________________
નમુન્થુણં અરિહંતાણં
૧૦૧
તત્સાધનનો અયોગ હોવાથી એટલે તેનું=સિદ્ધ એવા નમસ્કારનું=ભાવનમસ્કારવાળા મહાત્માને સિદ્ધ એવા ભાવનમસ્કારનું, જે સાધન=પ્રાર્થના વડે નિર્વર્તન—નિષ્પાદન, તેનો અયોગ હોવાથી=અઘટન હોવાથી=અસંગતિ હોવાથી, આ પ્રકારનો પાઠ યુક્ત નથી, એમ અન્વય છે.
અસદભિધાન એટલે અસનું=અયુજ્યમાનનું=નહીં ઘટતા એવા વચનનું, અભિધાન=ભણન=કથન. તમાવેન ઇત્યાદિનો અર્થ કરે છે -
તેના ભાવથી=ભાવનમસ્કારના ભાવથી, તેના ભવનનો અયોગ હોવાથી=આશંસનીય એવા ભાવનમસ્કારના ભવનનો અયોગ હોવાથી=પ્રાર્થના દ્વારા ઇચ્છનીય એવા ભાવનમસ્કારના ભવનની અસંગતિ હોવાથી, તેનું પ્રાર્થનાવચન અસદભિધાન છે, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રાર્થના શું છે ? એથી કહે છે
-
અનાગત એવા ઇષ્ટ અર્થનું લાભરૂપે આવિષ્કરણ આશીઃ છે=નહીં પ્રાપ્ત થયેલ એવા ઇચ્છિત પદાર્થનું ‘પ્રાપ્તિ થાઓ' એ રૂપે પ્રગટ કરવું એ આશીર્વચન છે, અને તે=આ પ્રકારનું આશીર્વચન, પ્રાર્થના છે.
લલિતવિસ્તરામાં રહેલ 'માવનમારાવિ’માં ‘વિ' શબ્દનો સમુચ્ચય બતાવે છે –
–
નામાદિ નમસ્કારનું વળી, શું ? અર્થાત્ નામ અને દ્રવ્યનમસ્કારના તો ઉત્કર્ષાદિ ભેદ છે જ, પરંતુ ભાવનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે, એ પ્રકારે અપિ શબ્દનો અર્થ છે.
તેના સાધનની ઉપપત્તિ હોવાથી એટલે તેના=ઉત્કર્ષ સાથે અનન્યરૂપ નમસ્કારના, પ્રાર્થનારૂપે સાધનભાવની ઉપપત્તિ હોવાથી ઘટન હોવાથી, અર્થાત્ ભાવનમસ્કારવાળા મહાત્મા જે પ્રકારનો ભાવનમસ્કાર કરે છે તેનાથી ઉત્કર્ષવાળા ભાવનમસ્કાર સાથે અનન્યરૂપ એવા સાધ્ય ભાવનમસ્કારનો પ્રાર્થનારૂપે સાધન એવો નમસ્કાર ઘટતો હોવાથી, તેના સાધનનો અયોગ અસિદ્ધ છે, એમ અન્વય છે. લલિતવિસ્તરામાં રહેલ ન લેવું પતિનો અર્થ કરે છે
—
Ë એટલે પ્રાર્થન, અર્થાત્ નમસ્કારની પ્રાર્થના થાય એ રીતે વીતરાગ નમઃ શબ્દ બોલતા નથી જ; કેમ કે ‘નમઃ તીર્થાવ' એ પ્રકારે નિરાશંસ જ=પ્રાર્થનારૂપ આશંસાથી રહિત જ, તેમના વડે પઠન છે= વીતરાગ વડે બોલાય છે.
પુષ્પામિલક્તોત્રપ્રતિપત્તિધૂનાનામ્ ઇત્યાદિ તેમાં=ચાર પ્રકારની પૂજામાં, ‘આમિષ’ શબ્દથી માંસ, ભોજ્ય વસ્તુ, રુચિર વર્ગાદિનો લાભ=સુંદર વર્ણાદિની પ્રાપ્તિ, સંચયનો લાભ, રુચિર રૂપાદિ=સુંદર રૂપ વગેરે, શબ્દ, નૃત્યાદિ ક્રામગુણ=નૃત્ય વગેરે પાંચ ઇન્દ્રિયોના વિષયો, ભોજન આદિ અર્થો યથાસંભવ=સંભવ પ્રમાણે, પ્રકૃતભાવમાં=પ્રકૃત એવી આમિષ પૂજામાં, યોજવા. દેશવિરતિમાં ચાર પ્રકારની પણ પૂજા છે, વળી, સરાગ એવી સર્વવિરતિમાં, સ્તોત્ર અને પ્રતિપત્તિ બે પૂજા સમુચિત છે=કરવી ઉચિત છે. હવે પ્રતિવૃત્તિત્ત્વ વીતરાને એ કથનનું પંજિકાકાર ઉત્થાન કરે છે –