________________
૯૮
લલિતવિસ્તરા ભાગ-૧ तत्प्रकर्षवांस्तु वीतरागो न चैवं पठतीति, न चान्यस्तत्प्रकर्षवान्, भावपूजायाः प्रधानत्वात्, तस्याश्च प्रतिपत्तिरूपत्वात्, उक्तं चान्यैरपि-'पुष्याऽमिषस्तोत्रप्रतिपत्तिपूजानां यथोत्तरं प्राधान्यम्', प्रतिपत्तिश्च वीतरागे, पूजार्थं च नम इति, 'पूजा च द्रव्यभावसंकोच' इत्युक्तम्, अतः स्थितमेतदनवयं નમોડસ્વર્ગ' તિ લલિતવિસ્તરાર્થ - કહે છે–પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે –
જો આમ છે=ભાવનમસ્કારની નિષ્પત્તિ માટે અg એ પ્રકારના પ્રાર્થનાવચનનો ઉપન્યાસ કરાયો છે એમ છે, તો સામાન્યથી સાધુ-શ્રાવકાદિ સર્વ જીવો માટે સામાન્યથી, આ પ્રકારનો પાઠ="નમસ્કાર થાઓ' એ પ્રકારનો પાઠ, યુક્ત નથી; કેમ કે ભાવનમસ્કારવાળાને તેનો ભાવ હોવાથી=ભાવ-નમસ્કારનો સદભાવ હોવાથી, તેના સાધનનો અયોગ છે=ભાવનમસ્કારની નિષ્પત્તિના સાધન એવા પ્રાર્થનાવચનનું અઘટન છે; આમ છતાં પણ=ભાવનમસ્કારવાળા મહાત્માને ‘નમસ્કાર થાઓ' એ પ્રકારના પ્રાર્થનાવચનનો અયોગ હોવા છતાં પણ, પાઠમાં=નમુત્યુë અરિહંતાણં' એ પ્રકારનો પાઠ કરવામાં, મૃષાવાદ થાય=ભાવનમસ્કારવાળા મહાત્માને મૃષાવાદ પ્રાપ્ત થાય; કેમ કે “અસતુ એવું અભિધાન મૃષા છે” એ પ્રકારનું વચન છે, અને ભાવથી સિદ્ધ થયે છતે=ભાવનમસ્કાર સિદ્ધ થયે છતે, તેની પ્રાર્થનાનું વચન=ભાવનમસ્કાર પ્રાતિની પ્રાર્થનાનું વચન, અસઅભિધાન છે; કેમ કે તેનો ભાવ હોવાથી=ભાવનમસ્કારનો સદ્ભાવ હોવાથી, તેના ભવનનો અયોગ છેઃ ભાવનમસ્કારના ભવનનો અયોગ છે.
તિ' માહથી કરેલ શંકાના કથનની સમાપ્તિમાં છે. કહેવાય છે–પૂર્વપક્ષીની શંકાનો ગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે –
આ=પૂર્વપક્ષીએ કહ્યું કે સામાન્યથી “નમુત્થણે અરિહંતાણં' એ પ્રકારનો પાઠ યુક્ત નથી એ, યત્કિંચિત્ છેઃઅર્થ વગરનું છે; કેમ કે તેના તત્ત્વનું અપરિજ્ઞાન છે=ભાવનમસ્કારના પરમાર્થનું અપરિજ્ઞાન છે. અહીં પ્રશ્ન થાય કે ભાવનમસ્કારનો પરમાર્થ શું છે? તેથી કહે છે – ભાવનમસ્કારના પણ ઉત્કર્ષાદિ ભેદ છે જ એ તત્ત્વ છે=ભાવનમસ્કારનો પરમાર્થ છે.
અને આ રીતે=ભાવનમસ્કારના ઉત્કર્ષાદિ ભેદ છે એ રીતે, ભાવનમસ્કારવાળાને પણ તે તે પ્રકારના ઉત્કર્ષાદિનો ભાવ હોવાથી=જે જે પ્રકારનો પોતાને ભાવનમસ્કાર પ્રાપ્ત થયો છે તેનાથી ઉપર ઉપરના પ્રકારના ઉત્કર્ષાદિનો સભાવ હોવાથી, આને પ્રાર્થનાવચનને, તેના સાધનનો અયોગ=ભાવનમસ્કારના સાધનનો અયોગ, અસિદ્ધ છે; કેમ કે તેના ઉત્કર્ષનું સાધ્યપણું હોવાને કારણે=પોતાનામાં રહેલા ભાવનમસ્કારના ઉત્કર્ષનું પ્રાર્થનાવચનથી સાધ્યપણું હોવાને