________________
નમુન્થુણં અરિહંતાણં
કારણે, તેના સાધનની ઉપપત્તિ છે=ઉત્કર્ષવાળા ભાવનમસ્કારના સાધનરૂપ પ્રાર્થનાવચનની સંગતિ છે.
‘કૃતિ' વ્યતેથી આપેલ ઉત્તરના થનની સમાપ્તિમાં છે.
અને આ રીતે=ગ્રંથકારશ્રીએ ઉત્તર આપ્યો કે ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાપ્તિ અર્થે પ્રાર્થનાવચન યુક્ત છે એ રીતે, “આમ છતાં પણ પાઠમાં મૃષાવાદ છે” ઇત્યાદિ અપાર્થક જ છે= પૂર્વપક્ષીએ શંકા કરેલ કે આમ છતાં પણ ‘નમુન્થુણં અરિહંતાણં' એ પ્રકારનો પાઠ કરવામાં મૃષાવાદ છે એ વગેરે થન અર્થ વગરનું જ છે; કેમ કે “અસિદ્ધમાં=પોતાને અસિદ્ધ એવા ઉત્કર્ષવાળા ભાવનમસ્કારના વિષયમાં, તેની પ્રાર્થનાનું વચન છે=ઉત્કર્ષવાળા ભાવનમસ્કારની પ્રાર્થનાનું વચન છે.” એ પ્રકારના ન્યાયની ઉપપત્તિ છે.
‘૩ર્ષાવિભાવેન’માં રહેલ ‘આર્િ’ શબ્દથી ઉત્કર્ષતર અને ઉત્કર્ષતમનો સંગ્રહ છે.
* ‘ત્યાવિ’ શબ્દથી ‘અસમિધાન’થી માંડીને ‘તમવનાયોપ્' સુધીના કથનનો સંગ્રહ છે.
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવનમસ્કારના ઉત્કર્ષાદિ ભેદ છે, માટે ભાવનમસ્કારવાળા મહાત્માને પણ ઉત્કર્ષવાળા ભાવનમસ્કારનું કારણ એવું પ્રાર્થનાવચન યુક્ત છે, તેથી ‘નમુન્થુણં અરિહંતાણં’ એ પ્રકારનો પાઠ સર્વ જીવો માટે સામાન્યથી યુક્ત છે. ત્યાં પ્રશ્ન થાય કે ભાવનમસ્કારના પ્રકર્ષવાળા મહાત્માને ‘નમસ્કાર થાઓ' એ પ્રકારનો પાઠ અસંગત થશે ? તેથી કહે છે
૯૯
-
વળી, તેના પ્રકર્ષવાળા=ભાવનમસ્કારના પ્રકર્ષવાળા, વીતરાગ છે અને આ પ્રકારે=‘નમસ્કાર થાઓ' એ પ્રકારે, બોલતા નથી, એથી દોષ નથી. અને અન્ય તેના પ્રકર્ષવાળા નથી=વીતરાગથી અન્ય મહાત્મા ભાવનમસ્કારના પ્રકર્ષવાળા નથી, માટે ભાવનમસ્કારના પ્રકર્ષ અર્થે ‘નમો સ્તુ’ એ પ્રકારનો વચનપ્રયોગ અન્ય મહાત્માને ઉચિત છે.
-
આ રીતે ‘નમુન્થુણં અરિહંતાણં' એ પ્રકારનું પ્રાર્થનાવચન જેઓને ભાવનમસ્કાર પ્રાપ્ત નથી થયો તેઓને પણ ઉચિત છે અને જેઓને ભાવનમસ્કાર પ્રાપ્ત થયો છે તેઓને પણ ઉચિત છે, એમ સ્થાપન થયું. ત્યાં પ્રશ્ન થાય કે નમઃ શબ્દથી ભાવનમસ્કાર જ ગ્રહણ કેમ કર્યો ? દ્રવ્યનમસ્કાર પણ ગ્રહણ કેમ ન કર્યો ? જો દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એમ બંને નમસ્કાર ગ્રહણ કર્યા હોત તો અસ્તુ શબ્દનો પ્રયોગ કરવાની આવશ્યકતા રહેત નહીં. તેના સમાધાન માટે કહે છે
ભાવપૂજાનું પ્રધાનપણું હોવાથી અને તેનું=ભાવપૂજાનું, પ્રતિપત્તિરૂપપણું હોવાથી, પ્રતિપત્તિરૂપ ભાવપૂજાની પ્રાપ્તિની પ્રાર્થના અર્થે અસ્તુ શબ્દનો પ્રયોગ કરાયો છે એમ અન્વય છે.
તેની પુષ્ટિ કરવા માટે ૩રું વથી અન્યદર્શનકારોના વચનની સાક્ષી આપે છે –
અને અન્યો વડે પણ=અન્યદર્શનકારો વડે પણ, કહેવાયું છે
–
પુષ્પ, આમિષ=નૈવેધ, સ્તોત્ર, પ્રતિપત્તિરૂપ પૂજાઓનું યથોત્તર પ્રાધાન્ય છે=આ ચારેય પ્રકારની પૂજાઓનું ઉત્તરોત્તર પ્રધાનપણું છે. અને પ્રતિપત્તિ વીતરાગમાં છે=ચારેય પ્રકારની પૂજામાંથી ચોથી