________________
આઈગરણ
૧૪૩ હોય અને અનાદિશુદ્ધ હોય, તો ભગવાનની સ્તુતિ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી; કેમ કે શુદ્ધ એવા આત્માને શુદ્ધ એવા પરમાત્માની સ્તુતિ દ્વારા કોઈ પ્રયોજનની નિષ્પત્તિ થતી નથી.
વસ્તુતઃ જૈનદર્શનની માન્યતા પ્રમાણે ભગવાનનો આત્મા આદિમાં જન્માદિપ્રપંચનો કર્તા હતો અને અનાદિઅશુદ્ધ હતો, તેમજ સ્વપરાક્રમથી જન્માદિપ્રપંચનો નાશ કરીને શુદ્ધ થયો, તેમ સ્વીકારવામાં આવે તો, આફરા પદ દ્વારા ઉપસ્થિત થાય કે જેમ ભગવાનના આત્માએ આદિમાં જન્માદિપ્રપંચ કર્યો, તેમ આપણો પણ આત્મા વર્તમાનમાં જન્માદિપ્રપંચ કરી રહ્યો છે, અને ભગવાનના આત્માએ જેમ સ્વપરાક્રમ દ્વારા પોતાના જન્માદિપ્રપંચનો નાશ કર્યો, તેમ આપણે પણ સ્વપરાક્રમ દ્વારા આપણા જન્માદિપ્રપંચનો નાશ કરી શકીએ તેમ છીએ, અને તેવું જન્માદિપ્રપંચના નાશનું પરાક્રમ આદિમાં જન્માદિપ્રપંચ કરનારા અને વર્તમાનમાં જન્માદિપ્રપંચથી રહિત એવા પરમાત્માએ કરેલ છે તેથી તેવા પરમાત્માની સ્તુતિ કરવાથી પોતાનામાં પણ જન્માદિપ્રપંચના નાશનું પરાક્રમ પ્રગટ થાય છે; કેમ કે ભગવાન વર્તમાનમાં જન્માદિપ્રપંચથી રહિત એવા શુદ્ધભાવવાળા છે, અને તે શુદ્ધભાવ પ્રત્યેનો પક્ષપાત ભગવાનની સ્તુતિ દ્વારા થાય છે અને સ્તુતિકાળમાં તે પ્રકારનો વીર્યનો પ્રકર્ષ થાય તો ભગવાનના તે શુદ્ધભાવ સાથે પોતાનો આત્મા તન્મયતા પ્રાપ્ત કરે છે, જે તન્મયતાને કારણે પોતાનો આત્મા પોતાના શુદ્ધભાવના પ્રતિબંધક કર્મોનો નાશ કરીને તદ્દરૂપતાને પ્રાપ્ત કરે છે અર્થાતુ ભગવાન જેવું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. જેમ ભમરીથી ભય પામેલી ઇયળ ભમરીના ધ્યાનથી ભમરી થાય છે, તેમ આપણો પણ આત્મા સ્તુતિ દ્વારા પરમાત્માના ધ્યાનથી પરમાત્મા થાય છે, આથી તીર્થકર જેવું સ્વરૂપ પોતાનામાં પ્રગટ કરવા માટે આદિકર એવા ભગવાનની નમુત્થણે સૂત્રમાં સફRIM પદ દ્વારા સ્તુતિ કરેલ છે.
વળી, ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળા છે, તેવી રિવર શબ્દની વ્યુત્પત્તિ કર્યા પછી ગ્રંથકારશ્રીએ કહ્યું કે અનાદિમાન પણ સંસારમાં ભગવાનના આત્મામાં ત્યારે ત્યારે તે તે કર્માણ આદિ સાથે સંબંધ કરવાની યોગ્યતા હોવાને કારણે ભગવાન મોક્ષપ્રાપ્તિની આદિમાં આત્માદિગામી જન્માદિપ્રપંચરૂપ વિશ્વને કરવાના સ્વભાવવાળા હતા, તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ જેમ ચરમાવર્તકાળથી દૂર-દૂરતરના ભવોમાં ભગવાનના આત્માનું સ્વરૂપ જોવામાં આવે તેમ તેમ ભગવાનનો આત્મા તે તે કાળમાં તે તે ભવમાં દીર્વ-દીર્ઘતર સંસાર ચલાવે તેવા તે તે કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવવાળા હતા, માટે ભગવાનના આત્માનો તે તે કાળમાં દીર્ઘ-દીર્ઘતર સંસાર ચાલ્યો, અને ભગવાનનો આત્મા શરમાવર્તકાળમાં આવ્યા પછી જેમ જેમ ચરમભવની નજીક-નજીકતર આવ્યો, તેમ તેમ સાધના કરીને ભગવાને પોતાના આત્મામાં ગુણસંપત્તિનો વિકાસ કર્યો, અને તે વખતે ભગવાનનો આત્મા તે તે કર્માણ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવવાળો હોવા છતાં દીર્ઘ-દીર્ઘતર સંસાર ચલાવે તેવા તે તે કર્માણ આદિ સાથે સંબંધની યોગ્યતાવાળો ન હતો; કેમ કે જન્માદિપ્રપંચ માત્ર જીવના કર્મ સાથે સંબંધયોગ્ય સ્વભાવથી થતો નથી કે માત્ર કર્માણ આદિના જીવ સાથે સંબંધયોગ્ય સ્વભાવથી થતો નથી, પરંતુ જીવ અને કર્માણ આદિ એ ઉભયના તે પ્રકારના સંબંધયોગ્ય સ્વભાવથી થાય છે, તેથી ભગવાનનો આત્મા જ્યારે ચરમાવર્તની બહાર હતો ત્યારે ભગવાનના આત્માનો અને ભગવાનના આત્માથી ગ્રહણ કરાતાં કર્મોનો તેવો જ સ્વભાવ હતો,