________________
આઈગરાણ
૧૪૫
ભગવાનના આત્માને મોક્ષપ્રાપ્તિની આદિમાં જન્માદિપ્રપંચ પ્રાપ્ત થયો છે, તેથી નક્કી થાય કે ભગવાનના આત્માનો જન્માદિપ્રપંચ કરવાનો સ્વભાવ હતો, માટે ભગવાનને આદિમાં જન્માદિપ્રપંચ પ્રાપ્ત થયેલો, અને ભગવાનના આત્માએ સાધના કરીને તે સ્વભાવનો ઉચ્છેદ કર્યો, માટે ભગવાનને વર્તમાનમાં જન્માદિપ્રપંચ પ્રાપ્ત થતો નથી.
અહીં મૌલિક સાંખ્યો કહે કે આત્માનો અકર્તા સ્વભાવ હોવાથી આત્મામાં જન્માદિપ્રપંચનો સ્વભાવ માની શકાય નહીં, પરંતુ તે તે કર્માણ આદિનો જ તેવો સ્વભાવ છે જે કર્માણ આદિ આત્મા સાથે સંબંધિત થઈને આત્માનો જન્માદિપ્રપંચ કરે છે.
તેને ગ્રંથકારશ્રી કહે છે કે સંબંધ હંમેશાં બંનેમાં થાય છે, તેથી કર્માણ આદિ અને આત્મા બંનેમાં સંબંધયોગ્ય સ્વભાવ માનવો પડે, અને બંનેનો પરસ્પર સંબંધયોગ્ય સ્વભાવ ન માનીએ અને માત્ર કર્માણ આદિનો જ આત્મા સાથે સંબંધયોગ્ય સ્વભાવ માનીએ તો, આત્મા સાથે કર્માણ આદિનો સંબંધ ઘટે નહીં. કેમ ન ઘટે ? તેમાં શાસ્ત્રસિદ્ધ દૃષ્ટાંત ગ્રંથકારશ્રી બતાવે છે –
શાસ્ત્રમાં કહેલ છે કે અલોકાકાશમાં માત્ર આકાશદ્રવ્ય જ છે, અન્ય કોઈ દ્રવ્ય નથી, તેથી કર્માણ આદિ જેમ લોકાકાશમાં અવગાહ્ય-અવગાહક સંબંધથી રહેલા છે, તેમ અલોકાકાશમાં અવગાહ્ય-અવગાહક સંબંધથી રહેલા નથી; આમ છતાં કોઈ કલ્પના કરે કે કર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધિત થવાનો સ્વભાવ છે, તેટલામાત્રથી કર્માણ આદિ અલોકાકાશ સાથે સંબંધિત થતા નથી; કેમ કે અલોકાકાશનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ નથી, તે રીતે મૌલિક સાંખ્યો કલ્પના કરે કે કર્માણ આદિનો આત્મા સાથે સંબંધિત થવાનો સ્વભાવ છે, તેટલામાત્રથી કર્માણ આદિ આત્મા સાથે સંબંધિત થતા નથી; કેમ કે મૌલિક સાંખ્યોના મતાનુસાર આત્મા સર્વથા અકર્તા હોવાથી આત્માનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ તેઓ સ્વીકારી શકે નહીં; કેમ કે કર્માણ સાથે સંબંધયોગ્ય સ્વભાવ સ્વીકારે તો તે સંબંધના કર્તા આત્મા સિદ્ધ થાય. વળી જો આત્માનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ ન હોય તો ભગવાનના આત્માને મોક્ષપ્રાપ્તિની આદિમાં પ્રાપ્ત થયેલો જન્માદિપ્રપંચ સંગત થાય નહીં, અને આત્માનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ સ્વીકાર્યા વગર જન્માદિપ્રપંચ સંગત નહીં થતો હોવાથી તેની સંગતિ કરવા માટે મૌલિક સાંખ્યો આત્માનો કર્માણ આદિ સાથે સંબંધયોગ્ય સ્વભાવ સ્વીકારે તો, મૌલિક સાંખ્યોને આત્માને કર્તારૂપે સ્વીકારવાની આપત્તિ પ્રાપ્ત થાય.
આ રીતે ગ્રંથકારશ્રીએ માફડારામાં પદથી મૌલિક સાંખ્યોના મતના નિરાકરણપૂર્વક ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા હતા, એમ સ્થાપન કર્યું. ત્યાં કોઈક વિચારકને પ્રશ્ન થાય કે જૈનદર્શન તો કાર્યની નિષ્પત્તિ પ્રત્યે પાંચેય કારણોના સમુદાયરૂપ સામગ્રીને હેતુ સ્વીકારે છે, તે પ્રમાણે ભગવાને જે આદિમાં જન્માદિપ્રપંચ કર્યો તે રૂપ કાર્ય પ્રત્યે ભગવાનમાં રહેલા પાંચેય કારણોના સમુદાયને હેતુ માનવો જોઈએ, તેના બદલે ભગવાને તે પ્રકારના સ્વભાવથી જન્માદિપ્રપંચ કર્યો, તેમ સિદ્ધ કરવાથી સ્વભાવમાત્રવાદની પ્રાપ્તિ થાય છે.