________________
આઈગરાણં
૧૩૫
છે, પરગામી પણ છે અને આત્મ-૫૨ એ ઉભયગામી પણ છે. તે આ રીતે – (૧) જન્માદિપ્રપંચના કેટલાક ભાવો જીવમાં થાય છે, જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયને કારણે આત્માનું કેટલુંક જ્ઞાન આવૃત્ત છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમને કારણે આત્માનું કેટલુંક જ્ઞાન પ્રગટ છે, તેથી આત્માનું તે કંઈક અજ્ઞાન અને કંઈક જ્ઞાન આત્મગામી છે. (૨) જન્માદિપ્રપંચના કેટલાક ભાવો પુદ્ગલમાં થાય છે. જેમ દેહનું સુંદર રૂપ, સુંદર આકાર વગેરે પરગામી છે. (૩) જન્માદિપ્રપંચના કેટલાક ભાવો જીવ અને પુદ્ગલ બંનેમાં થાય છે. જેમ સુખ-દુઃખનાં સંવેદનો ઉભયગામી છે; કેમ કે અગ્નિના સ્પર્શથી દેહના પુગલોમાં વિકૃતિ થાય છે, તે પરગામી છે અને આત્માને દુઃખરૂપ પીડાનું વેદન થાય છે, તે આત્મગામી છે.
પંજિકા ઃ
विपक्षे बाधकमाह
अन्यथा=अकर्तृत्वे, अधिकृतप्रपञ्चासम्भवः = विश्वस्यात्मादिगामिनो जन्मादिप्रपञ्चस्यानुपपत्तिः, कुत इत्याह- प्रस्तुतयोग्यतावैकल्ये = प्रस्तुतायाः अनादावपि भवे तदा तदा तत्तत्कर्म्माण्वादिसंबन्धनिमित्ताया योग्यतायाः कर्त्तृत्वलक्षणायाः, अभावे, प्रक्रान्तसंबन्धासिद्धेः = प्रक्रान्तैः प्रतिविशिष्टैः कर्म्माण्वादिभिः, सम्बन्धस्य उक्तरूपस्य अनिष्पत्तेः, एतदपि कुत इत्याह- अतिप्रसङ्गदोषव्याघाताद् = एवमभ्युपगमे योऽतिप्रसङ्गः-अतिव्याप्तिः, स एव दोषः अनिष्टत्वात्, तेन व्याघातो = (निवारणं) अनिवारणं प्रकृतयोग्यतावैकल्ये प्रस्तुतसम्बन्धस्य, तस्मात्, अतिप्रसङ्गमेव भावयति - मुक्तानामपि - निवृतानामपि, आस्तामन्येषां, जन्मादिप्रपञ्चापत्तेः=जन्मादिप्रपञ्चस्यानिष्टस्य प्राप्तेः, कुत इत्याह- प्रस्तुतयोग्यताऽभावेऽपि = प्रस्तुतयोग्यतामन्तरेणापि, प्रक्रान्तसम्बन्धाविरोधात् = तत्तत्कर्माण्वादिभिः सम्बन्धस्यादोषाद्, आत्माऽकर्त्तृत्ववादिनाम्, इत्येवमन्वयव्यतिरेकाभ्यां भावनीयमेतत् ।
પંજિકાર્થ :
विपक्षे बाधकमाह ભાવનીવખેતત્ ।। વિપક્ષમાં બાધકને કહે છે અર્થાત્ પૂર્વે આફરાળ શબ્દની વ્યુત્પત્તિથી ભગવાનનો આત્મા આદિમાં જન્માદિપ્રપંચને કરનારો હતો એમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું, હવે મૌલિક સાંખ્યોના મત પ્રમાણે આત્માને જન્માદિપ્રપંચનો કર્તા ન સ્વીકારીએ તો શું બાધક દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે
-
અન્યથા અકર્તૃત્વમાં=આત્માને જન્માદિપ્રપંચનો અકર્તા સ્વીકારવામાં, અધિકૃત પ્રપંચનો અસંભવ છે=આત્માદિગામી એવા જન્માદિપ્રપંચરૂપ વિશ્વની અનુપપત્તિ છે.
કયા કારણથી ? અર્થાત્ આત્માને અકર્તા સ્વીકારવામાં જન્માદિપ્રપંચરૂપ વિશ્વની અનુપપત્તિ કયા કારણથી છે ? એથી કહે છે –
પ્રસ્તુત યોગ્યતાના વૈકલ્યમાં=પ્રસ્તુત એવી અનાદિ પણ ભવમાં ત્યારે ત્યારે તે તે કર્માણુ આદિ સાથે સંબંધના નિમિત્તરૂપ કર્તૃત્વના લક્ષણવાળી યોગ્યતાના અભાવમાં, પ્રક્રાંત સંબંધની અસિદ્ધિ