________________
આઈગરાણ
૧૯ પ્રમાણે કહેવાયું છે=“મૌલિક સાંખ્યો વડે આત્મા સર્વથા અકર્તા સ્વીકારાય છે એ પ્રમાણે લલિતવિસ્તરામાં ગ્રંથકારી વડે કહેવાયું છે અને તેનું ગ્રહણ પણ=મૌલિક સાંખ્યોનું ગ્રહણ પણ, પ્રતિઆત્મકર્મભેદવાદી એવા જૈનોની=દરેક આત્મામાં ભિન્ન ભિન્ન કર્મને કહેનારા જેલોની, તેઓ સાથે-મૌલિક સાંખ્યો સાથે, કર્તૃત્વમાત્ર વિષયવાળી જ વિપ્રતિપત્તિ છે, એ પ્રકારના અભિપ્રાયથી કરાયું છે. ભાવાર્થ :
સાંખ્યદર્શનમાં બે મત છે : (૧) મૌલિક સાંખ્યદર્શન (૨) ઉત્તર સાંખ્યદર્શન. તેમાં મૌલિક સાંખ્યોની માન્યતા છે કે પ્રકૃતિરૂપ પ્રધાન દરેક આત્માને આશ્રયીને ભિન્ન ભિન્ન છે, તેથી જેમ આત્મા અનંત છે, તેમ દરેક આત્માને આશ્રયીને પ્રધાન પણ અનંત છે અને ઉત્તર સાંખ્યોની માન્યતા છે કે આત્મા અનંત છે, પરંતુ સર્વ આત્માઓ સાથે સંબંધિત એવું પ્રકૃતિરૂપ પ્રધાન એક છે અને નિત્ય છે. વળી, આ ઉત્તર સાંખ્યો સાથે જૈનોને બે પ્રકારે વિરોધ છે : (૧) તેઓ આત્મામાં કર્તુત્વ માનતા નથી, (૨) પ્રકૃતિરૂપ પ્રધાન દરેક આત્માને આશ્રયીને ભિન્ન ભિન્ન માનતા નથી; અને તે ઉત્તર સાંખ્યોનો વ્યવચ્છેદ કરવા માટે ગ્રંથકારશ્રીએ મૌલિક સાંખ્યોનું ગ્રહણ કરેલ છે. વળી, તે મૌલિક સાંખ્યો સાથે જૈનોને એક પ્રકારે જ વિરોધ છે : (૧) તેઓ આત્મામાં કર્તુત્વ માનતા નથી; કેમ કે જેનો જેમ દરેક આત્માને આશ્રયીને ભિન્ન ભિન્ન કર્મ માને છે, તેમ મૌલિક સાંખ્યો પણ દરેક આત્માને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રધાન માને છે; પરંતુ જૈનો આત્મામાં કર્તૃત્વ માને છે, જ્યારે મૌલિક સાંખ્યો આત્મામાં સર્વથા અકર્તુત્વ માને છે, માટે માત્ર આત્માના કર્તુત્વના વિષયમાં જ જૈનોને મૌલિક સાંખ્યો સાથે વિપરીત પ્રતિપત્તિ છે, અને તેના નિરાકરણ માટે જ ગ્રંથકારશ્રીએ મૌલિક સાંખ્યોનું ગ્રહણ કરેલ છે, અને સાફાર્જ પદનો “ભગવાન આદિમાં જન્માદિપ્રપંચને કરવાના સ્વભાવવાળા છે” એ પ્રકારનો અર્થ કરીને ગ્રંથકારશ્રીએ મૌલિક સાંખ્યોના અકર્તૃત્વમતનું નિરાકરણ કરેલ છે.
સૂત્ર :
સાફરારાં રૂા સૂથાર્થ -
આદિમાં કરનારા ભગવાનનૈ નમસ્કાર થાઓ. JIકા લલિતવિસ્તરાઃ
इहादौ करणशीला 'आदिकराः', अनादावपि भवे तदा तदा तत्तत्काण्वादिसम्बन्धयोग्यतया विश्वस्यात्मादिगामिनो जन्मादिप्रपञ्चस्येति हृदयम्।
अन्यथाऽधिकृतप्रपञ्चासम्भवः, प्रस्तुतयोग्यतावैकल्ये प्रक्रान्तसम्बन्धासिद्धेः, अतिप्रसङ्गदोषव्याघातात्, मुक्तानामपि जन्मादिप्रपञ्चापत्तेः, प्रस्तुतयोग्यताऽभावेपि प्रक्रान्तसम्बन्धाविरोधादिति परिभावनीयमेतत्।