________________
૧૨૮
લલિતવિસ્તરા ભાગ-૧
ભગવાળા અરિહંતો છે.
આવા પ્રકારના ભગવાળા એવા અરિહંતોને નમસ્કાર થાઓ, એમ પ્રથમ પદમાં રહેલા નમોડસ્તુનું ‘ભગવંતાણં’ આદિ સર્વ પદોમાં યોજન કરવું.
અને આવા પ્રકારના ભગવંત અરિહંતો જ પ્રેક્ષાવાન પુરુષોને સ્તોતવ્ય છે, એથી ‘નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં’ એ પદથી સ્તોતવ્યસંપદાની પ્રાપ્તિ છે અર્થાત્ સ્તોતવ્ય એવા ભગવાનની આવી ઉત્તમ સંપત્તિની પ્રાપ્તિ છે. IIII
અવતરણિકા :
एतेऽपि भगवन्तः प्रत्यात्मप्रधानवादिभिर्मोलिकसांख्यैः सर्वथाऽकर्त्तारोऽभ्युपगम्यन्ते, 'अकर्त्ताऽत्मे 'ति वचनात्, तद्व्यपोहेन कथंचित् कर्त्तृत्वाभिधित्सयाह- ' आदिकरेभ्यः' इति।
અવતરણિકાર્ય :
આ પણ ભગવંતો=સ્તોતવ્યસંપદામાં બતાવ્યા એ પણ અરિહંત ભગવંતો, પ્રતિઆત્મપ્રધાનવાદી એવા મૌલિક સાંખ્યો વડે સર્વથા અકર્તા સ્વીકારાય છે; કેમ કે ‘અકર્તા આત્મા છે’ એ પ્રકારનું વચન છે=મૌલિક સાંખ્યોનું વચન છે, તેના વ્યપોહથી=મૌલિક સાંખ્યોના તે વચનના નિરાકરણથી, સ્થંચિત્ કર્તૃત્વની અભિધિત્સાથી=ભગવંતમાં કોઈક નયદૃષ્ટિથી કર્તાપણાને કહેવાની ઇચ્છાથી, ‘આવિષ્યઃ' એ પ્રકારે કહે છે=નમુન્થુણં સૂત્રમાં કહે છે
પંજિકા ઃ
-
'प्रत्यात्मप्रधानवादिभिरिति; सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः, सैव प्रधानं, ततः आत्मानमात्मानं प्रति प्रधानं वदितुं शीलं येषां ते प्रत्यात्मप्रधानवादिनः, तैः, उत्तरे हि साङ्ख्या 'एकं नित्यं सर्वात्मसु प्रधानमिति प्रतिपन्नाः (प्रपन्नाः), तद्व्यवच्छेदार्थं मौलिकसाङ्ख्यैरित्युक्तं, तद्ग्रहणमपि च प्रत्यात्मकर्म्मभेदवादिनां जैनानां कर्त्तृत्वमात्रविषयैव तैः सह विप्रतिपत्तिरित्यभिप्रायात् कृतम् ।
પંજિકાર્થ :
‘પ્રત્યાત્મપ્રધાન ..... પ્રાયાત્ કૃતમ્ ।। પ્રત્યાત્મપ્રધાનવાલિમિઃનો અર્થ કરે છે
સત્ત્વ-રજસ્-તમસ્તી સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, તે જ પ્રધાન છે=તે પ્રકૃતિ જ પ્રધાન છે, તેથી આત્મા આત્મા પ્રતિ=દરેક આત્મા પ્રત્યે પ્રધાનને કહેવા માટેનો શીલ છે=સ્વભાવ છે, જેઓનો તેઓ પ્રતિઆત્મપ્રધાનવાદી છે, તેઓ વડે=પ્રતિઆત્મપ્રધાનવાદીઓ વડે, આત્મા સર્વથા અકર્તા સ્વીકારાય છે એમ અન્વય છે.
જે કારણથી ઉત્તર એવા સાંખ્યો “સર્વ આત્માઓમાં પ્રધાન એક છે, નિત્ય છે” એ પ્રકારે પ્રતિપન્ન છે=સ્વીકારનારા છે, તેના વ્યવચ્છેદ અર્થે=તે ઉત્તર સાંખ્યોના વ્યવદ માટે, ‘મૌલિક સાંખ્યો વડે' એ