________________
આઈગરાણું
૧૩૩
દરેક નિયત એવા તે તે ભવરૂપ વ્યક્તિની અપેક્ષાથી, આદિમાન એવા ભવમાં શું ? અર્થાત્ ભગવાનનો આત્મા મોક્ષપ્રાપ્તિની પૂર્વે તે તે ભવને આમથી આદિમાન એવા ભવમાં તો જન્માદિપ્રપંચને કરવાના સ્વભાવવાળો હતો, પરંતુ ભવોની પરંપરાને આશ્રયીને અનાદિમાન એવા પણ ભવમાં જન્માદિપ્રપંચને કરવાના સ્વભાવવાળો હતો. એ પ્રકારે જ શબ્દનો અર્થ છે.
ભવમાં=સંસારમાં=પ્રવાહની અપેક્ષાથી અનાદિ એવા પણ સંસારમાં, ત્યારે ત્યારે તે તે કાળમાં, તે તે કમણ આદિ સાથે સંબંધની યોગ્યતાથી અર્થાત ચિત્રરૂપવાળા તે તે કમણુઓ=જ્ઞાનાવરણાદિ કર્મના પરિણામને યોગ્ય પગલો, તેની સાથે-તે કમણુઓ સાથે, સંબંધ=પરસ્પર અનુવૃત્તિની ચેષ્ટારૂપ સંયોગ, તેની યોગ્યતા તે પ્રતિ પ્રક્વતા=સે સંયોગ પ્રત્યે યોગ્યતા, તેનાથીeતે યોગ્યતાથી, આત્માદિગામી આત્મ-પર-તંદુભયગત આત્માવિષયક-પરવિષયક અને આત્મ-પર તે બંને વિષયક, પ્રતીત એવા જન્માદિપ્રપંચરૂપ સમગ્ર વિશ્વને આદિમાં કરવાના સ્વભાવવાળા છે, એમ અવય છે. આવા પ્રકારની યોગ્યતારૂપ જ આત્માની કત્વશક્તિ છે, એથી આફરા પદ દ્વારા મૌલિક સાંખ્યોના મતનું નિરાકરણ થાય છે. એ પ્રકારે હદય છે=આ સૂત્રનો ગર્ભ છે=આરિવાર શબ્દની વ્યુત્પત્તિ બતાવીને પૂર્વમાં જે અર્થ કર્યો એ નમુત્વરં સત્રમાં રહેલા “સાહનરા' પદનો ગર્ભિત અર્થ છે.
આદિ શબ્દથીevarતિમાં રહેલ આદિ શબ્દથી, તેઓના જ=કમણુઓના જ, બંધ-ઉદયઉદીરણાદિના હેતુ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ ગ્રહણ કરાય છે. ભાવાર્થ
જગતમાં કાર્મણવર્ગણાઓ પડેલી છે, તે કાર્મણવર્ગણાઓ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના પરિણામ માટે યોગ્ય છે, અને તેવા કાર્મણવર્ગણાઓના પરમાણુઓ સાથે આત્મા તે તે ભવમાં સંબંધવાળો થાય છે, તેથી આત્મામાં તે તે ભવમાં તે તે કર્માણુઓ સાથે સંબંધ પામવાની યોગ્યતા છે. વળી, કર્માણુઓ સાથે આત્માનો સંબંધ થાય પછી આત્મા તે કર્મો બાંધે છે, તે કર્મો આત્માને ઉદયમાં આવે છે, તે કર્મોની આત્મા ઉદીરણા કે ઉદ્વર્તન કે અપવર્તના આદિ કરે છે, તે સર્વમાં નિમિત્તકારણ એવાં તે તે દ્રવ્ય, તે તે ક્ષેત્ર, તે તે કાળ અને તે તે ભાવ છે. તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે સંબંધિત થવાની આત્મામાં યોગ્યતા છે, તેથી આત્મા તે તે કર્માણ, તે તે દ્રવ્યાદિ સાથે સંબંધિત થઈને આત્માદિગામી એવા વિશ્વને કરે છે.
અહીં “તે તે કાળમાં' એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન ચરમાવર્તની બહાર હતા, ત્યારે દીર્થ સંસાર ચલાવે તેવા કર્માણ આદિ સાથે સંબંધની યોગ્યતાવાળા હતા, ચરમાવર્તમાં આવ્યા પછી ક્રમસર દીર્ઘકાળ સંસાર ચલાવે નહીં તેવા કર્માણ આદિ સાથે સંબંધની યોગ્યતાવાળા હતા તે બતાવવા માટે પ્રસ્તુતમાં ‘ત તા’ શબ્દ ગ્રહણ કરેલ છે.
અહીં ‘ચિત્રરૂપવાળા તે તે કર્માણ આદિ’ એમ કહેવાથી એ ફલિત થાય કે ભગવાને પૂર્વે જે જે ભવમાં જે જે પ્રકારના કર્માણ આદિ બાંધ્યા, તે તે પ્રકારના ચિત્રરૂપવાળા કર્માણ આદિ સાથે સંબંધ પામવાની યોગ્યતાવાળા ભગવાન હતા, આથી જ ભગવાને ચરમભવમાં જેવા પ્રકારના કર્માણ આદિ ગ્રહણ કરેલા