________________
નમુત્યુસં અરિહંતાણં
૧૧૫ આના દ્વારા=આગમ દ્વારા, તત્વ જણાય છે, એથી કરીને “અર્થ’ શબ્દ 'આગમ'ના વચનવાળો છે='અર્થ' શબ્દ 'આગમ'ને કહેનારો છે.
લયોપશમના વચિત્રથી આ પણ ક્યારેક અજ્ઞાની જ હોય છે=જીવતા કર્મના ક્ષયોપશમના વિવિધપણાથી સાંભળેલ આગમવાળો અને નિર્ચાજ કરવાની ઈચ્છાવાળો જીવ પણ કોઈક વખત અજ્ઞાની જ હોય છે, આથી કહે છે –
જ્ઞાનીનો પણ=અવગત અનુષ્ક્રય તત્વવાળાનો પણ=જાણ્યું છે આચરવા યોગ્ય તત્વ જેણે એવા કરવાની ઈચ્છાવાળા જીવનો પણ.
આવા પ્રકારના છતાનો પણ=સાંભળેલ અર્થવાળા, જ્ઞાની, એવા પ્રકારના કરવાની ઇચ્છાવાળા જીવનો પણ, શું? એથી કહે છે –
પ્રમાદથી=વિકથા આદિપ પ્રમાદથી, વિકલ=કાલાદિના વિકલપણાને આશ્રયીને અસંપૂર્ણ, એવો જે=વંદનાદિના વિષયવાળો, ધર્મનો યોગ=ધર્મનો વ્યાપાર, તે ઈચ્છાયોગ કહેવાય છે.
પૂર્વે કહ્યું કે ઇચ્છાપ્રધાન એવો યોગ એ ઇચ્છાયોગ છે, તેથી પ્રશ્ન થાય કે ઇચ્છાયોગમાં ઇચ્છાનું પ્રધાનપણું શું છે ? તે સ્પષ્ટ કરવા હેત આપે છે –
અને આનું=ઈચ્છાયોગનું, ઈચ્છાપ્રધાનપણું, તે પ્રકારના કાલાદિમાં અકરણથી છે=જે પ્રકારના કાલાદિમાં વંદનાદિ વિષયક ધર્મનો વ્યાપાર કરવાનો કહ્યો છે તે પ્રકારના કાલાદિમાં ધર્મનો વ્યાપાર નહીં કરવાથી છે.
જિ' ઉદ્ધરણના પ્રથમ શ્લોકની વ્યાખ્યાની સમાપ્તિમાં છે. [૧] શ્લોક-૨ની વ્યાખ્યાઃ શાસ્ત્રયોગના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે – વળી, શાસ્ત્રયોગ એટલે શાસ્ત્રપ્રધાન યોગ શાસ્ત્રયોગ છે, પ્રક્રમથી આના વિષયવાળો વ્યાપાર જ શાસ્ત્રના વિષયવાળો વ્યાપાર જ, શાસ્ત્રયોગ છે એમ જાણવું, એમ અવય છે. વળી, તે શાસ્ત્રયોગ, અહીંયોગતંત્ર વિષયક=યોગશાસ્ત્ર વિષયક યથાશક્તિ શક્તિને અનુરૂપ, અપ્રમાદીનોત્રવિકથા આદિ પ્રમાદથી રહિતનો,
આ જ વિશેષ કરાય છે યથાશક્તિ અપ્રમાદી જીવ જ વિશેષિત કરાય છે – શ્રાદ્ધનો=તે પ્રકારના મોહતા અપગમથી સ્વાના સંપ્રત્યયાત્મિકાદિ શ્રદ્ધાવાળાનો, હેતુભૂત એવા તીવ્રબોધને કારણે તે પ્રકારે=કાલાદિના વૈકલ્યની અબાધારૂપે, વચનથી આગમથી, અવિકલ અખંડ જાણવો.
અહીં તે પ્રકારે વચનથી અવિકલ ધર્મવ્યાપારને શાસ્ત્રયોગ કહેવામાં તીવ્રબોધને હેતુપણારૂપે કેમ મૂક્યો ? એમાં યુક્તિ આપે છે –