર્મ છે, આ અધર્મ છે, ધર્મનું આ ફળ છે, અધર્મનું આ ફળ છે, એ સર્વ પદાર્થ ઇન્દ્રિયોથી દેખાતો નથી, માટે કયા કૃત્યથી ધર્મ થાય છે? અને કયા કૃત્યથી અધર્મ થાય છે, તેમજ ધર્મનું ફળ શું છે? અને અધર્મનું ફળ શું છે ? એના વિષયમાં આગમ જ પ્રમાણ છે, પરંતુ પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ નથી.
જોકે આગમધાર્મિકો જેમ આગમને જ પ્રમાણ માને છે, તેમ જૈનો પણ આગમને જ પ્રમાણ માને છે, પરંતુ જૈનો આગમના મૂળ નિષ્પાદક તીર્થકરોને માને છે, જ્યારે આગમધાર્મિકો આગમને અપૌરુષેય માને છે; કેમ કે તેઓ કહે છે કે “ધર્મ-અધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થોને સાક્ષાત્ જોનારા કોઈ વિદ્યમાન નથી, પરંતુ તે સર્વ પદાર્થોને અપૌરુષેય એવું આગમ જ બતાવે છે, તેથી તે અપૌરુષેય એવા આગમના વચનથી જે પુરુષ ધર્મ-અધર્મ આદિના સ્વરૂપને જાણે છે, તે જ અતીન્દ્રિય પદાર્થોને જુએ છે.” આ પ્રકારના આગમધાર્મિકોના મત અનુસાર જે જીવો ધર્મ-અધર્માદિ અતીન્દ્રિય પદાર્થોનો વેદવચનથી યથાર્થ બોધ કરે