________________
લલિતવિસ્તરા ભાગ૧
હોવાથી=પ્રતિવિશિષ્ટ કર્માણુ આદિરૂપ પ્રક્રાંત સાથે ઉક્તરૂપવાળા સંબંધની અનિષ્પત્તિ હોવાથી, જન્માદિપ્રપંચરૂપ વિશ્વની અનુપપત્તિ છે, એમ અન્વય છે.
૧૩૬
આ પણ કયા કારણથી છે ? અર્થાત્ આત્માને અકર્તા સ્વીકારવાથી પ્રસ્તુત યોગ્યતાના વૈકલ્યમાં પ્રક્રાંત સાથે સંબંધની અસિદ્ધિ છે એમ ઉપર કહ્યું, એ પણ કયા કારણથી છે ? એથી કહે છે
-
અતિપ્રસંગદોષ વડે વ્યાઘાત હોવાથી=આ રીતે અશ્રુપગમમાં અર્થાત્ આત્મા અકર્તા છે એ રીતે સ્વીકારવામાં, જે અતિપ્રસંગ છે અર્થાત્ અતિવ્યાપ્તિ છે, તે જ અર્થાત્ તે અતિપ્રસંગ જ, અનિષ્ટપણું હોવાને કારણે દોષ છે, તેના વડે=તે દોષ વડે, વ્યાઘાત છે=પ્રકૃત યોગ્યતાના વૈકલ્થમાં પ્રસ્તુત સંબંધનું અનિવારણ છે, તે કારણથી પ્રક્રાંત સંબંધની અસિદ્ધિ છે એમ અન્વય છે, અતિપ્રસંગને જ ભાવન કરે છે
-
અન્યને તો દૂર રહો, મુક્તોને પણ=નિવૃતોને પણ=મોક્ષે ગયેલા જીવોને પણ, જન્માદિપ્રપંચની આપત્તિ હોવાથી=જન્માદિપ્રપંચરૂપ અનિષ્ટની પ્રાપ્તિ હોવાથી, અતિપ્રસંગદોષથી વ્યાઘાત છે એમ અન્વય છે.
કયા કારણથી ? અર્થાત્ મુક્તોને જન્માદિપ્રપંચની આપત્તિ કયા કારણથી છે ? એથી કહે છે
પ્રસ્તુત યોગ્યતાના અભાવમાં પણ=પ્રસ્તુત યોગ્યતા વગર પણ=આત્માને અકર્તા સ્વીકારીએ તો આત્મામાં જન્માદિપ્રપંચને કરવાની યોગ્યતા વગર પણ, પ્રક્રાંત સાથે સંબંધનો અવિરોધ હોવાથી=તે તે કર્માણુ આદિ સાથે સંબંધનો અદોષ હોવાથી, આત્મા અકર્તૃત્વવાદીઓને મુક્તોને પણ જન્માદિપ્રપંચની આપત્તિ છે, એમ અન્વય છે.
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, આ=અત્યાર સુધી બતાવ્યું એ, અન્વય-વ્યતિરેક દ્વારા ભાવન કરવું જોઈએ અર્થાત્ જેમ સંસારીઆત્મામાં કર્તૃત્વસ્વભાવ નહીં હોવા છતાં જન્માદિપ્રપંચ થાય છે તેમ સિદ્ધઆત્મામાં પણ કર્તૃત્વસ્વભાવ નહીં હોવા છતાં જન્માદિપ્રપંચ થવો જોઈએ, એ રૂપ અન્વય દ્વારા અને જેમ સિદ્ધઆત્મામાં કર્તૃત્વસ્વભાવ નહીં હોવાથી તેઓને જન્માદિપ્રપંચ થતો નથી તેમ સંસારીઆત્મામાં પણ કર્તૃત્વસ્વભાવ ન હોય તો તેઓને જન્માદિપ્રપંચ થવો જોઈએ નહીં, એ રૂપ વ્યતિરેક દ્વારા ભાવન કરવું જોઈએ.
ભાવાર્થઃ
મૌલિક સાંખ્યો સ્વીકારે છે એ રીતે આત્માને સર્વથા અકર્તા સ્વીકારવામાં આવે તો, ભગવાન મોક્ષે ગયા તે પૂર્વે ભગવાનના આત્માને અનાદિ કાળમાં જે આત્માદિગામી જન્માદિપ્રપંચની પ્રાપ્તિ થઈ તે સંગત થાય નહીં; કેમ કે ભગવાનમાં અનાદિમાન ભવમાં ત્યારે ત્યારે તે તે કર્માણુ આદિ સાથે સંબંધ થવામાં નિમિત્તભૂત એવી કર્તૃત્વસ્વરૂપ યોગ્યતાનો અભાવ હોય તો મોક્ષપ્રાપ્તિ પૂર્વેના દરેક ભવમાં ભગવાનના આત્માને પ્રતિવિશિષ્ટ કર્માણુ આદિ સાથે જે પ્રકારે સંબંધ થયો તે પ્રકારના સંબંધની નિષ્પત્તિ થાય નહીં. કેમ સંબંધની નિષ્પત્તિ થાય નહીં ? તે બતાવવા કહે છે કે ભગવાનનો આત્મા અકર્તા હોવા છતાં પૂર્વે