________________
નમુત્યુસં અરિહંતાણં
વ્યાખ્યાના શ્રવણથી તત્ત્વજ્ઞાનનો યોગ થવાને કારણે તેઓમાં અલ્પભવતા નામનું વ્યાખ્યાનું અંગ છે.
અલ્પભવતા' શબ્દનો અર્થ કરે છે. એક પગલપરાવર્તની અંદર જેઓનો સંસાર છે તે અલ્પભવવાળા કહેવાય અને અલ્પભવનો ભાવ એ અલ્પભવતા.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓને ભવ પ્રત્યે અત્યંત ઉગ થયો છે, આત્મકલ્યાણના જેઓ અત્યંત અર્થી છે, તત્ત્વને જાણવા માટે ગંભીરતાપૂર્વક ઉદ્યમ કરે તેવા છે, તેઓના ભવો અલ્પ છે, તેથી તેવા જીવોને આ ચૈત્યવંદનની વ્યાખ્યાના શ્રવણથી તત્ત્વજ્ઞાનનો યોગ થાય છે, અને તેવા જીવોને જો ચૈત્યવંદનને સમ્યક સેવવામાં યત્ન કરે તો થોડાક ભવોમાં સંસારનો અંત કરે છે, પરંતુ તેવા પણ યોગ્ય જીવો કોઈક નિમિત્તને પામીને પ્રમાદવાળા થાય, અને ભગવાનના માર્ગથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે, તોપણ એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા થતા નથી; કેમ કે તે જીવોનો ભાવમલ ઘણો અલ્પ થઈ ચૂક્યો છે, માટે તેવા જીવો વિપરીત માર્ગમાં ન ચાલે અને ચૈત્યવંદનનો સમ્યબોધ કરીને ચૈત્યવંદનની સમ્યગુ આરાધના કરે, તો ઉત્તરોત્તર ઉત્તમ ભવોની પ્રાપ્તિ દ્વારા થોડા જ ભવોમાં સંસારનો અંત કરે છે.
અહીં પ્રશ્ન થાય કે દીર્ઘ સંસારવાળા જીવોને વ્યાખ્યાનના શ્રવણથી તત્ત્વજ્ઞાન કેમ થતું નથી ? તેથી કહે
સંસારમાં જેઓ દીર્ઘકાળ સુધી દરિદ્ર અવસ્થાને પ્રાપ્ત કરે તેવા છે, તેઓ ચિંતામણિરત્નની પ્રાપ્તિના હેતુ થતા નથી, તે જ રીતે જેઓ અનેક પુદ્ગલપરાવર્ત સુધી સંસારમાં પરિભ્રમણ કરે તેવા છે, તેઓ વ્યાખ્યાના અંગને પ્રાપ્ત કરતા નથી, એમ શાસ્ત્રનો સાર જાણનારા પુરુષો કહે છે.
વ્યાખ્યાનાં જિજ્ઞાસા આદિ સાતેય અંગોથી શું ફલિત થાય ? તે બતાવે છે – વ્યાખ્યાનાં જિજ્ઞાસા આદિ સાતેય અંગોથી ચૈત્યવંદનની વ્યાખ્યાની સિદ્ધિ થાય છે, અર્થાત્ જિજ્ઞાસુ યોગ્ય શ્રોતા ગુણવાન ગુરુ પાસેથી ચૈત્યવંદનના પરમાર્થને જાણીને સમ્યફ ચૈત્યવંદન કરે તો, તેવા યોગ્ય જીવમાં આ સાતેય અંગોની પ્રાપ્તિ થવાથી ચૈત્યવંદનની વ્યાખ્યાના શ્રવણના ફળભૂત નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને તેવી વ્યાખ્યાની સિદ્ધિ સમ્યજ્ઞાનનો હેતુ છે અર્થાત્ માત્ર બોધરૂપ સમ્યજ્ઞાન નહીં, પરંતુ બોધ અને આસેવનરૂપ સમ્યજ્ઞાનનો હેતુ છે. એ પ્રમાણે સૂક્ષ્મ બુદ્ધિથી આલોચન કરવું જોઈએ.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વ્યાખ્યાનાં સંહિતા આદિ છ પદોની યોજના બતાવેલ અને અંતે કહેલ કે ભાવાર્થને અમે આગળ કહીશું. તેથી હવે તે સંહિતા આદિ છ પદોનો ભાવાર્થ બતાવે છે – લલિતવિસ્તરા :
तत्र 'नमोऽस्त्वर्हद्भ्यः' इत्यत्र 'अस्तु' भवत्वित्यादौ प्रार्थनोपन्यासः, 'दुरापो भावनमस्कारः तत्त्वधर्मत्वात्, अत इत्थं बीजाधानसाध्य' इति ज्ञापनार्थम्, उक्तं च, 'विधिनोप्ताद्यथा बीजादकुराधुदयः क्रमात् । फलसिद्धिस्तथा धर्मबीजादपि विदुर्बुधाः ।।१।।