________________
નમુત્યુસં અરિહંતાણ
૧૦૩ ભાવનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે જ, એ પ્રકારનો ભાવનમસ્કારનો પરમાર્થ છે, તેથી એ પ્રાપ્ત થાય કે નામનમસ્કાર અને દ્રવ્યનમસ્કારના તો ઉત્કર્ષાદિ ભેદ છે જ, પરંતુ ભાવનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે.
આશય એ છે કે જેઓ લોગસ્સ સૂત્રથી ચોવીશ ભગવાનનાં નામનું કીર્તન કરે છે તે નામસ્તવ છે, જે નામનમસ્કારરૂપ છે, જેઓ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે તે દ્રવ્યસ્તવ છે, જે દ્રવ્યનમસ્કારરૂપ છે, તેમજ જેઓ વીતરાગના વચનનું અવલંબન લઈને વીતરાગ થવા માટે સર્વ ઉદ્યમથી ભગવાનના વચનનું પૂર્ણ પાલન કરે છે તે ભાવસ્તવ છે, જે ભાવનમસ્કારરૂપ છે.
તે રીતે કોઈ સાધક ભગવાનનું નામસ્મરણ કરતા હોય ત્યારે તે નામનમસ્કારકાળમાં વર્તતા ભાવોની તરતમતાને આશ્રયીને તે નામ નમસ્કાર નિર્જરારૂપ કાર્યનો ભેદ કરે છે, તેથી નામ નમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે અર્થાત્ ઉત્કર્ષ-ઉત્કર્ષતર-ઉત્કર્ષતમરૂપ ભેદ છે. વળી, કોઈ શ્રાવક ઉત્તમ સામગ્રીથી ભગવાનની પૂજા કરતા હોય ત્યારે તે દ્રવ્યનમસ્કારકાળમાં વર્તતા ભાવોની તરતમતાને આશ્રયીને તે દ્રવ્યનમસ્કાર નિર્જરારૂપ કાર્યનો ભેદ કરે છે, તેથી દ્રવ્યનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે. વળી, કોઈ મુનિ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યથી સર્વવિરતિનું પાલન કરતા હોય ત્યારે તે ભાવનમસ્કારકાળમાં વર્તતા ભાવોની તરતમતાને આશ્રયીને તે ભાવનમસ્કાર નિર્જરારૂપ કાર્યનો ભેદ કરે છે, તેથી ભાવનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે. આમ, નામનમસ્કાર-દ્રવ્યનમસ્કાર-ભાવનમસ્કાર ભાવોની તરતમતાના ભેદથી ઉત્કર્ષ આદિ ભેટવાળા છે.
વળી, પૂર્વમાં કહ્યું કે ભાવનમસ્કાર પણ ઉત્કર્ષાદિ ભેઘવાળો છે એ રીતે ભાવનમસ્કારવાળા સાધુ પણ તે તે પ્રકારના ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાપ્તિ માટે “અરિહંતોને નમસ્કાર થાઓ' એવા પ્રાર્થનાવચનનો પ્રયોગ કરે છે, તે અસંગત નથી; કેમ કે ઉત્કર્ષવાળો ભાવનમસ્કાર પ્રાર્થના દ્વારા સાધ્ય હોવાને કારણે તે ઉત્કર્ષવાળા ભાવનમસ્કારના સાધનરૂપે “નમસ્કાર થાઓ” એ પ્રકારનું પ્રાર્થનાવચન ઘટે છે.
આશય એ છે કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા મહાત્મા પણ સંપૂર્ણ અસંગભાવ કે વીતરાગભાવ પામેલા નથી, પરંતુ તે અસંગભાવ કે વીતરાગભાવને પ્રગટ કરવા માટે સર્વશક્તિથી ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, તેથી તેવા મહાત્મા જ્યારે પ્રતિમાનું આલંબન લઈને ચૈત્યવંદન કરે છે અને ‘અરિહંતોને નમસ્કાર થાઓ” એવું પ્રાર્થનાવચન બોલે છે ત્યારે તેઓને પણ જ્ઞાન હોય છે કે “હું ભગવાનની આજ્ઞાનું પાલન કરું છું, પરંતુ ઉત્કર્ષવાળી ભગવાનની આજ્ઞાનું પાલન કરતો નથી, તેથી તે ઉત્કર્ષવાળી ભગવાનની આજ્ઞાના પાલન માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.” આથી તેઓનું પ્રાર્થનાવચન અસંગત નથી; કેમ કે આ પ્રકારની પ્રાર્થનાથી જ ઉત્કર્ષવાળી ભગવાનની આજ્ઞાનું પાલન થાય તેવા સત્ત્વનો પ્રકર્ષ થાય છે, આથી ભાવનમસ્કારવાળા મહાત્માને પણ નમસ્કારની પ્રાર્થના સંગત છે.
વળી, ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે સ્થાપન કર્યું, તેનાથી પૂર્વપક્ષીએ જે કહેલું કે આમ છતાં પણ પાઠમાં મૃષાવાદ છે અર્થાત્ ભાવનમસ્કારવાળા પણ મહાત્મા “મને ભાવનમસ્કાર પ્રાપ્ત થાઓ' એવી પ્રાર્થના કરે તો મૃષાવાદ છે, ઇત્યાદિ પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે; કેમ કે તે મહાત્માનું પ્રાર્થનાવચન અસિદ્ધ એવા