________________
નમુહુર્ણ અરિહંતાણ
૧૦૫ કારણ છે, અને આ રીતે ભગવાનની પુષ્પપૂજા કર્યા પછી સંચિત વીર્યવાળા શ્રાવકો ઉત્તમ ફળ, નૈવેદ્ય, નૃત્ય આદિ દ્વારા જે અગ્રપૂજા કરે છે તેનાથી તેમનામાં વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ અતિશય પ્રકર્ષવાળો થાય છે, આથી પુષ્પપૂજા કરતાં આમિષપૂજા અધિક શ્રેષ્ઠ છે.
વળી, ત્યારપછી શ્રાવકો ભગવાનના ગુણગાનરૂપ ચૈત્યવંદન કરે છે કે સ્તુતિ-સ્તવનાદિ બોલે છે તે સર્વ સ્તોત્રપૂજા છે. તેના દ્વારા વીતરાગના ગુણોના સ્મરણપૂર્વક વિતરાગના ગુણોને અભિમુખ જવાનો મહાઉદ્યમ થાય છે, તેથી પૂર્વની બે પૂજા કરતાં આ સ્તોત્રપૂજા વિશેષ નિર્જરાનું કારણ હોવાથી અધિક શ્રેષ્ઠ છે.
વળી, પ્રતિપત્તિપૂજા ભગવાનના ઉપદેશની અવિકલ એવી પાલનારૂપ છે, તેથી ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મુનિ દેહથી માંડીને સર્વ બાહ્ય પદાર્થોથી નિરપેક્ષ થઈને વીતરાગના વચનાનુસાર સમભાવની વૃદ્ધિમાં ઉદ્યમ કરે છે તે પ્રતિપત્તિપૂજા છે, જે સર્વથી શ્રેષ્ઠ પૂજા છે, અને પરિપૂર્ણ પ્રકર્ષવાળી પ્રતિપત્તિપૂજા વીતરાગમાં છે; કેમ કે વીતરાગનું વચન વીતરાગ થવાનો ઉપદેશ આપે છે અને તે વીતરાગવચનનું પૂર્ણ પાલન ઉપશાંતમોહવાળા કે ક્ષીણમોહવાળા વીતરાગ એવા મુનિ કરે છે, અને તેથી તેવી પ્રતિપત્તિપૂજાની પ્રાપ્તિ માટે ભાવનમસ્કારવાળા મુનિ પણ “નમો સ્તુ' એ પ્રકારની પ્રાર્થના કરે છે..
અહીં કોઈને પ્રશ્ન થાય કે પૂજાનો ઉપરમાં બતાવ્યો એ ક્રમ છે અને છેલ્લી પ્રતિપત્તિપૂજાનો પ્રકર્ષ ઉપશાંતમોહવાળા કે ક્ષણમોહવાળા વીતરાગમાં સંભવ છે. તોપણ પ્રસ્તુત નમુત્યુાં સૂત્રમાં નમસ્કારનો વિચાર ચાલે છે ત્યાં પૂજાનો વિચાર કરવો અસંગત છે, તેથી કહે છે –
પૂજા અર્થે નમ: શબ્દ છે અને પૂજા દ્રવ્ય-ભાવના સંકોચરૂપ છે, એમ પૂર્વે કહેવાયું છે, તેથી એ ફલિત થાય કે વીતરાગના ગુણોને અવલંબીને મન-વચન-કાયાનો સંકોચ કરવો એ દ્રવ્યસંકોચ છે અને અવતરાગભાવથી ચિત્તનો સંકોચ કરીને વિતરાગભાવને અભિમુખ માનસવ્યાપાર પ્રવર્તાવવો એ ભાવસંકોચ છે, અને તે પૂજાનો અર્થ છે અને નમસ્કારનો પણ તે જ અર્થ છે; કેમ કે વિતરાગના ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ ગમનને અનુકુળ વ્યાપાર એ નમસ્કાર છે અને પૂજા પણ વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ ગમનને અનુકૂળ વ્યાપાર રૂપ જ છે. માટે નમસ્કારને પૂજા કહેવામાં અસંગતતા નથી.
નમુત્થણે અરિહંતાણં' પદનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું, તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
આથી “નમુત્થણે અરિહંતાણં’ એ પ્રકારે નમસ્કાર પ્રાર્થનાવચન અનવદ્ય છે અર્થાત્ નમુત્થણ સૂત્રમાં રહેલ અતુ શબ્દના પ્રયોગથી યુક્ત એવું અરિહંતોને નમસ્કારનું વચન યુક્તિયુક્ત છે, માટે જ ગણધરોએ સૂત્રમાં તે પ્રકારે રચના કરેલ છે, એમ સિદ્ધ થાય છે. લલિતવિસ્તરા - इह च प्राकृतशैल्या चतुर्थ्यर्थे षष्ठी, उक्तं च-'बहुवयणेण दुवयणं, छट्ठिविभत्तीए भण्णइ चउत्थी।