________________
૧૦૮
લલિતવિસ્તાર ભાગ-૧ અનેક પણ દેખાય છે અર્થાત્ સાધના દ્વારા મુક્ત થયેલા આત્મા એક દેખાય છે અને જુદા જુદા દેહને આશ્રયીને આત્મા અનેક દેખાય છે, પરંતુ પરમાર્થથી આત્મા અનેક નથી પણ એક છે.
આ પ્રકારના આત્માના વૈતના વ્યવચ્છેદ માટે પ્રસ્તુત સૂત્રમાં બહુવચનનો પ્રયોગ છે અર્થાત્ ભિન્ન ભિન્ન દર્શનકારોમાંથી કેટલાક દર્શનકારો જ્ઞાનાદ્વૈત માને છે, કેટલાક શબ્દાદ્વૈત માને છે, અને કેટલાક બ્રહ્માદ્વૈત માને છે અર્થાત્ આત્માદ્વૈત માને છે, તેમાંથી આત્માદ્વૈત મતના વ્યવચ્છેદ માટે “અરિહંતાણં' પદમાં બહુવચનનો પ્રયોગ છે; કેમ કે “ઘણા અરિહંતોને નમસ્કાર થાઓ” એમ કહેવાથી “આત્મા એક છે.” એ પ્રકારના આત્માદ્વૈતનો વ્યવચ્છેદ ઘટે છે, પરંતુ જ્ઞાનાદ્વૈત કે શબ્દાદ્વૈતનો વ્યવચ્છેદ ઘટતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય કે જગતમાં અત્યાર સુધી ઘણા તીર્થંકરો થયા, વર્તમાનમાં પણ ઘણા તીર્થકરો વિદ્યમાન છે અને ભવિષ્યમાં પણ ઘણા તીર્થંકરો થશે, તેથી અરિહંતો ઘણા છે, અને જ્યારે અરિહંતો જ ઘણા હોય ત્યારે જગતમાં એક જ આત્મા છે એ મતનો વ્યવચ્છેદ થાય છે.
વળી, ઘણા તીર્થકરોને નમસ્કાર કરવામાં આવે તો ભાવનો પ્રકર્ષ થવાથી નમસ્કાર કરનાર મહાત્માને ફળનો અતિશય થાય છે, તે બતાવવા માટે પણ પ્રસ્તુત સૂત્રમાં “અરિહંતાણં' પદમાં બહુવચનનો પ્રયોગ કરેલ છે. આશય એ છે કે સામાન્યથી જેમ એક ભગવાનની પૂજા કરવા કરતાં અનેક ભગવાનની પૂજા કરવામાં આવે તો ભાવનો પ્રકર્ષ થાય છે, તેમ એક તીર્થકરને નમસ્કાર કરવા કરતાં અનેક તીર્થકરોને નમસ્કાર કરવામાં આવે તો ભાવનો ઉત્કર્ષ થાય છે, તેથી “ઘણા તીર્થકરોને નમસ્કાર થાઓ” એમ બોલવાથી નમસ્કાર કરનારને ફળનો અતિશય પ્રાપ્ત થાય છે, એમ બતાવવા માટે પ્રસ્તુત પદમાં બહુવચનનો પ્રયોગ છે.
વળી, બહુવચનનો પ્રયોગ અદ્વૈતના વ્યવચ્છેદ માટે અને ફલાતિશય જણાવવા માટે છે, તે વિષયમાં નયવાદની દૃષ્ટિરૂપ પ્રતિપક્ષના વિકલ્પપૂર્વક ભાવાર્થને આશ્રયીને ગ્રંથકારશ્રી “નમો જિણાણે જિયભયાણ એ પ્રકારના ચરમ આલાવામાં સ્પષ્ટતા કરશે, તેથી પ્રસ્તુતમાં તેની ચર્ચા કરેલ નથી.
પૂર્વે ગ્રંથકારશ્રીએ નમુત્થણે અરિહંતાણં' પદનો અર્થ કરતાં કહ્યું કે તુ શબ્દનો પ્રાર્થના અર્થ છે, અને પ્રાર્થના કરવાથી દુ:સાધ્ય એવો ભાવનમસ્કાર પ્રાપ્ત થાય છે, તેના વિષયમાં અન્ય આચાર્યો શું કહે છે ? તે બતાવે છે – લલિતવિસરાઃ
अन्ये त्वाहुः 'नमोऽस्त्वर्हद्भ्यः' इत्यनेन प्रार्थनावचसा तत्त्वतो लोकोत्तरयानवतां तत्साधनं प्रथममिच्छायोगमाह- ततः शास्त्रसामर्थ्ययोगभावात्, सामर्थ्ययोगश्चानन्तर्येण महाफलहेतुरिति योगाचार्याः। अथ क एते इच्छायोगादयः? उच्यते, अमी खलु न्यायतन्त्रसिद्धा इच्छादिप्रधानाः क्रियया विकलाविकलाधिकास्तत्त्वधर्मव्यापाराः। उक्तं च,
"कर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ।।१।।