________________
નમુત્યુસં અરિહંતાણં પોતાની શક્તિ હોય તો તેઓને માર્ગાનુસારી બોધ કરાવવાનો પરિણામ થાય છે. વળી, કેટલાક જીવો શાસ્ત્રો ભણીને પણ શાસ્ત્રના પરમાર્થને પામતા નથી, પરંતુ સ્વમતિ અનુસાર શાસ્ત્રોના અર્થો કરીને “પોતે શાસ્ત્રો જાણે છે એ પ્રકારનો ભ્રમ ધરાવે છે, તેવા અસદ્ગહવાળા જીવો અનભિજ્ઞ છે અને તેવા અનભિજ્ઞ જીવો સાથે આવી ધૈર્યપરિણતિવાળા મહાત્મા વિવાદ કરતા નથી; કેમ કે તે મહાત્મા જાણતા હોય છે કે આવા અનભિન્ન જીવો સાથે ચર્ચા કરવાથી કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી, કેવલ ક્લેશની જ પ્રાપ્તિ થાય છે. વળી, એવા અનભિન્ન જીવો સાથે વિવાદ કરવાથી તે અનભિન્ન જીવો પોતાના વિપરીત બોધમાં દઢ પરિણામવાળા થાય છે, જેના કારણે તેઓનું અહિત થાય છે. માટે પણ ધૈર્યપરિણતિવાળા મહાત્મા તેવા અનભિજ્ઞ જીવો સાથે વિવાદ કરતા નથી. વળી, ધૈર્યપરિણતિવાળા મહાત્મા અજ્ઞ જીવોની બુદ્ધિનો ભેદ કરતા નથી અર્થાતુ કેટલાક જીવો ચૈત્યવંદનના પરમાર્થને તો જાણતા નથી અને તે પ્રકારની પ્રજ્ઞાના અભાવને કારણે તેઓને ચૈત્યવંદનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા પણ થતી નથી. આવા જીવોને કહેવામાં આવે કે આ પ્રકારની ચૈત્યવંદનની પ્રવૃત્તિથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી,” તો તે સાંભળીને તેઓને ચૈત્યવંદનની અપ્રવૃત્તિનો પરિણામ થાય છે, અને આવા જીવોમાં આ પ્રકારનું અપ્રવૃત્તિના પરિણામનું આપાદન વૈર્યપરિણતિવાળા મહાત્મા કરતા નથી, પરંતુ તેવા અજ્ઞ પણ યોગ્ય જીવોને ચૈત્યવંદનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા થાય તે પ્રકારે તેઓને બોધ કરાવવા પ્રયત્ન કરે છે. વળી, જ્ઞાનની ધૈર્યપરિણતિવાળા મહાત્મા યોગ્ય પણ જીવો અજ્ઞાનને કારણે શાસ્ત્રથી વિપરીત રીતે ચૈત્યવંદનની પ્રવૃત્તિ કરતા હોય અને જો તે જીવો પ્રજ્ઞાપનીય હોય તો તેઓને ચૈત્યવંદનની સમ્યક વિધિ બતાવીને ચૈત્યવંદનવિષયક સમ્યક પ્રવૃત્તિ કરવાના વ્યાપારવાળા કરે છે.
આવા પ્રકારની બોધના શૈર્યની પરિણતિ જેઓમાં વર્તે છે તેઓનો ગુરુના ઉપદેશથી થયેલો બોધ સ્વૈર્યભાવવાળો થાય છે, અને આવો જ્ઞાનના સ્વૈર્યનો પરિણામ એ જીવની પાત્રતા છે, તે પાત્રતા ગુણવાન મહાત્માઓને બહુમત છે, અને આવી પાત્રતા સમપરિણામના દેહ સ્વરૂપ છે અર્થાત્ તે જીવમાં વર્તતા સમભાવના પરિણામસ્વરૂપ છે. વળી, આવો જ્ઞાનનો ધૈર્યભાવ ભાવસંપત્તિનો સુંદર આશ્રય છે; કેમ કે સ્થિરભાવવાળી જ્ઞાનની પરિણતિ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ દ્વારા વીતરાગતાનું સાક્ષાત્ કારણ છે.
(૩) ઉક્તક્રિયાઃ જિજ્ઞાસુ શ્રોતા બોધની પરિણતિ દ્વારા ચૈત્યવંદનના પરમાર્થને જાણ્યા પછી શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરે એ ઉક્તક્રિયા છે, તેથી તે ઉક્તક્રિયાનું સ્વરૂપ શું છે ? તે બતાવવા હવે ‘ઉક્તક્રિયા' નામનું વ્યાખ્યાનું છઠું અંગ બતાવે છે –
તે તે કાળના યોગથી તે તે પ્રકારે ક્રિયા કરવી જોઈએ, એ પ્રકારની વિજ્ઞાત ગુણવાળી ચૈત્યવંદનની ક્રિયાને ચૈત્યવંદનના સેવનના સમયમાં વીતરાગના ગુણોના પ્રણિધાનપૂર્વક સૂત્ર-અર્થ-આલંબનમાં જે પ્રકારે યત્ન કરવાનું શાસ્ત્રમાં વિહિત છે તે પ્રકારના ઉપયોગપૂર્વક પોતાની શક્તિ અનુસાર જેવો સેવે છે, તેઓની તે ક્રિયાનું આસેવન એ ઉક્તક્રિયા છે.
આશય એ છે કે ચૈત્યવંદનને સમ્યક કરવાનો અર્થ જીવ યોગ્ય ગુરુ પાસેથી ચૈત્યવંદનની વ્યાખ્યાનું શ્રવણ કરે, બોધની પરિણતિ પ્રાપ્ત કરે અને તે બોધપરિણતિને પોતાના આત્મામાં સ્થિર કરે, ત્યારપછી તે