________________
નમુહુર્ણ અરિહંતાણે
૧૧૯ યથાપ્રધાન=પ્રધાનના ક્રમ પ્રમાણે, આ ઉપચાસ છે=ઉપર બતાવ્યું એ પ્રશમાદિ લિંગોના કમનું કથન છે, અને લાભ પચ્ચાનુપૂર્વથી છે=આ પ્રશમાદિ લિંગોની પ્રાપ્તિ પશ્ચાતુપૂવથી થાય છે, એ પ્રમાણે સમયવિશાસ્ત્રને જાણનારાઓ કહે છે.
આ રીતે અપૂર્વકરણનું સ્વરૂપ બતાવીને પ્રથમ અપૂર્વકરણ કેવું છે? તે બતાવ્યું, હવે દ્વિતીય અપૂર્વકરણ - કેવું છે ? તે બતાવીને તે બીજા અપૂર્વકરણમાં તાત્ત્વિક સામર્થ્યયોગ થાય છે, એમ બતાવે છે –
વળી, તે પ્રકારની કર્મસ્થિતિના તે પ્રકારના સંખ્યય સાગરોપમોના અતિક્રમથી થનારા દ્વિતીય અપૂર્વકરણમાં પ્રથમ તાત્વિક થાય છે=પ્રથમ ધર્મસંન્યાસની સંજ્ઞાવાળો સામર્થયોગ તાત્વિક અર્થાત્ પારમાર્થિક, થાય છે, કેમ કે ક્ષપકશ્રેણિવાળા યોગીને સાયોપથમિક એવા શાંત્યાદિ ધમની નિવૃત્તિ છે, આથી=સપકશ્રેણિવાળા યોગીને ક્ષયોપશમભાવના સાંત્યાદિ ધર્મનો ત્યાગ થાય છે. આથી, આ રીતે=દ્વિતીય અપૂર્વકરણમાં પ્રથમ સામર્થ્યયોગ તાત્વિક થાય છે એ રીતે, આ ઉપચાસ છે–પ્રથમ સામર્થ્યયોગનું કથન છે. તિ' કથનની સમાપ્તિમાં છે.
વળી, અતાત્વિક એવો સાવધ પ્રવૃત્તિના લક્ષણવાળો ધર્મસંન્યાસયોગ પ્રવ્રયાકાળમાં પણ થાય છે; કેમ કે પ્રવજ્યાનું જ્ઞાનયોગની પ્રતિપતિરૂ૫૫ણું છે.
આ રીતે પ્રથમ પ્રકારનો સામર્થ્યયોગ ક્યારે તાત્ત્વિક થાય છે અને ક્યારે અતાત્ત્વિક થાય છે ? તે બતાવ્યું, હવે બીજા પ્રકારનો સામર્થ્યયોગ ક્યારે થાય છે ? તે બતાવે છે –
આયોજયકરણથી ઊર્ધ્વ દ્વિતીય સામર્થયોગ થાય છે, એ પ્રકારના લલિતવિસ્તારના કથનમાં આવોખ્યાતૂર્થનો અર્થ કરે છે –
કેવલ આભોગથી કેવલજ્ઞાનના ઉપયોગથી, આયોજન કરીને=જાણીને, અચિંત્યવીર્યપણાને કારણે, તે તે પ્રકારથી તે તે કાળમાં સંપણીયતારૂપે ભવોપગાહી કર્મનું તથાઅવસ્થાનભાવથીઃકર્મો જે જે કમથી નાશ પામે તેમ હોય તે તે કમથી યોગનિરોધના ભિન્ન ભિન્ન ક્ષણના તે તે કાળમાં ખપાવવા યોગ્યપણારૂપે ભવનો ઉપગ્રહ કરનારા કર્મનું જે પ્રકારે સર્વ કર્મોનો નાશ થાય તે પ્રકારના અવસ્થામભાવથી, કરણ કૃતિ=રચવું, એ આયોજયકરણ. આ આયોજયકરણ, શૈલેશી અવસ્થાના ફળવાળું છે.
આથી જ કહે છે આયોજ્યકરણ શૈલેશી અવસ્થાના ળવાળું છે આથી જ મૂળ શ્લોકમાં ગ્રંથકારશ્રી કહે છે –
દ્વિતીય છે એ પ્રમાણે તદ્વિદથોમસંન્યાસની સંજ્ઞાવાળો સામર્થયોગ છે એ પ્રમાણે તેના જાણનારાઓ કહે છે; કેમ કે આનો=બીજા સામર્થ્યયોગનો, શલેશી અવસ્થામાં ભાવ છે. I૮ શ્લોક-ત્ની વ્યાખ્યાઃ વળી, જે કારણથી આયોજયકરણથી ઊર્ધ્વ દ્વિતીય =બીજો સામર્થયોગ, થાય છે, તસ્તુ ઇત્યાદિનો અર્થ કરે છે –