________________
આઈગરણ
૧૩૧
પ્રક્રાંત સંબંધનો અવિરોધ હોવાથી=ભગવાનમાં સિદ્ધાવસ્થાની પ્રાપ્તિની પૂર્વમાં તે તે કર્માણ આદિ સાથે સંબંધનો અવિરોધ હોવાથી, ભગવાનની જેમ મુક્ત જીવોને પણ જન્માદિuપંચની આપત્તિ છે, એમ અન્વય છે.
આ પ્રકારે આ=ભગવાનને આદિમાં કરવાના સ્વભાવવાળા ન સ્વીકારીએ તો મુક્ત જીવોને પણ ભગવાનની જેમ જન્માદિuપંચ માનવાની આપત્તિ આવે એ, પરિભાવન કરવું જોઈએ.
આ રીતે વિવારે: પદ દ્વારા ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરનારા છે, એમ યુક્તિથી સ્થાપન કર્યું. ત્યાં આત્માને અકર્તા માનનારા મૌલિક સાંખ્યોનું કથન બતાવીને તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે –
તે તે કર્માણ આદિનું જ તે સ્વભાવપણું હોવાથી=આત્મા સાથે સંબંધિત થવાનું સ્વભાવપણું હોવાથી, આત્માના તે પ્રકારે સંબંધની સિદ્ધિ નથી જ=જે પ્રકારે આત્માનો સંસારમાં કર્માણ આદિ સાથે સંબંધ પ્રાપ્ત થતો દેખાય છે તે પ્રકારના સંબંધની સિદ્ધિ નથી જ; કેમ કે દ્વિષ્ઠપણાને કારણે સંબંધનું બંનેમાં આશ્રયપણું હોવાને કારણે, આનું સંબંધનું, ઉભયના=આત્માના અને કર્માણ આદિના, તથાસ્વભાવનું અપેક્ષીપણું છે. અન્યથા–આત્મામાં સંબંધયોગ્ય સ્વભાવ નથી અને કર્માણ આદિમાં સંબંધયોગ્ય સ્વભાવ છે એમ સ્વીકારવામાં, કલ્પનાનો વિરોધ હોવાથી કર્માણ આદિમાં સંબંઘયોગ્ય સ્વભાવ હોવાને કારણે આત્મા સાથે કર્માણ આદિના સંબંધની સિદ્ધિ છે એ પ્રકારની કલ્પનાનો વ્યાઘાત હોવાથી સંબંધનું ઉભયના તથાસ્વભાવનું અપેક્ષીપણું છે, એમ અન્વય છે. કલ્પનાનો વિરોધ કેમ છે? તેમાં હેતુ કહે છે – ન્યાયની અનુપપત્તિ છે શાસ્ત્રસિદ્ધ દાંતની અસંગતિ છે. તે શાસ્ત્રસિદ્ધ દષ્ટાંત જ સ્પષ્ટ કરે છે –
જે કારણથી કર્માણ આદિની તથા કલ્પનામાં પણ-કર્માણ આદિના અલોકાકાશ સાથે સંબંધની કલ્પના કરવામાં પણ, અલોકાકાશ સાથે સંબંધ નથીઃકર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધ થતો નથી જ; કેમકે તેના=અલોકાકાશના, તત્સંબંધના સ્વભાવત્વનો અયોગ છેઃકર્માણ આદિ સાથે સંબંધ થવાના સ્વભાવપણાનો અયોગ છે અને અતસ્વભાવવાળા=કર્માણ આદિ સાથે સંબંધ નહીં પામવાના સ્વભાવવાળા, અલોકાકાશમાં કર્માણ આદિની તસ્વભાવતાની કલ્પના=અલોકાકાશ સાથે સંબંધિત થવાના સ્વભાવપણાની કલ્પના, વિરોધ પામે છે અર્થાત્ કલ્પનારૂપ બને છે પરંતુ કાર્યની નિયામિકા બનતી નથી. એ પ્રકારના ન્યાયની અનુપપત્તિ છેઃ શામસિદ્ધ દૃષ્ટાંતની અસંગતિ છે.
પૂર્વમાં કહ્યું કે આત્મા અને કર્માણ આદિ એ બંનેમાં સંબંધ થવાનો સ્વભાવ સ્વીકારવામાં ન આવે અને માત્ર કર્માણ આદિનો જ આત્મા સાથે સંબંધ થવાનો સ્વભાવ સ્વીકારવામાં આવે તો કર્માણ આદિની તસ્વભાવતાની કલ્પનાનો વિરોધ પ્રાપ્ત થાય. અને વિરોધ પ્રાપ્ત કેમ થાય ? તે બતાવવા હેતુ આપેલ કે