________________
૧૦૪
લલિતવિકતા ભાગ-૧ ઉત્કર્ષવાળા ભાવેનમસ્કારની પ્રાપ્તિ માટે છે, તેથી કોઈ દોષ નથી.
અહીં પ્રશ્ન થાય કે આ રીતે ભાવનમસ્કારના ઉત્કર્ષાદિ ભેદો સ્વીકારીને ભાવનમસ્કારવાળા મહાત્માને પણ “નમોત્થણે અરિહંતાણં” એ પ્રકારનું પ્રાર્થનાવચન સંગત છે એમ સ્થાપન કર્યું, તોપણ ભાવનમસ્કારના પ્રકર્ષવાળા મહાત્માને આ પ્રકારનું પ્રાર્થનાવચન સંગત થશે નહીં, તેથી કહે છે –
ભાવનમસ્કારના પ્રકર્ષવાળા વીતરાગ “નમો સ્તુ' એ પ્રકારે બોલતા નથી જ, તો શું બોલે છે? તે સ્પષ્ટ કરવા પંજિકાકાર કહે છે –
તીર્થને નમસ્કાર કરું છું એ પ્રકારે આશંસા વગર જ વીતરાગ બોલે છે, અને વિતરાગ સિવાય બીજા જીવો ભાવનમસ્કારના પ્રકર્ષવાળા નથી, માટે તેઓને પ્રકર્ષવાળા ભાવનમસ્કારની પ્રાપ્તિ માટે “નમો સ્તુ' એ પ્રકારનું પ્રાર્થનાવચન સંગત જ છે.
આ રીતે ફલિત થયું કે “નમુત્થણે અરિહંતાણં' એ પ્રકારનું પ્રાર્થનાવચન ભાવનમસ્કાર સિદ્ધ નથી થયો તેવા જીવોને પણ યુક્ત છે અને ભાવનમસ્કાર સિદ્ધ થયો છે તેવા મહાત્માઓને પણ યુક્ત છે, ત્યાં પ્રશ્ન થાય કે પ્રસ્તુત સૂત્રમાં નમઃ શબ્દથી ભાવનમસ્કાર જ કેમ ગ્રહણ કર્યો ? દ્રવ્યનમસ્કાર પણ કેમ ગ્રહણ ન કર્યો ? જો બંને પ્રકારના નમસ્કાર ગ્રહણ કર્યા હોત તો પ્રસ્તુત સૂત્રમાં પ્રસ્તુ શબ્દનો ઉપન્યાસ કરવો પડત નહીં, તેના નિવારણ માટે ગ્રંથકારશ્રી કહે છે –
નામપૂજા, દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ભાવપૂજાનું જ પ્રધાનપણું છે, તેથી તે ભાવપૂજાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી આવશ્યક છે, તેમ જણાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં ભાવપૂજાને ઉદ્દેશીને વસ્તુ એ પ્રકારના પ્રાર્થનાવચનનો ઉપન્યાસ કરેલ છે, અને ભાવપૂજા પ્રતિપત્તિરૂપ છે અર્થાત્ ભગવાનની સંપૂર્ણ આશાના પાલનરૂપ છે, તેથી જેઓને પ્રતિપત્તિરૂપ ભાવપૂજા પ્રાપ્ત થઈ નથી તેવા શ્રાવકો તે ભાવપૂજાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે, અને અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત ક્રિયાઓ કરનારા સાધુઓને પ્રતિપત્તિરૂપ ભાવપૂજા પ્રાપ્ત થઈ છે, તો પણ તે ભાવપૂજાનો ઉત્કર્ષ અસંગભાવમાં થાય છે અને તે ભાવપૂજાના ઉત્કર્ષની નિષ્ઠા વિતરાગભાવમાં થાય છે, તેથી સાધુઓ પણ પોતાને જે ભાવપૂજા પ્રાપ્ત થઈ છે તેનાથી ઉત્કર્ષવાળી ભાવપૂજાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. વળી, ભાવપૂજા પ્રતિપત્તિરૂપ છે તે બતાવવા માટે ગ્રંથકારશ્રી અન્યદર્શનકારોની સાક્ષી આપે છે –
અન્યદર્શનકારો પણ ચાર પ્રકારની પૂજા કહે છે: (૧) પુષ્પપૂજા (૨) આમિષપૂજા (૩) સ્તોત્રપૂજા (૪) પ્રતિપત્તિપૂજા. આ ચારેય પ્રકારની પૂજામાં પ્રથમ પૂજા કરતાં બીજી પૂજા અધિક શ્રેષ્ઠ છે, બીજી પૂજા કરતાં ત્રીજી પૂજા અધિક શ્રેષ્ઠ છે અને ત્રીજી પૂજા કરતાં ચોથી પૂજા અધિક શ્રેષ્ઠ છે, તે આ રીતે –
પુષ્પ શબ્દથી પ્રાપ્ત એવી પુષ્પ વગેરે ઉત્તમ સામગ્રી દ્વારા ભગવાનની ભક્તિ કરતી વખતે શ્રાવકમાં “હું ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરીને સંયમની શક્તિનો સંચય કરું” તેવો અધ્યવસાય વર્તે છે; કેમ કે ભગવાન વીતરાગ-સર્વજ્ઞ છે, તેથી તેમના પ્રત્યેનો બહુમાનભાવ વીતરાગ થવાને અનુકૂળ એવી સર્વવિરતિનું