________________
GO
લલિતવિરતારા ભાગ-૧ જીવ પરમગુરુ એવા ભગવાનના ચૈત્યવંદનની ક્રિયા શાસ્ત્રમાં જે જે કાળે જે જે પ્રકારે કરવાની કહી છે તે તે કાળે તે તે પ્રકારે સેવવા માટે અપ્રમાદથી યત્ન કરે, જેથી તેને તે ચૈત્યવંદનના ફળની પ્રાપ્તિ થાય.
વળી, ઉક્તક્રિયા સ્વશક્તિ અનુસાર કરવાની કહી. એનાથી એ પ્રાપ્ત થાય કે સાધુએ કે શ્રાવકે પોતાની ભૂમિકા અનુસાર ચૈત્યવંદનની ક્રિયા કરવી જોઈએ, પરંતુ પોતાની શક્તિને અતિક્રમીને નહીં.
જેમ શ્રાવક ચૈત્યવંદન કરતાં પૂર્વે જે ભુવનગુરુની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરે છે તે સર્વ પોતાની આર્થિકસાંયોગિક શક્તિનો વિચાર કરીને કરે અને પરમાત્માના ગુણોને ચિત્તમાં સ્થાપીને પરમાત્મા પ્રત્યેના અંતરંગ બહુમાન ભાવની વૃદ્ધિ થાય તે રીતે કરે. ત્યારપછી અત્યંત પ્રણિધાનપૂર્વક શાસ્ત્રવિધિ અનુસાર ચૈત્યવંદનની ક્રિયા કરે; તેમજ સાધુ સ્વશક્તિ અનુસાર સ્તોત્રપૂજા કરીને, સર્વ વિધિમાં અત્યંત ઉપયુક્ત થઈને ચૈત્યવંદનની ક્રિયા કરે. આ પ્રકારની સ્વશક્તિનો વિચાર કર્યા વગર પોતાની શક્તિનો અતિક્રમ કરીને ચૈત્યવંદનની ક્રિયા કરવાથી ભાવનો પ્રકર્ષ થવાને બદલે અપકર્ષ થાય છે; કેમ કે પોતાની શક્તિને ઉલ્લંઘીને બાહ્ય ક્રિયા કરવાથી ચિત્ત વ્યાઘાત પામે છે તેથી ચૈત્યવંદનથી પણ વિતરાગતાના ગુણોને સ્પર્શવામાં શક્તિ અનુસાર ઉદ્યમ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે વ્યાખ્યાનશ્રવણથી બોધની પ્રાપ્તિ જ અપેક્ષિત છે, ક્રિયા પણ નહીં, તેથી કહે છે – જેમ ઔષધના જ્ઞાનમાત્રથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી, પરંતુ તે ઔષધનું જ્ઞાન ઔષધના સેવનરૂપ ક્રિયામાં જ ઉપયોગી છે, તેમ ચૈત્યવંદનની વિધિના સમ્યગ્બોધ માત્રથી ધર્મની નિષ્પત્તિરૂપ આરોગ્ય પ્રાપ્ત થતું નથી, પરંતુ તે ચૈત્યવંદનની વિધિનું જ્ઞાન ચૈત્યવંદનની વિધિના સેવનરૂપ ક્રિયામાં જ ઉપયોગી છે, તેથી બોધપરિણતિ પ્રગટ થાય પછી તે બોધનું અવશ્ય ક્રિયામાં યોજન કરવું જોઈએ. વળી, જેમ ઔષધના સમ્યજ્ઞાન વગર કરાયેલી ઔષધના સેવનરૂપ ક્રિયા આરોગ્યપ્રાપ્તિનું કારણ બનતી નથી, ઊલટું અનર્થકારી બને છે, તેમ ચૈત્યવંદનની વિધિના સમ્યબોધ વગર કરાયેલી ચૈત્યવંદનના સેવનરૂપ ક્રિયા ઇષ્ટ ફળપ્રાપ્તિનું કારણ બનતી નથી, ઊલટું યથાતથા સેવાયેલી તે ક્રિયા અનર્થકારી બને છે. માટે કલ્યાણના અર્થી જીવે યોગ્ય ગુરુ પાસેથી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાન અનુસાર જ ચૈત્યવંદનની ક્રિયા કરવી જોઈએ, જેથી પોતાને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય.
(૭) અલ્પભવતાઃ યોગ્ય જીવો વ્યાખ્યાના શ્રવણથી બોધની પરિણતિ પ્રાપ્ત કરે, તે બોધપરિણતિને સ્થિર કરીને તે બોધ અનુસાર સમ્યક ક્રિયા કરે તો તે વ્યાખ્યાનશ્રવણના ફળને પ્રાપ્ત કરે, પરંતુ વ્યાખ્યાનશ્રવણ કરનારા સર્વ જીવો સમ્યગ્બોધની પ્રાપ્તિ આદિના ક્રમથી સમ્યક્ ક્રિયા કરવા કેમ સમર્થ થતા નથી ? તે બતાવવા હવે “અલ્પભવતા' નામનું વ્યાખ્યાનું સાતમું અંગ બતાવે છે –
સંસારમાં પ્રદીર્ઘતર પરિભ્રમણ કરનારા જીવોને ચૈત્યવંદનનાં સૂત્રોની વ્યાખ્યાના શ્રવણથી પણ તત્ત્વજ્ઞાનનો અયોગ હોવાથી તેઓમાં અલ્પભવતા નામનું વ્યાખ્યાનું અંગ નથી; જ્યારે જે જીવો સંસારમાં પરિભ્રમણ કરનારા હોવા છતાં પ્રદીર્ઘતર સંસારવાળા નથી, તેઓ સંસારના ઉચ્છેદના અર્થી હોય છે અને અત્યંત અવધાનપૂર્વક ચૈત્યવંદનનાં સૂત્રોની વ્યાખ્યાનું શ્રવણ કરે છે, તેથી તેવા જીવોને ચૈત્યવંદનનાં સૂત્રોના