________________
૧૧૬
લલિતવિસ્તરા ભાગ-૧ ખરેખર અપટુ=પટુબોધ વગરના જીવો, અતિચારોના દોષોને જાણનારા હોતા નથી, એથી કાલાદિના વૈકલ્યથી અબાધામાં તીવ્રબોધ હેતુપણારૂપે ઉપન્યસ્ત છે=પ્રસ્તુત શ્લોકમાં મુકાયો છે. અરા શ્લોક-૩ની વ્યાખ્યાઃ હવે સામર્થ્યયોગના લક્ષણ= સ્વરૂપને, કહે છે –
શાસ્ત્રમાં સંદર્શિત ઉપાયવાળો–સામાન્યથી શાસ્ત્રમાં અભિહિત ઉપાયવાળો; કેમ કે સામાન્યથી શાસ્ત્રમાં તેઓનું અભિધાન છે=સામાન્યથી મોહના ઉચ્છેદના ઉપાયોનું કથન છે. તેનાથી અતિક્રાંત ગોચરવાળોત્રશાસ્ત્રથી અતિક્રાંત વિષયવાળો,
કયા કારણથી ? અર્થાત્ સામર્થયોગ શાસ્ત્રથી અતિક્રાંત વિષયવાળો કયા કારણથી છે? એથી કહે છે –
શક્તિના ઉદ્રકને કારણે શક્તિના પ્રાબલ્યને કારણે, વિશેષથી શાસ્ત્રથી અતિક્રાંતગોચરવાળો, પરંતુ સામાન્યથી શાસ્ત્રથી અતિક્રાંતગોચરવાળો નહીં, કેમ કે શાસ્ત્રનું સામાન્યથી ફળમાં પર્યાવસાનપણું છે.
સામથ્થુખ્ય આ=સામર્થયોગના અભિધાનવાળો આ યોગ, ઉત્તમ છે=સવમાં પ્રધાન છે; કેમ કે અક્ષેપથી=ક્ષેપ વગર, પ્રધાન ફળનું કારણ પણું છે.
ત્તિ ઉદ્ધરણના ત્રીજા શ્લોકની વ્યાખ્યાની સમાપ્તિ માટે છે. Imall શ્લોક-૪ની વ્યાખ્યા :
આવા સમર્થન માટે જ કહે છે–પૂર્વશ્લોકમાં કહ્યું કે સામર્થયોગ વિશેષથી શાસ્ત્રથી અતિક્રાંત વિષયવાળો છે એવું સમર્થન કરવા માટે જ કહે છે –
સિદ્ધિ આખ્યપદની સંપ્રાપ્તિના હેતભેદો મોક્ષના અભિધાનવાળા પદની સંપ્રાપ્તિના કારણવિશેષરૂપ સમ્યગ્દર્શનાદિ, તત્વથી=પરમાર્થથી, શાસ્ત્રથી જ=આગમથી જ, જણાતા નથી.
અને આ રીતે પણ શાસ્ત્રનું વૈયર્થ નથી=મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષ તત્વથી શાસ્ત્રથી જ જણાતા નથી એ રીતે પણ શાસ્ત્રનું વ્યર્થપણું નથી, એથી કહે છે –
અહીં લોકમાં, યોગીઓ વડે સાધુઓ વડે, સર્વથા જ=સર્વ જ પ્રકારો વડે, મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષો શાસ્ત્રથી જ જણાતા નથી, એમ અવય છે; કેમ કે તેઓનું મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષોનું, અનંત ભેદપણું છે. “તિઉદ્ધરણના ચોથા શ્લોકની વ્યાખ્યાની સમાપ્તિ માટે છે. Iકા શ્લોક-પની વ્યાખ્યા :
સર્વથા તેઓનો પરિચ્છેદ શાસ્ત્રથી જ અભ્યપગમ કરાતે છતે સર્વ પ્રકારો વડે મોક્ષપ્રાપ્તિના ઉપાયવિશેષોનો બોધ શાસ્ત્રથી જ સ્વીકારાતે છતે, દોષને કહે છે –
સર્વથા અક્ષેપફળસાધકત્વ આદિ સર્વ પ્રકારો વડે, તેના પરિચ્છેદથી શાસ્ત્રથી જ સિદ્ધિ આખ્યપદની