________________
નમુહુર્ણ અરિહંતાણં
૧૪ બતાવનારા નવ શ્લોકો મૂક્યા છે, તેમજ અંતે “ઇત્યાદિશબ્દથી પ્રાપ્ત એવા યોગદષ્ટિસમુચ્ચયના અન્ય બે
શ્લોકો પંજિકાકારે પંજિકામાં બતાવ્યા છે, તે સર્વ શ્લોકોનો ભાવ પ્રસ્તુત ભાવાર્થમાં ખોલ્યો નથી, તેથી જિજ્ઞાસુઓએ અમારા વડે વિવેચિત એવા યોગદષ્ટિસમુચ્ચયગ્રંથમાંથી જાણી લેવો.
વળી, ચૈત્યવંદનની ક્રિયામાં ઇચ્છાયોગાદિ ત્રણેય યોગો બતાવ્યા, તેમાં પ્રથમ “નમુત્થણે અરિહંતાણં' પદ દ્વારા ઇચ્છાયોગનું અભિધાન છે, તેથી એ પ્રાપ્ત થાય કે ચૈત્યવંદનનો પ્રારંભ કરતી વખતે ચૈત્યવંદન કરનારા મહાત્માને ઉપસ્થિત થાય કે ચૈત્યવંદનની ક્રિયા પરમાર્થથી ભાવનમસ્કારસ્વરૂપ છે, અને ભાવનમસ્કાર વિતરાગની જેમ સર્વઉદ્યમથી વીતરાગ થવાને અનુકૂળ વ્યાપારસ્વરૂપ છે અને આવો ભાવનમસ્કાર કરવાની જેઓની શક્તિ નથી તેઓ નમસ્કારની પ્રાર્થના કરીને ભાવનમસ્કારનો શક્તિસંચય કરે છે.
વળી, નમુત્થણ સૂત્રમાં “નમો જિણાણે જિયભાયાણં' પદ દ્વારા શાસ્ત્રયોગનું અભિધાન છે, તેથી તે પદ બોલતી વખતે નમસ્કાર કરનાર સાધકને ઉપસ્થિત થાય કે ખરેખર શાસ્ત્રમાં જે રીતે તીર્થકરોને નમસ્કાર કરવાનો કહ્યો છે તે રીતે જ મારે નમસ્કાર કરવો જોઈએ, અને તે પદ બોલતાં બોલતાં તે પ્રકારની સ્મૃતિના બળથી વીર્યનો પ્રકર્ષ થાય તો તે પ્રકારના વચનપ્રયોગકાળમાં જ તે સાધકને શાસ્ત્રયોગના નમસ્કારની પ્રાપ્તિ થઈ શકે છે.
અહીં પ્રશ્ન થાય કે આ બીજો નમસ્કાર શાસ્ત્રયોગનો નમસ્કાર છે તેમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે –
નિર્વિશેષથી સંપૂર્ણ ‘નમો’ માત્રનું અભિધાન છે, તેથી એ ફલિત થાય કે નમોડસ્તુ માં પ્રાર્થનારૂપ વિશેષણથી વિશિષ્ટ એવા નમસ્કારનું કથન છે, જ્યારે નમો નો નિતમયેચ્છમાં પ્રાર્થનારૂપ વિશેષણથી રહિત એવા સંપૂર્ણ નમસ્કારનું કથન છે. અર્થાત્ પ્રથમ પ્રકારના પ્રાર્થનારૂપ વિશેષણપૂર્વકના નમસ્કાર કરવાથી વિકલ નમસ્કાર થાય છે, કેમ કે તેવા નમસ્કાર વાસ્તવિક નમસ્કાર નથી, પરંતુ નમસ્કારની ઇચ્છારૂપ છે, જ્યારે બીજા પ્રકારના વિશેષણ વગરના નમસ્કાર કરવાથી સંપૂર્ણ નમસ્કાર થાય છે.
વળી, સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રમાં “ઈક્કો વિ નમુક્કારો જિણવરવસહસ્સ વદ્ધમાણસ્સ સંસારસાગરાઓ તારેઈ નર વ નારિ વા' પદ દ્વારા સામર્થ્યયોગનું અભિધાન છે, તેથી એ ફલિત થાય કે ઋષભદેવ અને મહાવીર ભગવાનનું અવલંબન લઈને વીર્યના પ્રકર્ષથી કરાયેલો નમસ્કાર તે તે ભગવાનની જેમ મોહનો નાશ કરીને વીતરાગતાનિષ્પત્તિનું કારણ છે, અને “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રથી ચૈત્યવંદન કરનારા મહાત્માને બોધ હોય છે કે “આ ચૈત્યવંદનની ક્રિયા સામાન્ય નથી, પણ જો વીર્યના પ્રકર્ષથી પરમાત્માને નમસ્કારને અનુકૂળ વ્યાપાર કરવામાં આવે તો તત્કાલ જીવને એકાંતે ઇષ્ટ એવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આવા બોધના બળથી સંચિત વીર્યવાળા થયેલા મહાત્મા અતિચારોના અત્યંત પરિહારપૂર્વક ચૈત્યવંદનનાં સૂત્રોમાં યત્ન કરી શકે છે.
લલિતવિસ્તરામાં ઉદ્ધરણની ગાથા-૬માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રાભિજ્ઞાનથી સંગત એવો સામર્થ્યયોગ છે, ત્યાં વિચારકને શંકા થાય કે શાસ્ત્રમાં મતિ આદિ પાંચ જ્ઞાન સંભળાય છે, પરંતુ પ્રાતિભ