________________
૯૫
નમુત્યુસં અરિહંતાણ મનુષ્યની સંપત્તિરૂપ કે ઉત્તરોત્તરની અવસ્થાની પ્રાપ્તિરૂપ ફલાંતરના સદ્ભાવને કારણે, મોક્ષનો અભાવ છે.
જકાર=શ્લોકમાં ગત વ પછી રહેલ 'g' શબ્દ, “અર્થથી પ્રાપ્ત એવું આ કહેવાય છે એ પ્રમાણે સૂચનના અર્થવાળો છે. ભાવાર્થ :
નમુસ્કુર્ણ સૂત્રમાં અસ્તુ શબ્દ મવા અર્થમાં છે, અને સૂત્રના પ્રારંભમાં શબ્દથી પ્રાર્થનાનો ઉપન્યાસ કરાયો છે, તેથી એ પ્રાપ્ત થાય કે નમુત્થણે સૂત્ર બોલીને અરિહંતોને નમસ્કાર કરવાની પ્રાર્થના કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે અરિહંતોને નમસ્કાર કરવાને બદલે નમસ્કાર કરવાની પ્રાર્થના કેમ કરાઈ છે? તેથી કહે છે કે અરિહંતોને ભાવનમસ્કાર કરવો દુષ્કર છે, તેથી ભાવનમસ્કાર પોતાના પ્રયત્નથી અસાધ્ય જણાવાને કારણે પ્રસ્તુત સૂત્રમાં તેવો ભાવનમસ્કાર પોતાને પ્રાપ્ત થાઓ, એવી પ્રાર્થના કરાઈ છે.
અહીં પ્રશ્ન થાય કે ભાવનમસ્કાર કરવો દુષ્કર કેમ છે? તેથી કહે છે કે ભાવનમસ્કાર તત્ત્વધર્મરૂપ છે, માટે દુષ્કર છે. આશય એ છે કે જીવરૂપ વસ્તુનું તત્ત્વ સર્વત્ર સંગ વગરનો પરિણામ છે, તેથી જેઓ અરિહંતના સ્વરૂપને અવલંબીને અરિહંતતુલ્ય અસંગપરિણામને સ્કુરણ કરી શકે છે, તેઓ તત્ત્વધર્મને પામેલા છે, અને તેઓ જ અરિહંતોને ભાવનમસ્કાર કરી શકે છે, અન્ય જીવો નહીં. આમ છતાં જેઓ જાણે છે કે વીતરાગને ભાવનમસ્કાર કરવાથી વીતરાગની જેમ સંસારસાગરથી તરી શકાય છે, તોપણ વિતરાગને ભાવનમસ્કાર કરવાની પોતાનામાં શક્તિ નથી, તેઓ વીતરાગને ભાવનમસ્કાર કરવાની પ્રાર્થના કરે છે. અને આ રીતે ભાવનમસ્કારની પ્રાર્થના કરવાથી પોતાના આત્મામાં ભાવનમસ્કાર કરવા પ્રત્યેના પક્ષપાતરૂપ બીજનું આધાન થાય છે, અને તે બીજાધાન જેમ જેમ દૃઢ થાય છે તેમ તેમ તે બીજાધાનના બળથી આત્મામાં ભાવનમસ્કાર કરવાની શક્તિનો સંચય થાય છે, આથી તે બીજાધાન દ્વારા ભાવનમસ્કાર સાધ્ય છે. આમ ભાવનમસ્કારની પ્રાર્થના દ્વારા બીજાધાન થાય છે અને બીજાધાન દ્વારા ભાવનમસ્કાર સાધ્ય છે, એ પ્રમાણે જણાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં અસ્તુ શબ્દનો પ્રયોગ કરેલ છે, અને આ કથનને ૩ વથી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે.
જેમ વિધિપૂર્વક વાવેલા બીજથી અંકુરા વગેરેનો ઉદય થાય છે, અને ક્રમે કરીને ફળની પ્રાપ્તિ થાય છે, તેમ ધર્મબીજથી પણ તત્વચિંતારિરૂપ અંકુરા વગેરેનો ઉદય થાય છે, અને ક્રમે કરીને મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે કોઈ સાધક અત્યંત ઉપયોગપૂર્વક અને સૂત્ર અનુસાર મન-વચન-કાયાના દૃઢ પ્રવર્તનપૂર્વક નમુત્થણે સૂત્ર બોલતો હોય ત્યારે તેને અરિહંતોને ભાવનમસ્કાર કરવાનો તીવ્ર અભિલાષ થાય છે, અને તે ભાવનમસ્કારની નિષ્પત્તિના ઉપાયરૂપે તે સાધક ભાવનમસ્કારની પ્રાર્થના કરે છે, તેનાથી તેનામાં ભાવનમસ્કારરૂપ ધર્મના બીજનું વપન થાય છે અને તે બીજથી ક્રમે કરીને તેને ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય છે.