________________
૮૬
લલિતવિસ્તરા ભાગ-૧ અહીં પ્રશ્ન થાય કે પ્રાજ્ઞ શ્રોતાને ‘વંદન' શબ્દનો અર્થ જાણવાની ઇચ્છા કેમ થાય છે ? તેથી કહે છે – વિચારક શ્રોતા વિચારે છે કે સમ્યજ્ઞાન વગર સમ્યક ક્રિયા થતી નથી; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન છે, પછી જીવદયાના પાલનરૂપ ધર્મની ક્રિયા છે, તેથી જો હું “યંદન'નો અર્થ જાણીશ નહીં તો સમ્યક વંદન કરી શકીશ નહીં, તેથી યોગ્ય શ્રોતા “વંદન' શબ્દના અર્થને જાણવાને અભિમુખ પરિણામવાળા થાય છે. વળી, આવી જિજ્ઞાસા કોને થાય ? તે બતાવે છે –
આ જિજ્ઞાસા કર્મના વિશિષ્ટ ક્ષય-ક્ષયોપશમના નિમિત્તવાળી છે, તેથી મિથ્યાદૃષ્ટિ જીવોને આવી જિજ્ઞાસા થતી નથી, એમ શાસ્ત્ર જાણનારાઓ કહે છે.
આશય એ છે કે જે જીવોના દર્શનમોહનીય કર્મનો વિશિષ્ટ પ્રકારે ક્ષય કે ક્ષયોપશમ થયો છે તે જીવોને જીવની કદર્શનારૂપ સંસાર દેખાય છે, અને સંસારથી પાર પામવાનો ઉપાય ધર્મ દેખાય છે, અને ધર્મની નિષ્પત્તિનું મૂળભૂત કારણ તીર્થંકરોને વંદનારૂપ ચૈત્યવંદનની ક્રિયા દેખાય છે, આમ છતાં તેઓને ચૈત્યવંદનની ક્રિયા કરવાથી ધર્મની નિષ્પત્તિ કઈ રીતે થાય ? તેનો સ્પષ્ટ નિર્ણય થયો નથી, તેથી તેઓને તે જાણવાની જિજ્ઞાસા થાય છે, અને ચૈત્યવંદનના પરમાર્થને જાણવાની તીવ્ર જિજ્ઞાસાથી તે નિર્મલદૃષ્ટિવાળા સમ્યગ્દષ્ટિ જીવો ગુણવાન ગુરુ પાસેથી જાણવા યત્ન કરે છે, જેથી તેઓને ચૈત્યવંદનના પરમાર્થનો સમ્યફ બોધ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિમાં વર્તતી જિજ્ઞાસા એ વ્યાખ્યાનું પ્રથમ અંગ છે.
(૨) ગુરુયોગઃ ચૈત્યવંદન સૂત્રનો પરમાર્થ જાણવાની જિજ્ઞાસા થયા પછી તે યોગ્ય શ્રોતાને કેવા ગુરુનો યોગ થાય તો તેને સમ્યગુ બોધ થાય? તે બતાવવા હવે ‘ગુરુયોગ' નામનું વ્યાખ્યાનું બીજું અંગ બતાવે છે.
પૃપતિ શાસ્ત્રતત્ત્વ કૃતિ : એ પ્રકારની ગુરુ શબ્દની વ્યુત્પત્તિ છે, અને તેવા યથાર્થ નામવાળા ગુરુ હંમેશાં સ્વ-પરનાં શાસ્ત્રો જાણનારા હોય છે, પારકાનું હિત કરવામાં નિરત હોય, શ્રોતાના આશયને જાણીને તેની યોગ્યતા અનુસાર સૂત્રોનું વ્યાખ્યાન કરનારા હોય, આવા ગુરુ સાથે જિજ્ઞાસુ શ્રોતાનો સંબંધ થાય તો તે ગુરુના વ્યાખ્યાનથી તે શ્રોતાને સમ્યગુ બોધ થાય અને જો તેવા ગુરુથી વિપરીત ગુરુ સાથે સંબંધ થાય તો તે વિપરીત ગુરુના વ્યાખ્યાનથી તે શ્રોતાને વિપરીત બોધ થાય, માટે તેવા ગુરુ પાસેથી સાંભળેલું વ્યાખ્યાન અવ્યાખ્યાન જ છે.
આ વાતને દૃષ્ટાંતથી બતાવે છે – જેમ અભક્ષ્ય એવા માંસાદિ ખાવાથી અનર્થ ફળ મળે છે અથવા અસ્પૃશ્ય એવા ચાંડાલાદિને સ્પર્શવાથી અનર્થ ફળ મળે છે, તેમ ઉપરમાં કહેલા ગુણોથી રહિત ગુરુ પાસેથી વ્યાખ્યાનશ્રવણ કરાય નહીં છતાં તેઓ પાસેથી વ્યાખ્યાનશ્રવણ કરવાથી અનર્થ ફળ મળે છે, આ પ્રકારે પરિભાવન કરવું જોઈએ.
આનાથી એ ફલિત થાય કે જિજ્ઞાસુ શ્રોતાએ શાસ્ત્રનો પરમાર્થ જાણવા માટે એવા ગુરુની ગવેષણા કરવી જોઈએ કે જેઓ સ્વ-પર દર્શનના પરમાર્થને જાણનારા હોય, જેથી અન્ય સર્વ કરતાં જૈનદર્શન કઈ રીતે શ્રેષ્ઠ છે તે, શ્રોતાને શબ્દથી નહીં પણ યુક્તિયુક્ત પદાર્થ બતાવવા દ્વારા સ્પષ્ટ કરતા હોય, અને જગતમાં તીર્થકરો સન્માર્ગ બતાવનારા છે એમ કહીને તીર્થંકરનું પારમાર્થિક સ્વરૂપ બતાવતા હોય. વળી,