________________
૧ર૦
લલિતવિકતા ભાગ-૧ આથી જ=ીલેશી અવસ્થામાં યોગસંચાસરૂપ કારણથી જ, અયોગ=થોગનો અભાવ=માવચન-કાયા રૂપ યોગોનો અભાવ, મંત્રી આદિ યોગોની મધ્યમાં=મિત્રા આદિ આઠ યોગદષ્ટિઓની મધ્યમાં, પર=પ્રધાન યોગ ઉદાહત છે=કહેવાયો છે.
કેમ યોગનો અભાવ પ્રધાન યોગ કહેવાયો છે ? એથી કહે છે – “યોજન કરનાર હોવાથી યોગ છે, જેથી કરીને મોક્ષ સાથે યોજનના ભાવરૂપ હેતુથી, યોગનો અભાવ પ્રધાન યોગ કહેવાયો છે, એમ અવય છે.
આના=અયોગરૂપ પ્રધાન યોગના, સ્વરૂપને કહે છે – સર્વસંન્યાસલક્ષણ છે અયોગરૂપ પ્રધાન યોગ સર્વના ત્યાગ સ્વરૂપ છે; કેમ કે અધર્મ-ધર્મના સંન્યાસની પણ અહીં—અયોગરૂપ પ્રધાન યોગમાં, પરિશુદ્ધિનો ભાવ છે. “તિ' શબ્દ કથનની સમાપ્તિ માટે છે.
“ગતિ' શબ્દથી “પતંત્રયં અનાશ્રય કરીને=ઈચ્છાયોગાદિ ત્રણનો આશ્રય કર્યા વગર, વિશેષથી આનાથી ઉદ્દભવવાળી=ઈચ્છાયોગાદિ ત્રણથી ઉત્પન્ન થનારી, યોગદષ્ટિઓ કહેવાય છે, વળી, તેઓ=ને યોગદષ્ટિઓ, સામાન્યથી આઠ છે.
મિત્રા-તારા-બલા-પ્રા-સ્થિરા-કાંતા-પ્રભા-પરા : યોગદષ્ટિઓનાં નામો છે. અને લક્ષણને આ આઠ યોગદૃષ્ટિઓના સ્વરૂપને, તમે સાંભળો.” ઈત્યાદિ ગ્રંથ દશ્ય છે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથનો પાઠ જાણવો.
અહીં “ફારિ' શબ્દથી આઠ યોગદષ્ટિઓ સાથે સંલગ્ન અન્ય શ્લોકો ગ્રહણ કરવા. III ભાવાર્થ
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે “નમુત્થણે અરિહંતાણં' પદમાં અસંતુ શબ્દ પ્રાર્થના અર્થમાં છે, અને તેનાથી સ્થાપન કર્યું કે આ રીતે પ્રાર્થનાથી જ ભાવનમસ્કાર સાધ્ય છે. હવે ચૈત્યવંદન સૂત્રમાં સંપૂર્ણ યોગમાર્ગનો સંગ્રહ કયા કયા નમસ્કારના વચનથી થાય છે? એના વિષયમાં અન્ય આચાર્યો શું કહે છે ? તે બતાવે છે.
નમુત્થણે સૂત્રમાં દ્વારા બતાવેલ પ્રાર્થનાવચનને “નમુત્થણે અરિહંતાણં' પદ દ્વારા લોકોત્તરયાનવાળા સાધુઓને અને શ્રાવકોને વિશિષ્ટ લોકોત્તરયાનની પ્રાપ્તિના સાધન એવા પ્રથમ ઇચ્છાયોગને કહે છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જે સાધુઓ કે શ્રાવકો લોકોત્તર એવા ભગવાનના માર્ગને સેવી રહ્યા છે, અને તેના બળથી સંસારસાગરને તરી રહ્યા છે, તેવા જીવોને પોતાને જે લોકોત્તરમાર્ગ પ્રાપ્ત થયો છે તેના કરતાં વિશિષ્ટ એવા લોકોત્તરમાર્ગની પ્રાપ્તિનું સાધન એવો ત્રણ યોગોમાંથી પ્રથમ ઇચ્છાયોગ છે, અને તેવો ઇચ્છાયોગ શાસ્ત્રમાં “નમુત્યુણે અરિહંતાણં' પદ દ્વારા બનાવાયો છે.
અહીં પ્રશ્ન થાય કે “નમુત્થણે અરિહંતાણં' પદ દ્વારા વિશિષ્ટ લોકોત્તરયાન પ્રાપ્તિનું સાધન એવો પ્રથમ ઇચ્છાયોગ બતાવાયો છે એવું કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે –
પ્રાર્થનારૂપ ઇચ્છાયોગથી ક્રમે કરીને શાસ્ત્રયોગ અને સામર્મયોગનો ભાવ છે, માટે ઇચ્છાયોગ શાસ્ત્રયોગની