________________
૧૧૦
લલિતવિસ્તરાર્થ :
વળી, અન્ય કહે છે
=
‘અરિહંતોને નમસ્કાર થાઓ' એ પ્રકારના આ પ્રાર્થનાવચનથી તત્ત્વથી=પરમાર્થથી, લોકોત્તર યાનવાળા મહાત્માઓને તેના સાધનરૂપ=વિશિષ્ટ એવા લોકોત્તરસ્યાનના સાધનરૂપ, પ્રથમ ઈચ્છાયોગને કહે છે=નમુન્થુણં સૂત્ર બતાવે છે; કેમ કે તેનાથી=ઇચ્છાયોગથી, શાસ્ત્રયોગનો અને સામર્થ્યયોગનો ભાવ છે.
લલિતવિસ્તરા ભાગ-૧
ઉપર કહ્યું કે પ્રાર્થનાવચનથી ઇચ્છાયોગને કહે છે અને તેમાં હેતુ બતાવ્યો કે ઇચ્છાયોગથી શાસ્ત્રયોગનો અને સામર્થ્યયોગનો ભાવ છે, ત્યાં વિચારકને પ્રશ્ન થાય કે નમસ્કાર કરવાની ઇચ્છા એ ઇચ્છાયોગ છે અને નમસ્કારની શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ એ શાસ્ત્રયોગ છે, એટલો અર્થ સામાન્યથી પ્રાપ્ત થાય, પરંતુ સામર્થ્યયોગ શું છે ? આ પ્રકારની જિજ્ઞાસાથી તે બે યોગ કરતાં સામર્થ્યયોગ પૃથગ્ બતાવવા કહે છે
અને સામર્થ્યયોગ અનંતરપણાથી મહાફ્ળનો હેતુ છે, એ પ્રમાણે યોગાચાર્યો કહે છે. પૂર્વના કથનથી ઇચ્છાયોગ-શાસ્ત્રયોગ-સામર્થ્યયોગ એમ ત્રણ યોગોની પ્રાપ્તિ થઈ, તેથી જિજ્ઞાસા થાય કે ઇચ્છાયોગાદિ શું છે ? તે પ્રકારે પ્રશ્ન કરીને તેનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે
-
-
અથથી પ્રશ્ન કરે છે આ ઈચ્છાયોગાદિ શું છે ? કહેવાય છે=તે પ્રશ્નનો ગ્રંથકારશ્રી દ્વારા ઉત્તર અપાય છે, ખરેખર આ=ઇચ્છાયોગાદિ, ન્યાયતંત્રમાં સિદ્ધ, ઈચ્છાદિ પ્રધાન, ક્રિયાથી વિકલ-અવિકલ-અધિક એવા તત્ત્વધર્મના વ્યાપારો છે=આત્માના પારમાર્થિક સ્વરૂપની નિષ્પત્તિને અનુકૂળ એવા ધર્મના વ્યાપારો છે.
અને કહેવાયું છે=ઇચ્છાયોગાદિનું સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથમાં કહેવાયું છે
“શ્રૃતાર્થવાળા=સાંભળેલ છે આગમ જેણે એવા, કરવાની ઇચ્છાવાળા=ધર્મનાં અનુષ્ઠાનો કરવાની ઇચ્છાવાળા, જ્ઞાનીનો પણ પ્રમાદથી વિકલ=અસંપૂર્ણ, એવો જે ધર્મયોગ=ધર્મનો વ્યાપાર, તે ઇચ્છાયોગ કહેવાય છે. IIII
વળી, અહીં=યોગશાસ્ત્ર વિષયક, યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધનો તીવ્ર બોધને કારણે તે પ્રકારે વચનથી અવિકલ=શાસ્ત્રવચનથી સંપૂર્ણ, એવો શાસ્ત્રયોગ જાણવો. રા
શાસ્ત્રમાં સંદર્શિત ઉપાયવાળો, શક્તિના ઉદ્રેકને કારણે=શક્તિની પ્રબળતાને કારણે, વિશેષથી તેનાથી અતિક્રાંત ગોચરવાળો=શાસ્ત્રથી અતિક્રાંત વિષયવાળો, સામર્થ્ય આખ્ય ઉત્તમ એવો આ છે–સામર્થ્ય નામનો સર્વમાં પ્રધાન એવો યોગ છે. II3II
અહીં=લોકમાં, સિદ્ધિ આખ્ય પદની સંપ્રાપ્તિના હેતુભેદો=મોક્ષ નામના પદની પ્રાપ્તિના કારણ-વિશેષો, તત્ત્વથી=પરમાર્થથી, યોગીઓ વડે શાસ્ત્રથી જ સર્વથા જ જણાતા નથી. II૪।।
સર્વથા તેના પરિચ્છેદથી=સર્વ પ્રકારે મોક્ષપદની પ્રાપ્તિના હેતુભેદોના જ્ઞાનથી, સાક્ષાત્કારિત્વનો યોગ થવાને કારણે તેને સર્વજ્ઞત્વની સંસિદ્ધિ હોવાથી=શ્રોતૃયોગીને સર્વજ્ઞપણાની પ્રાપ્તિ હોવાથી, ત્યારે=શ્રવણકાળમાં જ, સિદ્ધિપદની પ્રાપ્તિ હોવાથી મોક્ષપદની પ્રાપ્તિના હેતુભેદો શાસ્ત્રથી જ સર્વથા જ જણાતા નથી, એમ