________________
લલિતવિસ્તરા ભાગ-૧
આનાથી એ ફલિત થાય કે આ ત્રણેય યોગો શાસ્ત્રમાં બતાવાયા નથી, તોપણ યુક્તિયુક્ત છે અને યુક્તિયુક્ત પદાર્થ હંમેશાં શાસ્ત્રસંમત હોય, માટે આ ત્રણેય યોગો યુક્તિરૂપી આગમથી સિદ્ધ છે, તેમાંથી (૧) પ્રથમ યોગમાં ધર્માનુષ્ઠાનને પરિપૂર્ણ શાસ્ત્રાનુસા૨ી ક૨વાની ઇચ્છાની પ્રધાનતા છે, છતાં પરિપૂર્ણ શાસ્ત્રાનુસા૨ી ધર્માનુષ્ઠાન કરવાની શક્તિ નહીં હોવાના કારણે ક્રિયાથી વિકલ એવો ધર્મનો વ્યાપાર છે. (૨) બીજા યોગમાં ધર્માનુષ્ઠાનને પરિપૂર્ણ શાસ્ત્રાનુસારી ક૨વારૂપ શાસ્ત્રની પ્રધાનતા છે. અને પરિપૂર્ણ શાસ્ત્રાનુસા૨ી ધર્માનુષ્ઠાન કરવાને કા૨ણે ક્રિયાથી અવિકલ એવો ધર્મનો વ્યાપાર છે. (૩) ત્રીજા યોગમાં સામર્થ્યની પ્રધાનતા છે, અને શક્તિની પ્રબળતાને કા૨ણે શાસ્ત્રોક્ત મર્યાદાથી અધિક એવો ધર્મનો વ્યાપાર છે.
૧૨૨
આશય એ છે કે કોઈ મહાત્મા શાસ્ત્રવિહિત અનુષ્ઠાનને સ્વભૂમિકાનુસાર સેવતા હોય, ત્યારે તે અનુષ્ઠાનસેવનવિષયક શાસ્ત્રમાં જે બહિરંગ વિધિ બતાવી છે અને તે બહિરંગ વિધિમાં યત્ન દ્વારા જે અંતરંગ અસંગપરિણતિને અનુકૂળ વીર્યવ્યાપાર અપેક્ષિત છે, તેવો વીર્યવ્યાપાર સમ્યક્ પ્રવર્તતો ન હોય, તો તે મહાત્માનો તે ધર્મવ્યાપાર ઇચ્છાયોગસ્વરૂપ છે.
વળી, કોઈ શ્રાવક ભગવાનની પૂજામાં ત્રણ ગુપ્તિમાં યત્નપૂર્વક, પાંચેય ઇન્દ્રિયના સંવરપૂર્વક, વીતરાગના ગુણોના સ્મરણપૂર્વક, સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ એવા અંતરંગ વીર્યવ્યાપારના પ્રણિધાનપૂર્વક ઉદ્યમ કરતાં હોય, આમ છતાં પાંચ ઇન્દ્રિયના સંવરભાવમાં કે તે પ્રકારના અંતરંગ વીર્યવ્યાપારમાં પરિપૂર્ણ શાસ્ત્રાનુસારે નિયંત્રણ રાખી શકતા ન હોય, ત્યારે તે શ્રાવકમાં પૂર્ણ શાસ્ત્રાનુસારી પૂજા કરવાની ઇચ્છાની પ્રધાનતા હોવાથી તે શ્રાવકનો તે પૂજાની પ્રવૃત્તિરૂપ ધર્મવ્યાપાર ઇચ્છાયોગસ્વરૂપ છે.
વળી, તે શ્રાવક આ રીતે ઇચ્છાયોગનું સેવન કરી કરીને સંચિતવીર્યવાળા થાય, અને શાસ્ત્રની પ્રધાનતાવાળો, ક્રિયાથી અવિકલ એવો તત્ત્વધર્મનો વ્યાપાર કરે, ત્યારે તે શ્રાવકનો તે પૂજાની પ્રવૃત્તિરૂપ ધર્મવ્યાપાર શાસ્ત્રયોગ સ્વરૂપ બને છે, અને તે વખતે તે શ્રાવકની પૂજાની પ્રવૃત્તિકાળમાં પાંચેય ઇન્દ્રિયો સંવૃત્ત વર્તે છે, તેમજ ચિત્ત તે પ્રકારના પ્રશાંત ભાવવાળું વર્તે છે, જેથી તે ક્રિયાના પ્રારંભથી માંડીને નિષ્ઠા સુધી જિનગુણના પ્રણિધાનપૂર્વક અવિકલ શાસ્ત્રાનુસાર ક્રિયા કરવા દ્વારા તે શ્રાવકમાં વિશિષ્ટ પ્રકારનો વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ નિષ્પન્ન થાય છે.
વળી, કોઈ મહાસાત્ત્વિક શ્રાવક આ રીતે શાસ્ત્રાનુસારી પૂજા કરી રહ્યા હોય, ત્યારે જો તેઓમાં શક્તિનો પ્રકર્ષ થાય તો તે પૂજાકાળમાં વર્તતા શાસ્ત્રયોગના બળથી જ સામર્થ્યયોગને પામીને કેવલજ્ઞાનને પણ પ્રાપ્ત કરે, આથી સામર્થ્યયોગમાં સામર્થ્ય પ્રધાન છે અને ક્રિયાથી શાસ્ત્રમર્યાદા કરતાં અધિક એવો તત્ત્વધર્મનો વ્યાપાર છે, તેથી આત્માના અસંગભાવને અનુકૂળ એવા મહાવ્યાપારના બળથી તે મહાત્મા વીતરાગ બને છે, જેમ નાગકેતુને પૂજાકાળમાં ભગવાનની પૂજાના અવલંબનના બળથી શાસ્ત્રમર્યાદાથી અધિક એવો આત્માના અસંગભાવરૂપ તત્ત્વધર્મનો વ્યાપાર પ્રાપ્ત થયો, માટે તે નાગકેતુને સામર્થ્યયોગ પ્રાપ્ત થયો, તેના કારણે પૂજા કરતાં કરતાં જ નાગકેતુને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
વળી, અહીં ગ્રંથકારશ્રીએ સાક્ષીપાઠ તરીકે જે યોગદૃષ્ટિસમુચ્ચયના ઇચ્છાયોગાદિ ત્રણ યોગોના સ્વરૂપને