________________
જપ
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા ચૈત્યવંદનને બાહ્ય વિધિપૂર્વક પણ સેવીને ચૈત્યવંદનની લઘુતાનું આપાદન કરે છે, માટે અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્રના પાઠાદિ આપવાથી તેઓનું અહિત થાય છે.
આ વાતને વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે જેમ ચૈત્યવંદનને વિધિપૂર્વક સેવનારા યોગ્ય જીવો ચૈત્યવંદનથી કલ્યાણ પ્રાપ્ત કરે છે, તેમ ચૈત્યવંદનને અવિધિથી સેવનારા અયોગ્ય જીવો ચૈત્યવંદનથી મોટા અકલ્યાણને પ્રાપ્ત કરે છે, અને તેમાં સાક્ષી આપે છે કે જેમ કોઈ રોગી ઔષધનું સેવન વિપરીત રીતે કરે તો તે ઔષધનું સેવન રૌદ્ર દુઃખનું જનક બને છે, તેમ વિપરીત રીતે સેવાયેલ ચૈત્યવંદનનું અનુષ્ઠાન જીવના અહિતનું કારણ બને છે, તેથી અનધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્ર આપવાથી તેઓનું જે અકલ્યાણ થાય તે અકલ્યાણ તત્ત્વથી ઉપદેશકથી કરાયેલું જ છે. આથી ફલિત થાય કે અધિકારી જીવોને ચૈત્યવંદન સૂત્ર આપ્યું ન હોય તો તે જીવોનું સંસારના પરિભ્રમણરૂપ જે અહિત થાય, તેના કરતાં અધિક અહિત તેઓને ચૈત્યવંદન સૂત્ર આપવાથી થાય છે; કેમ કે તેવા જીવો ચૈત્યવંદનને અનાદરપૂર્વક સેવીને અધિક ક્લિષ્ટ કર્મો બાંધે છે, જેનાથી તેઓને પૂર્વથી પણ અધિક રૌદ્ર સંસારની પ્રાપ્તિ થાય છે અને આ રીતે અન્યના અહિતની પ્રવૃત્તિ ઉપદેશક દ્વારા થઈ હોવાથી ઉપદેશકને પણ પાપબંધ થાય છે. માટે લિંગો દ્વારા જીવની અધિકારિતાનો નિર્ણય કરીને ઉપદેશકે ચૈત્યવંદનના અધ્યાપનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ललितविस्तरा :
एवं हि कुर्वता आराधितं वचनं, बहुमतो लोकनाथः, परित्यक्ता लोकसंज्ञा, अगीकृतं लोकोत्तरयानं, समासेविता धर्मचारितेति। अतोऽन्यथा विपर्ययः, इत्यालोचनीयमेतदतिसूक्ष्माभोगेन, न हि वचनोक्तमेव पन्थानमुल्लद्ध्यापरो हिताप्त्युपायः, न चानुभवाभावे पुरुषमात्रप्रवृत्तेस्तथेष्टफलसिद्धिः अपि च, लाघवापादनेन शिष्टप्रवृत्तिनिरोधतस्तद्विघात एव,
अपवादोऽपि सूत्राबाषया गुरुलाघवालोचनपरोऽधिकदोषनिवृत्त्या शुभः शुभानुबन्धी महासत्त्वाऽऽसेवित उत्सर्गभेद एव, न तु सूत्रबाथया गुरुलाघवचिन्ताऽभावेनाहितमहितानुबन्ध्यसमंजसं परमगुरुलाघवकारि क्षुद्रसत्त्वविजृम्भितमिति, एतदङ्गीकरणमप्यनात्मज्ञानां संसारसरिच्छ्रोतसि कुशकाशावलम्बनमिति परिभावनीयं; सर्वथा निरूपणीयं प्रवचनगाम्भीर्यं विलोकनीया तन्त्रान्तरस्थितिः, दर्शनीयं ततोऽस्याधिकत्वम्, अपेक्षितव्यो व्याप्तीतरविभागः; यतितव्यमुत्तमनिदर्शनेष्विति श्रेयोमार्गः।
व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनामपुनर्बन्धकादीनामिति, अन्येषां पुनरिहानधिकार एव, शुद्धदेशनानर्हत्वात्, शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः, ध्रुवस्तावदतो बुद्धिभेदः, तदनु सत्त्वलेशचलनं, कल्पितफलाभावापत्त्या दीनता, स्वभ्यस्तमहामोहवृद्धिः, ततोऽधिकृतक्रियात्यागकारी संत्रासः, भवाभिनन्दिनां स्वानुभवसिद्धमप्यसिद्धमेतद्, अचिन्त्यमोहसामर्थ्यादिति, न खल्वेतानधिकृत्य विदुषा शास्त्रसद्भावः प्रतिपादनीयो दोषभावादिति, उक्तं च