________________
૧૨૬
લલિતવિસ્તરા ભાગ-૧ (૪) વળી, ઘાતી કર્મોના ઉચ્છેદમાં વિક્રમથી અવાપ્ત કેવલાલોક-નિરતિશય સુખસંપથી સમન્વિત=ઘાતીકર્મોનો નાશ કરવામાં પરાક્રમ ફોરવવાથી પ્રાપ્ત થયેલ એવા કેવલજ્ઞાન અને નિરતિશય એવા સુખરૂપી સંપત્તિથી યુક્ત, એવી પરા શ્રી=લક્ષમી, =શ્રેષ્ઠ કોટિની અરિહંતોની શ્રી છે.
(૫) વળી, ધર્મ - સમ્યગ્દર્શનાદિરૂપ, દાન-શીલ-તપ-ભાવનામય, સાઢવ-અનાશ્રવ એવા મહાયોગાત્મક છે મહાન યોગસ્વરૂપ છે.
(૧) વળી, પ્રયત્ન - પરમવીર્યથી સમુથ, એકરાત્રિની આદિ મહપ્રતિમાના ભાવનો હેતુ, સમુદ્યાત-શૈલેશી અવસ્થાથી વ્યંગ્ય અભિવ્યક્ત થતો, એવો સમગ્ર છે.
તિ' “મા” શબ્દના છ અર્થોના સ્વરૂપ કથનની સમાપ્તિમાં છે. આવા પ્રકારનો પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનો આaછ અથવાળો, ભાગ વિધમાન છે જેઓને તેઓ ભગવાળા છે=ભગવંત છે, તે ભગવંતોને, નમસ્કાર થાઓ એ પ્રકારની ક્રિયા સર્વત્ર યોજવી=નમુત્યુ અરિહંતાણં' રૂપ પ્રથમ પદમાં રહેલ "નમોડસ્તુ' એ પ્રકારના ક્રિયાપદનું ભગવંતાણ' આદિ સર્વ પદોમાં યોજન કરવું.
તે કારણથી પ્રેક્ષાવાનને આવા પ્રકારના જ સ્તોતવ્ય છેઃવિચારકપુરુષોને ઉપર બતાવ્યા એવા પ્રકારના ભગવાળા અરિહંતો જ સ્તુતિ કરવા યોગ્ય છે. આ પ્રમાણે “સ્તોતવ્યસંપદા છે. શા. ભાવાર્થ :
નમુત્થણે અરિહંતાણંપદના ઉચ્ચારણમાં “અરિહંત' પદથી નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ અરિહંત વાચ્ય છે; કેમ કે શાસ્ત્રનાં સર્વ પદો સામાન્યથી નામાદિ ચાર નિક્ષેપાનાં વાચક છે, તેથી એ ફલિત થાય કે અરિહંત' એ પ્રકારના નામનું ઉચ્ચારણ એ નામઅરિહંત છે, અરિહંતની પ્રતિમા એ સ્થાપનાઅરિહંત છે, જેમણે તીર્થંકર નામકર્મ બાંધેલું છે અને ભવિષ્યમાં તીર્થંકર થવાના છે એ દ્રવ્યઅરિહંત છે, તેમજ કેવલજ્ઞાન પામેલા અને તીર્થની સ્થાપના કરનારા તીર્થકરો એ ભાવઅરિહંત છે. આ સર્વની ઉપસ્થિતિ “અરિહંતાણં” પદથી થાય છે, પરંતુ નમુત્થણે સૂત્રમાં ભાવઅરિહંતને જ નમસ્કાર કરવા છે, તેથી તે અરિહંતના ચારેય નિક્ષેપોમાંથી ભાવઅરિહંતને નમસ્કાર કરવા માટે પ્રથમ સંપદામાં “અરિહંતાણં' પછી “ભગવંતાણં' શબ્દનો પ્રયોગ કરેલ છે, અને આથી જ લલિતવિસ્તરામાં કહે છે કે ચાર પ્રકારના અરિહંતમાંથી ભાવનું ઉપકારકપણું હોવાથી ભાવઅરિહંતને ગ્રહણ કરવા માટે નમુસ્કુર્ણ સૂત્રમાં રિહંતા પદ પછી માવંતા પદ મૂકેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે “નમુત્થણે અરિહંતાણં ભગવંતાણં' પદ દ્વારા આવા ઐશ્વર્યાદિ ભગવાળા અરિહંતોને નમસ્કાર થાઓ. વળી, “ભગવંતાણમાં રહેલ ‘ભગ’ શબ્દ સમગ્ર ઐશ્વર્યાદિ છ અર્થો સ્વરૂપ છે. તે આ પ્રમાણે –
(૧) ભગ એટલે સમગ્ર એશ્વર્ય ભગવાનને ઇન્દ્રો ભક્તિપૂર્વક નમે છે, અને ભગવાનના શુભઅનુબંધવાળા આઠ મહાપ્રાતિહાર્યો રચે છે, તે ભગવાનનું સમગ્ર ઐશ્વર્ય છે.