________________
નમુચુર્ણ અરિહંતાણ
GO થાય છે, તેથી કેવલજ્ઞાન મોક્ષરૂપે ફળ આપનાર નથી, પરંતુ શૈલેશી અવસ્થા જ મોક્ષરૂપ ફળ આપનારી છે. માટે તત્ત્વથી ભાવિતમતિવાળા જીવો મોક્ષમાર્ગની ક્રિયારૂપ શૈલેશી અવસ્થાને જ મોક્ષના ઉપાયરૂપે સ્વીકારે છે.
આશય એ છે કે વિવેકી એવા મોક્ષના અર્થી જીવોને બોધ હોય છે કે “મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદકષાય-યોગ આ પાંચેય કારણો સંસારનું કારણ છે અને આ પાંચેય કારણોનો અભાવ એ મોક્ષનું કારણ છે, અને આ પાંચેય કારણોનો અભાવ શૈલેશી અવસ્થામાં જ થાય છે, તેથી મોક્ષપ્રાપ્તિનો ઉપાય શૈલેશી અવસ્થા જ છે.” આમ છતાં વિવેકી જીવો પોતે જે ભૂમિકામાં હોય તે ભૂમિકા અનુસાર સમ્યગુ યત્ન કરીને સંસારનાં પાંચેય કારણોમાંથી પોતાનામાં જે જે કારણ વિદ્યમાન હોય તેનો અભાવ કરવા માટે યત્ન કરે છે, તોપણ તે વિવેકી જીવોની મતિ વચલા કોઈપણ સ્થાનમાં મોક્ષના ઉપાયરૂપે નિવિષ્ટ નથી, ફક્ત શૈલેશી અવસ્થામાં જ તેઓની મતિ મોક્ષના ઉપાયરૂપે નિવિષ્ટ છે, આથી આવા જીવો સંસારનાં કારણોનો ક્રમસર ઉચ્છેદ કરતા હોય તોપણ તેઓને પ્રધાન ફળ જ ફળરૂપે અભિમત છે, અવાંતર ફળ ફળરૂપે અભિમત નથી.
સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર એ મોક્ષનાં કારણો છે, પરંતુ શૈલેશી અવસ્થા પૂર્વેની સર્વ અવસ્થાઓમાં વર્તતા સમ્યગ્દર્શનાદિ પ્રકર્ષવાળા નથી; કેમ કે જીવને કેવલજ્ઞાન થાય છે ત્યારે જીવમાં ક્ષાયિકદર્શનસાયિકજ્ઞાન-ક્ષાયિકચારિત્ર હોવા છતાં સર્વસંવર નથી, અને શૈલેશી અવસ્થામાં ભવના કારણરૂપ યોગોનો નિરોધ થાય છે ત્યારે જીવને સર્વસંવર પ્રાપ્ત થાય છે, અને તે વખતે જીવને અદ્વિતીય એવાં સમ્યગ્દર્શનસમજ્ઞાન-સમ્યક્યારિત્ર પ્રાપ્ત થાય છે, અને તેવી અદ્વિતીયરૂપ સમ્યગ્દર્શનાદિની અવસ્થાને તત્ત્વથી ભાવિત બુદ્ધિવાળા જીવો મોક્ષના ઉપાયરૂપે સ્વીકારે છે.
ગ્રંથકારશ્રીએ પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવનમસ્કાર દુષ્કર છે, તેથી તે દુષ્કાર એવા ભાવનમસ્કારની નિષ્પત્તિ માટે નમુત્યુર્ણ સૂત્રમાં અસ્તુ શબ્દનો “પ્રાર્થના' અર્થમાં ઉપન્યાસ કરાયો છે. ત્યાં કોઈ મરથી શંકા કરે છે. લલિતવિસ્તરા :___ आह, यद्येवं न सामान्येनैवं पाठो युक्तः, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनायोगात्, एवमपि पाठे मृषावादः 'असदभिधानं मृषा' इतिवचनात्, असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्भावेन तद्भवनायोगादिति। ___ उच्यते, यत्किञ्चिदेतत्, तत्तत्त्वापरिज्ञानात्, भावनमस्कारस्यापि उत्कर्षादिभेदोऽस्त्येवेति तत्त्वम्, एवं च भावनमस्कारवतोऽपि तथा तथा उत्कर्षादिभावेनास्य तत्साधनाऽयोगोऽसिद्धः, तदुत्कर्षस्य साध्यत्वेन तत्साधनोपपत्तेरिति, एवं च, 'एवमपि पाठे मृषावादः' इत्याद्यपार्थकमेव, असिद्धे तत्प्रार्थनावच' इति न्यायोपपत्तेः।