________________
૧૧૮
લલિતવિક્તા ભાગ-૧ સર્વત્વ આદિનું સાધન છે; કેમ કે આનાથી=સામર્થયોગથી, અક્ષેપ વડેઃકાળના વિલંબન વગર, સર્વજ્ઞત્વની સિદ્ધિ છે. દા શ્લોક-૭ની વ્યાખ્યાઃ
સામર્થયોગના ભેદના અભિધાન માટે કહે છે – આસામર્થયોગ, દ્વિધા છે=બે પ્રકારવાળો છે. કઈ રીતે બે પ્રકારવાળો છે ? એથી કહે છે – ધર્મસંન્યાસયોગસંન્યાસસંક્ષિત, સંન્યાસ, નિવૃત્તિ, ઉપરમ, એ પ્રકારે એક અર્થ છે, ત્યારપછી=સંન્યાસ શબ્દનો અર્થ કર્યા પછી, ધર્મસંન્યાસરૂપ સંજ્ઞા થઈ છે આની એ ધર્મસંન્યાસસંક્ષિત, “તારાપ્તિ ફત” એ પ્રકારના વ્યાકરણના સૂત્રથી અહીં “સંસા' શબ્દને તદ્ પ્રત્યય લાગ્યો છે. એ રીતે યોગસંન્યાસરૂપ સંજ્ઞા થઈ છે આની એ યોગસંન્યાસસંક્ષિત.
આ ધર્મો કયા છે? અને યોગો કયા છે? એથી કહે છે –
સાયોપથમિક શયોપશમથી નિવૃત એવા શાંતિ આદિ, ધમાં છે, વળી, યોગો કાયાદિના કર્મ છે= વળી, યોગો કાયોત્સર્ગકરણાદિ કાયાદિના વ્યાપારો છે. આ રીતે જsઉપર બતાવ્યું એ રીતે જ, સામર્થયોગ દ્વિધા છે=બે પ્રકારનો છે.
તિ' ઉદ્ધરણના સાતમા શ્લોકની વ્યાખ્યાની સમાપ્તિમાં છે. છા શ્લોક-૮ની વ્યાખ્યાઃ
પૂર્વશ્લોકમાં વર્ણન કરેલ બે પ્રકારના સામર્થ્યયોગમાંથી જે સામર્થયોગ જયારે=જે કાળમાં, થાય છે, તેને=સામર્થયોગને, ત્યારે તે કાળમાં, અભિધાન કરવા માટે કહે છે – દ્વિતીયાપૂર્વરનો અર્થ કરે છે –
ગ્રંથિભેદના વિબંધન એવા પ્રથમ અપૂર્વકરણના વ્યવચ્છેદ માટે દ્વિતીયનું ગ્રહણ છે–તીવાપૂર્વરોમાં કિત શબ્દનું ગ્રહણ કરેલ છે; કેમ કે પ્રથમમાં=પ્રથમ અપૂર્વકરણમાં, અધિકૃત એવા સામર્થયોગની અસિદ્ધિ છે, વળી, અપૂર્વકરણ અનાદિ પણ ભવમાં તે તે ધર્મસ્થાનોમાં વર્તતા એવા જીવને તે પ્રકારે અસંજાતપૂર્વ=જે પ્રકારનો શુભ પરિણામ અત્યારે થયેલો છે તે પ્રકારે પૂર્વમાં નહીં થયેલો, ગ્રંથિભેદાદિના ફળવાળો, શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે, ત્યાં=બે પ્રકારના અપૂર્વકરણમાં પ્રથમ આમાં=પ્રથમ અપૂર્વકરણમાં, ગ્રંથિભેદ ળ છે, અને આ=ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનરૂપ ફળવાળો છે, અને સમ્યગ્દર્શન પ્રશમાદિ લિંગવાળો આત્માનો પરિણામ છે.
જે પ્રમાણે કહેવાયું છે – “પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસિક્યની અભિવ્યક્તિના લક્ષણવાળું તત્ત્વાર્થનું શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે.”
ત્તિ' યથોથી બતાવેલ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ઉદ્ધરણમાં પ્રશમાદિ ક્રમ બતાવ્યો તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –