________________
s
લલિતવિકતા ભાગ-૧
અહીં પ્રશ્ન થાય કે ધર્મબીજનું વપન શું છે? તેથી કહે છે – ધર્મવિષયક સમ્પ્રશંસા આદિ ધર્મબીજનું વપન છે. વળી, ધર્મવિષયક ચિંતા આદિ અંકુરા આદિ છે અને ફળની સિદ્ધિ મોક્ષ છે.
આનાથી એ નક્કી થાય છે જેમ કોઈ સાધકમાં વર્તતા ધર્મને જોઈને તે ધર્મની પ્રશંસા આદિ કરવામાં આવે તો ધર્મબીજનું વપન થાય છે, તેમ ભગવાનમાં વર્તતા વીતરાગતા આદિ ભાવોને જોઈને તેમના જેવા વિતરાગ થવાના પરિણામપૂર્વક તેમને ભાવનમસ્કાર કરવાનો અભિલાષ કરવામાં આવે તો ધર્મબીજનું વપન થાય છે, અને ભગવાનને ભાવનમસ્કાર કરવાનો કરાયેલો તે અભિલાષ ભગવાનવિષયક ગુણોની પ્રશંસા આદિ રૂપ છે, આથી જ પંજિકામાં કહ્યું કે વચનથી વર્ણવાદનું કરણ, મનથી કુશલ ચિત્તનું કરણ અને કાયાથી ઉચિત કૃત્યનું કરણ : એ સર્વ ધર્મનાં બીજ છે. તેથી નમુત્યુયું સૂત્ર બોલતી વખતે સાધકમાં જે કુશલ ચિત્ત થાય છે તે ધર્મબીજના વાનરૂપ છે, ધર્મબીજનું વપન થયા પછી સાધકને ચિંતા થાય કે હું કઈ રીતે યત્ન કરું ? જેથી મારામાં ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રગટ થાય ? તે અંકુરારૂપ છે, આવી ચિંતા થયા પછી તે સાધક ભાવનમસ્કારની નિષ્પત્તિના ઉપાયોનું યોગીઓ પાસેથી શ્રવણ કરે તે સત્કાંડરૂપ છે, શ્રવણ કર્યા પછી તે સાધક ભાવનમસ્કારની નિષ્પત્તિને અનુરૂપ સંયમના અનુષ્ઠાનોનું સેવન કરે તે નાલરૂપ છે. વળી, તે અનુષ્ઠાનોના સેવનકાળમાં તે સાધકનો યત્કિંચિત્ ભાવનમસ્કાર થયેલો છે તોપણ પરિપૂર્ણ ભાવનમસ્કાર તો તે સાધક વિતરાગ થાય ત્યારે જ થાય છે, તેથી તે અનુષ્ઠાનના સેવનના ફળરૂપે તે સાધકને દેવ-મનુષ્યભવની સંપત્તિ પ્રાપ્ત થાય છે તે પુષ્પરૂપ છે, અને તે ધર્મબીજના વપનનું અંતિમ ફળ તો મોક્ષ જ છે.
અહીં પ્રશ્ન થાય કે પ્રાર્થનાના ફળરૂપે મોક્ષને ગ્રહણ કર્યો, પરંતુ મોક્ષપ્રાપ્તિની પૂર્વે પ્રાપ્ત થતા દેવાદિભવની સંપત્તિને પ્રાર્થનાના ફળરૂપે ગ્રહણ કેમ ન કર્યું ? તેથી કહે છે –
બુધપુરુષો પ્રધાન ફળને જ ફળ કહે છે, આનુષંગિક ફળને ફળ કહેતા નથી. આશય એ છે કે ભાવનમસ્કાર કરવાની ઇચ્છાવાળા સાધકને જેમ વીતરાગ સર્વ કર્મોથી રહિત થયા તેમ સર્વ કર્મોથી રહિત થવું છે, અને તેના ઉપાયરૂપે જ તે સાધક ભાવનમસ્કાર કરવાની પ્રાર્થના કરે છે; તોપણ જેમ ખેતીમાં ધાન્યની પ્રાપ્તિ મુખ્ય ફળ છે અને આનુષંગિક પ્રાપ્ત થતા પલાલાદિ મુખ્ય ફળ નથી, તેમ ભગવાનને કસ્તુથી કરાયેલી પ્રાર્થનાથી થયેલા બીજાધાનનું મુખ્ય ફળ મોક્ષની પ્રાપ્તિ છે અને આનુષંગિક પ્રાપ્ત થતી દેવમનુષ્યાદિની સંપત્તિ મુખ્ય ફળ નથી.
વળી, આ કથનની જ પુષ્ટિ કરવા કહે છે કે આથી જ તત્ત્વથી ભાવિત બુદ્ધિવાળા મહાત્માઓ શૈલેશી અવસ્થાને જ મોક્ષમાર્ગની ક્રિયા સ્વીકારે છે, અન્ય અવસ્થાઓને મોક્ષમાર્ગની ક્રિયા સ્વીકારતા નથી; કેમ કે શૈલેશી અવસ્થાથી અન્ય સર્વ અવસ્થાઓ અનંતર ઉત્તરની અવસ્થારૂપ જ ફળની પ્રાપ્તિ કરાવે છે, અને આયુષ્ય પૂર્ણ થાય તો અનંતર દેવ-મનુષ્યભવની સંપદારૂપ ફળની પ્રાપ્તિ કરાવે છે, પરંતુ અનંતર મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ કરાવતા નથી, આથી જ કેવલજ્ઞાન પણ ઉત્તર અવસ્થારૂપ શૈલેશી અવસ્થા આપીને ચરિતાર્થ