________________
નમુત્યુસં અરિહંતાણં પારકાનું હિત કરવામાં નિરત હોય, જેથી શ્રોતાની ભૂમિકા અનુસાર જે જે સ્થાનમાં શ્રોતાને સ્વયં જિજ્ઞાસા ન થતી હોય ત્યાં જિજ્ઞાસાનું ઉભાવન કરીને શાસ્ત્રનો પરમાર્થ બતાવનારા હોય. વળી, શ્રોતાની પૃચ્છાની પ્રવૃત્તિથી શ્રોતાના આશયો જાણીને તેના આશયને અનુરૂપ તેનું હિત થાય તે રીતે ઉપદેશ આપનારા હોય. તેવા ગુરુ પાસેથી ચૈત્યવંદનનાં સૂત્રોનું વ્યાખ્યાનશ્રવણ કરવામાં આવે તો તે જિજ્ઞાસુ શ્રોતાને પરમગુરુના સ્વરૂપનો અને તીર્થકરોને કરાતી વંદનની ક્રિયા ધર્મનિષ્પત્તિનું કારણ કઈ રીતે છે ? તેનો પારમાર્થિક બોધ થાય છે.
(૩) વિધિપરતા ઃ જિજ્ઞાસુ શ્રોતાને ગુણવાન ગુરુનો યોગ થયા પછી તે શ્રોતા કઈ રીતે વ્યાખ્યાનના શ્રવણની ક્રિયા કરે તો તેને ચૈત્યવંદન સૂત્રના પરમાર્થનો સમ્યગુ બોધ થાય ? તે બતાવવા હવે ‘વિધિપરતા” નામનું વ્યાખ્યાનું ત્રીજું અંગ બતાવે છે –
ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાનું શ્રવણ કરતી વખતે શ્રવણવિધિનાં આઠ અંગો છે. (૧) વ્યાખ્યાનમાંડલીમાં પ્રયત્ન, (૨) ગુરુની અને અક્ષની નિષદ્યાના સ્થાપનમાં પ્રયત્ન, (૩) ઉચિત આસન ઉપર અક્ષના સ્થાપનમાં પ્રયત્ન, (૪) ‘અક્ષરોમાં રહેલ ‘મદિ' પદથી ગુરુના વંદનમાં પ્રયત્ન, (૫) જ્યેષ્ઠના અનુક્રમનું પાલન, () ઉચિત આસનની ક્રિયા, (૭) સર્વથા વિક્ષેપનો સત્યાગ, (૮) ઉપયોગની પ્રધાનતા. આ શ્રવણની વિધિ છે.
જિજ્ઞાસુ શ્રોતા ચૈત્યવંદનનું વ્યાખ્યાન સાંભળતી વખતે શાસ્ત્રોક્ત મર્યાદાનુસાર માંડલીમાં બેસે, તે વખતે એક આસન ગુરુ માટે સ્થાપન કરે અને બીજું આસન સ્થાપનાચાર્યજી માટે સ્થાપન કરે, ત્યારપછી સ્થાપનાચાર્યજીના આસન ઉપર સ્થાપનાચાર્યજીનું સ્થાપન કરે, ત્યારપછી ગુણવાન એવા ગુરુને વંદન કરીને જ્યેષ્ઠ સાધુઓના અનુક્રમના પાલનપૂર્વક ઉચિત સ્થાને બેસે અને શ્રવણને અનુકૂળ ઉચિત આસનથી બેસે, પરંતુ યથા-તથા બેસે નહીં. વળી, શ્રવણકાળમાં સર્વપ્રકારના ઇન્દ્રિયોના અને ચિત્તના વિક્ષેપોનો પરિહાર કરે અને ચૈત્યવંદનના પરમાર્થને જાણવાને અનુકૂળ ઉપયોગની પ્રધાનતાપૂર્વક શ્રવણ કરે. આ પ્રકારની વ્યાખ્યાનશ્રવણની વિધિનું પાલન કરવાથી તે વ્યાખ્યાન સમ્યક્ પરિણમન પામે છે, અને આ પ્રકારની શ્રવણવિધિ કલ્યાણની પરંપરાનો હેતુ છે, માટે જે શ્રોતા આ વિધિપૂર્વક વ્યાખ્યાનું શ્રવણ કરે છે તેને નિયમથી ઉપદેશકના વચનથી સમ્યજ્ઞાન થાય છે; કેમ કે આ પ્રકારની શ્રવણની વિધિ સમ્યજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે, અને ઉપાય ઉપેયનો વ્યભિચારી હોય નહીં; કેમ કે જે શ્રવણવિધિરૂપ ઉપાયથી સમ્યજ્ઞાનરૂપ ઉપેય પ્રાપ્ત થતું ન હોય તેને ઉપાય કહી શકાય નહીં, અને જે શ્રોતા આ સર્વ વિધિના પાલનપૂર્વક વ્યાખ્યાનના શ્રવણમાં યત્ન કરે છે, તે શ્રોતાને તેના ક્ષયોપશમને ધ્યાનમાં રાખીને ઉપદેશક તે જ પ્રમાણે સૂત્રના અર્થો આપે છે, જેથી સ્વશક્તિ અનુસાર તે શ્રોતાને અવશ્ય સમ્યગુ બોધ થાય છે.
(૪) બોધપરિણતિઃ જિજ્ઞાસુ શ્રોતા યોગ્ય ગુરુ પાસે વિધિપૂર્વક વ્યાખ્યાનનું શ્રવણ કરે તેનાથી તેનામાં બોધની પરિણતિ પ્રગટે છે, તેથી તે બોધની પરિણતિ કેવા પ્રકારની છે ? તે બતાવવા હવે બોધપરિણતિ નામનું વ્યાખ્યાનું ચોથું અંગ બતાવે છે –
બોધપરિણતિ સમ્યજ્ઞાનની સ્થિરતારૂપ છે, તેથી બોધની પરિણતિવાળા શ્રોતાને ભગવાને જે ક્રિયાની