________________
૧૦૭
નમુત્યુસં અરિહંતાણે પંજિકાર્ચ -
“અતિવ્યવસેનેતિ ભાવનો તિ અઢતના વ્યવચ્છેદથી એટલે બે પ્રકારને ઈત=પ્રાપ્ત, દ્વીત છે, તેનો ભાવ Àત છે, તેના વિપર્યયથીeતના વિપર્યયથી, અદ્વૈત એક પ્રકારપણું. તેને એક કહે છે અને કેટલાક દર્શનકારો કહે છે –
ખરેખર એક જ ભૂતાત્મા દેહ દેહમાં દરેક શરીરમાં, પ્રતિષ્ઠિત છે=રહેલો છે, અને એકધા અથવા બહુધા પણ=આત્મા એક પ્રકારનો અથવા બહુ પ્રકારનો પણ, જલમાં ચંદ્રની જેમ દેખાય છે. જ્ઞાનશબ્દ આદિ અઢતનું બહુત્વ હોતે છતે પણ આત્મા-અઢત જ, અહીં વ્યવચ્છેદ્ય છે–પ્રસ્તુત નમુત્યુર્ણ સૂત્રમાં રહેલ ‘અરિહંતાણં' પદથી વ્યવચ્છેદ કરવા યોગ્ય છે; કેમ કે અહંદુબહુત્વથી=અરિહંતાણં પદવી પ્રાપ્ત એવા અરિહંતોના બહુપણાથી, તેના જ=આત્માતના જ, વ્યવચ્છેદ્યપણાની ઉપપતિ છે.
અને ફલાતિશયના શાપનાર્થે એટલે લનો અતિશય=ભાવનાનો ઉત્કર્ષ, તેને જણાવવા માટે બહુવચન છે, એમ અવય છે. ભાવાર્થ -
નમુત્યુર્ણ સૂત્રમાં કરેલ મસ્તુ શબ્દનો પ્રયોગ ઉચિત છે, તેનું ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. હવે નમ: શબ્દના યોગમાં ચતુર્થી વિભક્તિ વપરાય છે, છતાં પ્રસ્તુત “નમુત્થણે અરિહંતાણં' પદમાં ષષ્ઠી વિભક્તિ કેમ વાપરી છે? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત સૂત્ર પ્રાકૃત ભાષામાં છે, અને પ્રાકૃતભાષાની શૈલી પ્રમાણે પ્રસ્તુત પદમાં ચતુર્થી વિભક્તિના અર્થમાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરેલ છે. વળી, તેમાં ગ્રંથકારશ્રી સાક્ષી આપે છે કે પ્રાકૃતમાં દ્વિવચનનો પ્રયોગ બહુવચનથી થાય છે અને ચતુર્થી વિભક્તિનો પ્રયોગ ષષ્ઠી વિભક્તિથી થાય છે. વળી, તેમાં દૃષ્ટાંત આપે છે કે “બે હાથ અને બે પગ' એમ બતાવવા પ્રાકૃતમાં હત્યા તદ પાયા એમ બહુવચનનો પ્રયોગ થાય છે, પરંતુ દ્વિવચનનો પ્રયોગ થતો નથી, તેમજ “દેવાધિદેવને નમસ્કાર થાઓ” એ વાક્યમાં નમ:ના યોગમાં ચતુર્થી વિભક્તિ બતાવવા પ્રાકૃતમાં દેવદિવાળે એમ ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય છે, તે રીતે પ્રસ્તુત સૂત્રમાં અરિહંતા પદમાં નમ:ના યોગમાં ચતુર્થી વિભક્તિ બતાવવા ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કરેલ છે.
વળી, “અરિહંતાણં' પદમાં બહુવચનનો પ્રયોગ બે અર્થ બતાવવા માટે છેઃ (૧) આત્માદ્વૈતના પરિહાર માટે (૨) નમસ્કાર કરનારને પ્રાપ્ત થતો ફળનો અતિશય બતાવવા માટે.
હવે “અદ્વૈત' શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે કે જેમાં બે પ્રકાર હોય તે દ્રીત કહેવાય અને તેનો ભાવ હેત કહેવાય અને તેનાથી વિપરીત અદ્વૈત કહેવાય અર્થાત્ અદ્વૈત એટલે એકપ્રકારપણું. અને તેમાં પંજિકાકાર સાક્ષી આપે છે કે કેટલાક દર્શનકારો આત્માનો અદ્વૈત માને છે અર્થાતુ આ જગતમાં એક જ આત્મા છે એમ માને છે, અને તેઓ કહે છે કે એક ભૂતાત્મા જુદા જુદા દેહમાં પ્રતિષ્ઠિત છે, જેમ પાણીમાં પ્રતિબિંબિત થતો ચંદ્ર એક અથવા અનેક પણ દેખાય છે, તેમ દેહમાં પ્રતિષ્ઠિત એવો આત્મા એક અથવા