________________
૧૩૪
લલિતવિસ્તરા ભાગ-૧ તેવા પ્રકારના કર્માણ આદિ પૂર્વના ભવોમાં ગ્રહણ કરેલા નહીં.
વળી, પંજિકામાં “સંબંધ'નો અર્થ “પરસ્પર અનુવૃત્તિની ચેષ્ટારૂપ સંયોગ' કર્યો, તેનું તાત્પર્ય એ છે કે સિદ્ધાત્માઓને પણ ત્યાં રહેલા કર્મપુદ્ગલો સાથે એક આકાશપ્રદેશમાં અવગાહનરૂપ સંયોગ છે, પરંતુ પરસ્પર અનુવૃત્તિની ચેષ્ટારૂપ સંયોગ નથી; જ્યારે ભગવાન આદિમાં તે તે કર્માણ આદિ સાથે પરસ્પર અનુવૃત્તિની ચેષ્ટારૂપ સંયોગવાળા હતા. આથી જ સંસારીજીવોની ચેષ્ટા માત્ર આત્માન્ય નથી, માત્ર કર્મજન્ય પણ નથી, પરંતુ આત્મા અને કર્મ એ ઉભયજન્ય છે, અને તેવી ચેષ્ટારૂપ કર્મ સાથે ભગવાનનો સંયોગ પૂર્વે સંસારાવસ્થામાં હતો.
વળી, સંસારમાં પરિભ્રમણ કરતી વખતે આત્મા જે જે ભવમાં જે જે પ્રકારનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે છે, તે તે પ્રકારનાં કર્મો સાથે સંબંધ પામવાની યોગ્યતા આત્મામાં તે તે ભવમાં છે, માટે જ કામણવર્ગણાના પુગલો અને જીવપ્રદેશો એકબીજા સાથે પરસ્પર એકમેકભાવ પ્રાપ્ત કરે તેવો આત્માનો સંયોગ કર્મયુગલો સાથે થાય છે, અને કર્મપુદ્ગલો સાથે તેવો સંયોગ થવામાં આત્મા સાથે સંબંધિત થનારા દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ હેતુ છે, અર્થાત્ જે જીવ જે પ્રકારનાં કર્મો બાંધે છે અને તેને અનુરૂપ જે પ્રકારના અધ્યવસાયો કરે છે, તે સર્વમાં નિમિત્તકારણ તે જીવને તે વખતે પ્રાપ્ત થયેલ દ્રવ્ય બને છે, તે વખતે પ્રાપ્ત થયેલ ક્ષેત્ર બને છે, તે વખતે વર્તતો કાળ બને છે, તેમજ તે વખતે પ્રાપ્ત થયેલ બાહ્ય પદાર્થોના કેટલાક ભાવો બને છે. આથી નક્કી થાય કે આત્માનો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે પણ કોઈક વિશિષ્ટ પ્રકારનો સંબંધ થાય છે, જે સંબંધને કારણે આત્મા કર્મો બાંધે છે, કર્મોના ઉદય, ઉદીરણાદિને પ્રાપ્ત કરે છે. વળી, આ કર્માણ, દ્રવ્યાદિ સર્વ સાથે સંસારીજીવોને સંબંધ થાય છે, સિદ્ધાત્માઓને સંબંધ થતો નથી; કેમ કે સિદ્ધાત્માઓ કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ કે કોઈ ભાવના નિમિત્તને પ્રાપ્ત કરીને કર્માણુઓ સાથે બંધાદિ કરતા નથી, એમ જણાવવા માટે પંજિકાકારે “કર્માણ આદિ”માં “આદિ પદથી ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું ગ્રહણ કરેલ છે.
અહીં વિશેષ એ છે કે જે મહાત્માઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે સર્વથા પ્રતિબંધ વગરના છે તેઓને વિતરાગની જેમ જગતનાં સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્રો, સર્વ કાળ, સર્વ ભાવો કર્મના બંધાદિનાં કારણ બનતાં નથી, તેથી જ તેઓનો તે તે દ્રવ્યાદિ સાથે સંબંધ થતો નથી; જ્યારે સંસારીજીવો તે તે દ્રવ્યાદિ નિમિત્તને પામીને તે તે દ્રવ્યાદિ સાથે સંશ્લેષના પરિણામરૂપ સંબંધ કરે છે, માટે જ સંસારીજીવોને તે તે દ્રવ્યાદિ કર્મના બંધાદિનાં કારણ બને છે, આથી સંસારીજીવોમાં મન-વચન-કાયાના યોગોના વ્યાપાર દ્વારા કર્માણુઓ સાથે સંબંધની યોગ્યતા છે અને સંશ્લેષના પરિણામ દ્વારા દ્રવ્યાદિ સાથે સંબંધની યોગ્યતા છે; જ્યારે સિદ્ધના જીવોમાં વીર્યવ્યાપાર નથી, માટે કર્માણ આદિ સાથે સંબંધની યોગ્યતા પણ નથી અને કોઈ દ્રવ્યાદિ સાથે સંશ્લેષનો પરિણામ પણ નથી, માટે દ્રવ્યાદિ સાથે સંબંધની યોગ્યતા પણ નથી.
અહીં જન્માદિપ્રપંચવાળા વિશ્વનું “આત્માદિગામી' વિશેષણ આપ્યું, તેનાથી એ ઘોતિત થાય કે આત્મા દ્વારા કરાતું જન્માદિપ્રપંચરૂપ વિશ્વ માત્ર આત્મગામી નથી, માત્ર પરગામી નથી, પરંતુ આત્મગામી પણ