________________
લલિતવિસ્તરા ભાગ-૧
૧૩૦
न च तत्तत्कर्माण्वादेरेव तत्स्वभावतयाऽत्मनस्तथासम्बन्धसिद्धिः, द्विष्ठत्वेन अस्योभयोस्तथास्वभावापेक्षित्वात्, अन्यथा कल्पनाविरोधात्, न्यायानुपपत्तेः, न हि कर्माण्वादेस्तथाकल्पनायामप्यलोकाकाशेन सम्बन्धः, तस्य तत्सम्बन्धस्वभावत्वायोगात्, अतत्स्वभावे चालोकाकाशे विरुध्यते कर्म्माण्वादेस्तत्स्वभावताकल्पनेतिन्यायानुपपत्तिः, तत्स्वभावताङ्गीकरणे चास्यास्मदभ्युपगतापत्तिः । न चैवं स्वभावमात्रवादसिद्धिः, तदन्यापेक्षित्वेन सामग्र्याः फलहेतुत्वात्, स्वभावस्य च तदन्तर्गतत्वेनेष्टत्वात्, निर्लोठितमेतदन्यत्रेति आदिकरत्वसिद्धिः ||३||
લલિતવિસ્તરાર્થ :
અહીં=મારાળ પદમાં, આદિમાં=સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિની પૂર્વમાં, કરણશીલ=કરવાના સ્વભાવવાળા, આદિકર છે.
અહીં પ્રશ્ન થાય કે આદિમાં કોને કરવાના સ્વભાવવાળા આદિકર છે ? તેથી કહે છે
અનાદિ પણ ભવમાં ત્યારે ત્યારે—તે તે કાળમાં, તે તે કર્માણુ આદિ સાથે સંબંધના યોગ્યપણાથી આત્માદિગામી, જન્માદિપ્રપંચવાળા વિશ્વને આદિમાં કરવાના સ્વભાવવાળા આદિકર છે, એમ અન્વય છે, એ પ્રમાણે હ્રદય છે=તાત્પર્ય છે.
અન્યથા અધિકૃત પ્રપંચનો અસંભવ છે=જો ભગવાનનો આત્મા આદિમાં કરનારો ન હોત તો ભગવાનના આત્માને મોક્ષની પ્રાપ્તિ પૂર્વે પ્રાપ્ત થયેલ ભવોની પરંપરારૂપ અધિકૃત પ્રપંચનો અસંભવ છે; કેમ કે પ્રસ્તુત યોગ્યતાના વૈકલ્યમાં=ભગવાનના આત્મામાં મોક્ષપ્રાપ્તિ પૂર્વે તે તે કાળમાં તે તે કર્માણુ આદિ સાથે સંબંધ થવામાં નિમિત્તભૂત એવા કર્તૃત્વરૂપ યોગ્યતાના અભાવમાં, પ્રક્રાંત સાથે સંબંધની અસિદ્ધિ છે=ભગવાનના આત્માને આદિમાં પ્રાપ્ત થયેલા જન્માદિપ્રપંચમાં કારણીભૂત એવા પ્રતિવિશિષ્ટ કર્માણુ આદિ સાથે સંબંધની અનિષ્પત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન જન્માદિપ્રપંચ કરનારા નથી એમ માનીએ તો શું વાંધો ? તેથી હેતુ આપે
છે
અતિ પ્રસંગ દોષ વડે વ્યાઘાત છે=તેમ માનવામાં અતિપ્રસંગદોષ બાધ કરનાર છે.
કેવા પ્રકારનો અતિપ્રસંગદોષ છે ? તે સ્પષ્ટ કરે છે –
મુક્તોને પણ=મોક્ષે ગયેલા જીવોને પણ, જન્માદિપ્રપંચની આપત્તિ હોવાથી અતિપ્રસંગદોષ વડે વ્યાઘાત છે, એમ અન્વય છે.
મુક્ત જીવોને જન્માદિપ્રપંચની આપત્તિ કેમ છે ? તેથી કહે છે
પ્રસ્તુત યોગ્યતાનો અભાવ હોતે છતે પણ=ભગવાનને જન્માદિપ્રપંચના અકર્તા સ્વીકારવામાં આવે તો ભગવાનમાં તે તે કર્માણુ આદિ સાથે સંબંધની યોગ્યતાનો અભાવ હોવા છતાં પણ,