________________
૧૪૬
લલિતવિસ ભાગ-૧ આ પ્રકારની કોઈકની શંકાનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા હતા” એવો કાફRIMનો અર્થ કરવાથી સ્વભાવમાત્રવાદની સિદ્ધિ થતી નથી; કેમ કે જન્માદિપ્રપંચરૂપ કાર્ય સ્વભાવરૂપ કારણથી અન્ય ચાર કારણોની પણ અપેક્ષા રાખે છે, ફક્ત તે પાંચ કારણો અંતર્ગત સ્વભાવરૂપ કારણ છે, તેથી તેને પણ કારણરૂપે બતાવવા માટે આફરાનો અર્થ ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા હતા, તેમ કરેલ છે. -
વસ્તુતઃ પ્રસ્તુત નમુત્યુર્ણ સૂત્ર ગણધરોએ રચેલ છે અને તેઓ સ્યાદ્વાદનું સ્થાપન કરનારા છે, તેથી તેઓને ભગવાનનો જન્માદિપ્રપંચ પાંચ કારણોના સમુદાયથી થયેલો હતો, તે પ્રમાણે અભિમત છે; તોપણ આત્માને સર્વથા અકર્તા માનનારા મૌલિક સાંખ્યો ભગવાનને અનાદિકાળથી શુદ્ધ સ્વભાવવાળા સ્વીકારે છે, અને ભગવાનનો જન્માદિપ્રપંચ કરવાનો સ્વભાવ નથી તેમ સ્વીકારે છે, તેથી તે મૌલિક સાંખ્યોના મતના નિરાકરણ માટે ગ્રંથકારશ્રીએ ભગવાનનો તે પ્રકારના સ્વભાવથી જન્માદિપ્રપંચ થયો, તેમ સિદ્ધ કરેલ છે.
વળી, કાર્ય પાંચેય કારણોથી થાય છે, એ વસ્તુને ગ્રંથકારશ્રીએ ઉપદેશપદાદિ અન્ય ગ્રંથોમાં વિસ્તારથી સિદ્ધ કરેલ છે, માટે તેનો વિસ્તાર ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ નથી. આ પ્રકારે ભગવાનમાં આદિકરપણાની સિદ્ધિ થાય છે. III અવતરણિકા -
एवमादिकरा अपि कैवल्यावाप्त्यनन्तरापवर्गवादिभिरागमधार्मिकैरतीर्थकरा एवेष्यन्ते, ‘अकृत्स्नकर्मक्षये कैवल्याभावाद्' इतिवचनात्, तन्निरासेनैषां तीर्थकरत्वप्रतिपादनायाह- 'तीर्थकरेभ्यः' इति। અવતરણિતાર્થ:
આ રીતે=આકરાળં પદમાં કહ્યું એ રીતે, આદિકર એવા પણ અરિહતો કેવલ્યની અવાતિની અનંતર અપવર્ગવાદી એવા આગમધાર્મિકો વડે અતીર્થકર જ ઈચ્છાય છે; કેમ કે “અકૃત્ન કર્મક્ષયમાં કૈવલ્યનો અભાવ હોવાથી સંપૂર્ણ કર્મક્ષયના અભાવમાં કેવલજ્ઞાનનો અભાવ હોવાથી, કેવલ્યની પ્રાપ્તિ પછી તરત અપવર્ગની પ્રાપ્તિ થાય છે.” એ પ્રકારે વચન છે=આગમધામિકોનું વચન છે, તેના નિરાસ દ્વારા તે આગમધાર્મિકોના મતના નિરાકરણ દ્વારા, આમના આદિકર એવા અરિહંતોના, તીર્થંકરપણાના પ્રતિપાદન માટે તીર્થકરેઃ એ પ્રમાણે કહે છે નમુત્થરં સૂત્રમાં કહે છે – પંજિકા :_ 'आगमधार्मिकै 'रिति आगमप्रधाना धार्मिका आगमधार्मिकाः वेदवादिनस्तैः, ते हि धर्माधर्मादिकेऽतीन्द्रियार्थे आगममेव प्रमाणं प्रतिपद्यन्ते, न प्रत्यक्षादिकमपि; यदाहुस्ते'अतीन्द्रियाणामर्थानां साक्षाद्रष्टा न विद्यते । વનેન દિ નિત્યેન, : પતિ સ પતિ II ક્રિા