________________
ર
वपनं धर्म्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तच्चिन्ताद्यङ्कुरादि स्यात्फलसिद्धिस्तु निर्वृतिः ॥ २ ॥ चिन्तासत्श्रुत्यऽनुष्ठानं, देवमानुषसम्पदः । क्रमेणाऽङ्कुरसत्काण्डनालपुष्पसमा मताः । । ३ । फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि । पलालादिपरित्यागात् कृषौ धान्याप्तिवद् बुधाः ।।४॥ अत एव च मन्यन्ते तत्त्वभावितबुद्धयः । मोक्षमार्गक्रियामेकां पर्यन्तफलदायिनीम् ।।५ । । ' इत्यादि ।
લલિતવિસ્તરા ભાગ-૧
લલિતવિસ્તરાર્થ :
ત્યાં=નમૃત્યુર્ણ સૂત્રમાં, ‘અરિહંતને નમસ્કાર થાઓ' એ પ્રકારે અહીં=સંહિતામાં, અસ્તુ=થાઓ, એ પ્રકારે આદિમાં=પ્રણિપાતદંડક સૂત્રના પ્રારંભમાં, પ્રાર્થનાનો ઉપન્યાસ, “ તત્ત્વધર્મપણું હોવાથી= ભાવનમસ્કારનું જીવના પારમાર્થિક સ્વરૂપરૂપ ધર્મપણું હોવાથી, ભાવનમસ્કાર દુરા૫ છે=પ્રાપ્ત કરવો દુષ્કર છે, આથી=ભાવનમસ્કાર દુરાપ છે આથી, આ પ્રકારે=સૂત્રના પ્રારંભમાં પ્રાર્થના કરી એ પ્રકારે, બીજાધાનથી સાધ્ય છે=નમસ્કારની પ્રાર્થનાથી ઉત્પન્ન થયેલા ભાવનમસ્કારની ઈચ્છાના સંસ્કારની પ્રાપ્તિ સ્વરૂપ બીજાધાનથી ભાવનમસ્કાર સાધ્ય છે,” એ પ્રમાણે જ્ઞાપન અર્થે છે=જણાવવા માટે છે.
અને કહેવાયું છે=ભાવનમસ્કાર બીજાધાનથી સાધ્ય છે એ અન્યત્ર કહેવાયું છે
—
“જે પ્રમાણે વિધિ વડે વાવેલા બીજથી અંકુરાદિનો ઉદય થાય છે, ક્રમથી ફળની સિદ્ધિ થાય છે, તે પ્રમાણે ધર્મબીજથી પણ થાય છે, એમ બુધો કહે છે.
તદ્ગત=ધર્મગત, સત્પ્રશંસા આદિ ધર્મબીજનું વપન છે, તચિંતા આદિ=ધર્મનિષ્પત્તિના ચિંતન આદિ, અંકુરાદિ છે, વળી, ફળની સિદ્ધિ નિવૃતિ છે=મોક્ષ છે.
ચિંતા-સશ્રુતિ-અનુષ્ઠાન-દેવ-માનુષની સંપત્તિ=ધર્મનિષ્પત્તિનું ચિંતવન-ધર્મનું શ્રવણ-ધર્મનું આચરણ-ધર્મના ફળરૂપ દેવભવ-મનુષ્યભવની સંપ્રાપ્તિ, ક્રમથી અંકુર-સત્કાંડ-નાલ-પુષ્પની સમાન મનાઈ છે.
કૃષિમાં=ખેતીમાં, પલાલાદિના પરિત્યાગથી ધાન્યની પ્રાપ્તિની જેમ બુધો=પંડિત પુરુષો, પ્રધાન જ ફળને ફળ કહે છે, આનુષંગિક છે એમ પણ નહીં=આનુષંગિક ફળ છે એમ પણ પંડિત પુરુષો કહેતા નથી.
અને આથી જ તત્ત્વથી ભાવિત બુદ્ધિવાળા જીવો પર્યંતના ફળને દેનારી એક મોક્ષમાર્ગની ક્રિયાને માને
છે.”
‘ત્યાવિ’થી યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના આગળના શ્લોકોનો સંગ્રહ છે.