________________
કર
લલિતવિસ્તરા ભાગ-૧
લક્ષ્યને સામે રાખીને જે જે અંશથી ચૈત્યવંદનને સમ્યક્ કરવા યત્ન કરવામાં આવે અને જેટલા જેટલા અંશથી ચૈત્યવંદન સમ્યક્ નિષ્પન્ન થાય, તેટલા તેટલા અંશથી તે ચૈત્યવંદનની ક્રિયાનું ફળ મળે છે.” આ પ્રમાણે સાંભળીને તે જીવોને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ચૈત્યવંદન કરવાને અભિમુખભાવ થાય છે, અને તે શાસ્ત્રોક્ત વિધિ જાણવા માટે ઉપદેશકને વારંવાર પૃચ્છા કરે છે, વિધિ જાણ્યા પછી તે જ વિધિથી ચૈત્યવંદનને સમ્યક્ કરવા યત્ન કરે છે, સમ્યક્ ચૈત્યવંદન ન થતું હોય તોપણ હું કઈ રીતે યત્ન કરું ? જેથી મારું ચૈત્યવંદન સમ્યક્ બની શકે ? તે જાણવા યોગીઓને પૃચ્છા કરે છે; કેમ કે આવા જીવો શુદ્ધ ક્રિયા કરવાના વિશુદ્ધભાવવાળા હોય છે.
વળી, અપુનર્બંધકાદિ જીવોને ઉપદેશક પ્રવચનનું ગાંભીર્ય આદિ બતાવે તો તેના બળથી, ઉત્સર્ગથી ચૈત્યવંદનના અધિકારી જીવો કેવા હોય, અપવાદથી ચૈત્યવંદનના અધિકારી જીવો કેવા હોય, અને ચૈત્યવંદનના અનધિકારી જીવો કેવા હોય ? તેનો તેઓને બોધ થાય છે, અને પ્રવચનનું ગાંભીર્ય આદિને સાંભળીને તેઓ વિચારે છે કે “સર્વશે બતાવેલ વિધિ અનુસાર ચૈત્યવંદન કરીને અનંતા જીવો મોક્ષને પામ્યા તેથી જો મારે પણ ભવનો ઉચ્છેદ કરીને મોક્ષને પામવો હોય તો પ્રવચનના ગાંભીર્યને શક્તિના પ્રકર્ષથી જાણવા યત્ન ક૨વો જોઈએ, અન્ય સર્વદર્શનો કરતાં જૈનદર્શન કઈ રીતે સંસારના ઉચ્છેદનો માર્ગ બતાવે છે ? તેના મર્મને જાણવા યત્ન કરવો જોઈએ, તેમજ ઉત્તમ પુરુષોનાં દૃષ્ટાંતમાં ઉદ્યમ કરવો જોઈએ.” આમ વિચારીને અધિકારી જીવો ગ્રંથકારશ્રીએ બતાવેલા એવા શ્રેયમાર્ગનું આશ્રયણ કરે છે, આથી તેવા અપુનર્બંધાદિ જીવોમાં પૂર્વે બતાવ્યો એવો શ્રેયમાર્ગ વ્યવસ્થિત છે.
વળી, ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવો હજી ચારગતિના પરિભ્રમણરૂપ ભવ પ્રત્યે અબહુમાનવાળા થયા નથી, અને તેથી ક્ષીણપ્રાય કર્મમલવાળા પણ થયા નથી, આથી તેવા જીવો ‘મારે આ સંસારથી નિસ્તાર પામવો છે' તેવા દૃઢ સંકલ્પપૂર્વક ધર્મમાં પ્રયત્ન કરતા નથી. આવા જીવો શુદ્ધદેશના સાંભળવા માટે અયોગ્ય છે. કેમ અયોગ્ય છે ? તેથી કહે છે
—
શુદ્ધદેશના ક્ષુદ્ર જીવો રૂપી મૃગલાઓના ટોળાને ત્રાસ પેદા કરાવે તેવો સિંહનાદ છે, અને ઉપદેશક તેવો સિંહનાદ કરે તો તેનાથી તેવા જીવોને બુદ્ધિભેદ થાય છે, જેનાથી તેઓનું ધર્મ ક૨વાને અભિમુખ જે થોડું સત્ત્વ હતું તેનું ચલન થાય છે. વળી, આવા જીવો યથા-તથા ચૈત્યવંદન કરીને કલ્પના કરતા હોય છે કે આ ચૈત્યવંદનથી મને આ ફળ પ્રાપ્ત થશે, પરંતુ શુદ્ધદેશના સાંભળીને તેઓને થાય છે કે આ ચૈત્યવંદનથી મને કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં. આ રીતે પોતે કલ્પના કરેલ ફળના અસત્આપણાની પ્રાપ્તિ થવાથી તેઓમાં દીનતા આવે છે અર્થાત્ ચૈત્યવંદનરૂપ સુકૃત કરવાનો તેઓમાં જે થોડો ઉત્સાહ હતો તેનો નાશ થાય છે. વળી, અત્યાર સુધી સુઅભ્યસ્ત એવા મહામોહની વૃદ્ધિ થાય છે અર્થાત્ તેઓનો ધર્મ કરવાનો પરિણામ નાશ પામે છે અને સંસારની પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એવો મહામોહનો ભાવ વૃદ્ધિ પામે છે, આથી આવા જીવો શુદ્ધદેશના સાંભળીને પૂર્વે જે કંઈ ધર્માનુષ્ઠાન કરતા હતા તે ધર્માનુષ્ઠાનનો ત્યાગ કરવાના પરિણામવાળા થાય છે.