________________
લલિતવિનસ ભાગ-૧ જે પ્રકારની વિધિ બતાવી છે તે પ્રકારનો જ તે ક્રિયાવિષયક બોધ થાય છે, અને આ ક્રિયા આ રીતે કરવાથી ઇષ્ટ ફળનું કારણ થાય છે એવો સ્થિર અને સ્પષ્ટ બોધ તેઓને થાય છે. વળી, તે બોધની પરિણતિ કુતર્કના યોગથી રહિત હોય છે અર્થાત્ સ્વમતિ અનુસાર પદાર્થોને જોડવા માટે થતા ઊહરૂપ કુતર્કથી રહિત હોય છે. વળી, બોધની પરિણતિ સંવૃત્ત એવા રત્નાધારની પ્રાપ્તિ તુલ્ય છે અર્થાત્ જેમ કોઈકને ઢાંકેલો એવો રત્નોથી ભરેલો કરંડિયો પ્રાપ્ત થયો હોય અને તે કરંડિયાને ઉઘાડવામાં આવે તો તેમાંથી રત્નોની પ્રાપ્તિ થાય, તેમ આ સમ્યજ્ઞાનની સ્થિરતાથી ચૈત્યવંદનની ક્રિયા કરવામાં આવે તો ઉત્તમ રત્નો તુલ્ય મોક્ષને અનુકૂળ એવા ભાવોની પ્રાપ્તિ થાય છે, માટે આ બોધપરિણતિ રત્નોના ઢાંકેલા કરંડિયાની પ્રાપ્તિ તુલ્ય છે. વળી, આ બોધપરિણતિ માર્ગાનુસારીપણાથી યુક્ત છે અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગને અનુસારનારી છે. વળી, આ બોધપરિણતિ તંત્ર યુક્તિથી પ્રધાન છે અર્થાત્ સર્વજ્ઞના શાસનમાં આવેલી યુક્તિઓને આગળ કરીને પદાર્થનો બોધ કરવા સ્વરૂપ છે, પરંતુ સ્વમતિ અનુસાર પદાર્થનું યોજન કરવા સ્વરૂપ નથી. વળી, આ બોધપરિણતિ શાસ્ત્રના શ્રવણથી સર્વ જીવોને સમાન થતી નથી, પરંતુ પટુ પ્રજ્ઞાવાળા જીવોને ઘણી થાય છે અને અલ્પપ્રજ્ઞાવાળા જીવોને અલ્પ થાય છે, તોપણ અલ્પ એવી પણ બોધપરિણતિમાં વિપર્યય હોતો નથી. કોઈક સ્થાનમાં અનાભોગ માત્ર હોય છે અર્થાત્ સૂક્ષ્મ ઊહશક્તિ નહીં હોવાથી શ્રોતાને ક્યારેક ઉપદેશકના વચનથી પદાર્થનો કોઈક સ્થાનમાં સ્પષ્ટ બોધ થતો ન હોય તો તે સ્થાનમાં અનાભોગ માત્ર હોય છે તો પણ શ્રોતાનો તે અનાભોગ સાધ્યવ્યાધિ જેવો છે.
જેમ વૈદ્યવિશેષ પ્રાપ્ત થાય તો સાધ્યવ્યાધિ અવશ્ય મટે છે, તેમ આવા યોગ્ય જીવોને પરિજ્ઞાન છે કે જિનવચનાનુસાર કરાયેલું ચૈત્યવંદન જ ઇષ્ટ ફળનું સાધક છે, તેથી તેવા પરિજ્ઞાનને કારણે તેઓને જે સ્થાનમાં અનાભોગ વર્તે છે, તે સ્થાનમાં પણ તેઓ વારંવાર ઊહ કરીને અને ગુરુ આદિને ઉચિત રીતે પૃચ્છા કરીને તે અનાભોગનું અવશ્ય નિવર્તન કરે છે, પરંતુ જેઓમાં નિર્મળ બોધની પરિણતિ નથી અને જેઓ સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરનારા છે, તેઓનો ઉચિત સ્થાનમાં બોધનો અભાવ અનાભોગમાત્ર નથી, પરંતુ વિપરીત રુચિવાળો છે, તેથી તેઓનો અનાભોગ સાધ્યવ્યાધિ જેવો નથી, આથી જ તેઓમાં વર્તતા વિપરીત રુચિથી યુક્ત એવા બોધના અભાવનું નિવર્તન થતું નથી, જ્યારે અધિકારી જીવોનો વિધિપૂર્વક શ્રવણક્રિયાથી કરાયેલો બોધ યથાર્થ જ હોય છે અને કોઈક સ્થાનમાં અનાભોગ હોય છે તે પણ અવશ્ય નિવર્તન પામે છે.
(૫) સ્વર્યઃ જિજ્ઞાસુ શ્રોતામાં બોધપરિણતિ પ્રગટ્યા પછી તે બોધપરિણતિનું સ્થર્ય થાય છે, તેથી તે વૈર્ય કેવા પ્રકારનું છે? તે બતાવવા હવે “શૈર્ય' નામનું વ્યાખ્યાનું પાંચમું અંગ બતાવે છે –
શ્રોતાને ઉપદેશક પાસેથી ચૈત્યવંદનના પારમાર્થિક સ્વરૂપનો બોધ થયા પછી હું ચૈત્યવંદનના કંઈક પરમાર્થને જાણી શકું છું એ પ્રકારનો જ્ઞાનની ઋદ્ધિનો ઉલ્લેક થતો નથી, પરંતુ પ્રગટ થયેલા યથાર્થ જ્ઞાનને જીવનમાં ઉતારીને આત્મહિત કરવાને અનુકૂળ ઉત્તમ પરિણતિ પ્રગટે તેવું જ્ઞાનનું ધૈર્ય પ્રાપ્ત થાય છે, અને તેવા જ્ઞાનના શૈર્યને કારણે તે શ્રોતાને જેઓ પોતાનાથી મંદપ્રજ્ઞાવાળા છે અને ઉપદેશ દ્વારા ચૈત્યવંદના સૂત્રના પરમાર્થને જાણી શકતા નથી, તેવા અજ્ઞ જીવો પ્રત્યે ઉપહાસ કરવાનો પરિણામ થતો નથી, પરંતુ