________________
નમુહુર્ણ અરિહંતાણે નથી, પરંતુ તે સાધક વિચારે કે “નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિરૂપ પૂજા માટે કરવી છે, છતાં અત્યારે મારી તેવી પૂજા કરવાની શક્તિ નથી, તેથી અત્યારે હું પ્રતિદિન ચૈત્યવંદન કરીને તેની પૂજા કરવાનો અભિલાષ કરીશ તો તે અભિલાષના બળથી અને તે અભિલાષકાળમાં વર્તતા તીવ્ર ઉપયોગના બળથી મારામાં તે પ્રકારની શક્તિ આવશે, જેથી હું ભગવાનને ભાવનમસ્કાર કરી શકીશ.” આ પ્રકારના આશયપૂર્વક સાધક નમસ્કાર કરવાની પ્રાર્થના કરે તો ભાવનમસ્કાર કરવાની શક્તિના સંચયરૂપ ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. માટે નમસ્કારની પ્રાર્થના જ ઇષ્ટ ફળને સાધનારી છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ “નમુત્થણે અરિહંતાણમાં વ્યાખ્યાનાં સંહિતાદિ છયે પદોની યોજના માત્ર બતાવી, વળી, “નમુત્થણે અરિહંતાણં' આદિ સર્વ પદોનો ભાવાર્થ ગ્રંથકારશ્રી આગળ બતાવશે. આનાથી એ ફલિત થયું કે આ રીતે સંહિતાદિ દ્વારા વ્યાખ્યાન કરવાથી માત્ર પદયોજના પ્રાપ્ત થાય છે, પરંતુ તેટલા કથનથી સૂત્રનો ભાવાર્થ પ્રાપ્ત થતો નથી, તેથી જેમ ગ્રંથકારશ્રીએ નમોસ્વચ્છમાં સંહિતાદિ પદની યોજના કરી બતાવી, તેમ ઉપદેશકે શ્રોતાને સૂત્રના સર્વ પદોમાં સંહિતાદિ પદની યોજના કરીને બતાવવી જોઈએ અને ત્યારપછી જેમ ગ્રંથકારશ્રી તે સૂત્રનો ભાવાર્થ આગળ બતાવશે, તેમ ઉપદેશકે પણ શ્રોતાને સર્વ સૂત્રનો ભાવાર્થ બતાવવો જોઈએ, જેથી શ્રોતાને ચૈત્યવંદન સૂત્રના અર્થોનો પારમાર્થિક બોધ થાય.
વળી, વ્યાખ્યાનાં અંગો જિજ્ઞાસા આદિ સાત છે. અર્થાતુ ઉપદેશક અધિકારી શ્રોતા પાસે ચૈત્યવંદન સૂત્રનું વ્યાખ્યાન કરે તે વ્યાખ્યાનને સમ્યફ પરિણમન પમાડવામાં કારણભૂત એવાં આ જિજ્ઞાસા આદિ સાત અંગો છે; કેમ કે જિજ્ઞાસા આદિ વગર પરમાર્થથી વ્યાખ્યાનશ્રવણની પ્રવૃત્તિ થતી નથી.
આશય એ છે કે ચૈત્યવંદનના અધિકારી પણ શ્રોતાને જ્યાં સુધી ચૈત્યવંદનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા આદિ ન થાય ત્યાં સુધી તે શ્રોતા વ્યાખ્યાનના શ્રવણમાં પ્રવૃત્તિ કરતો નથી. અને કદાચ સ્થૂલથી પ્રવૃત્તિ કરે તો પણ તે વ્યાખ્યાનના શ્રવણના ફળને પ્રાપ્ત કરતો નથી, માટે અધિકારી શ્રોતાને આશ્રયીને વ્યાખ્યાનશ્રવણની પ્રવૃત્તિમાં જિજ્ઞાસા આદિ સાત અંગો છે અને તે સાત અંગો બતાવતાં કહે છે કે ધર્મ પ્રત્યે મૂલભૂત વંદના છે અર્થાત્ ધર્મનો અર્થી જીવ ધર્મ સાંભળવા માટે ઉપદેશક પાસે આવે અને ધર્મનો ઉપદેશ સાંભળીને ધર્મનું સેવન કરવા યત્ન કરે, તે માટે ઉપદેશક તે ધર્મના અર્થી જીવને કહે કે આત્મામાં ધર્મની નિષ્પત્તિ પ્રત્યે મૂલકારણ તીર્થંકરાદિ ગુણવાન પુરુષોની વંદના છે; કેમ કે તેવા ઉત્તમ પુરુષોને વંદન કરવાથી જ તેમના જેવા ઉત્તમગુણો આત્મામાં પ્રગટે છે, અને આ પ્રમાણે જણાવવા માટે ગ્રંથકારશ્રી મહાગુણસંપન્ન એવા તીર્થકરોને વંદન કરવા માટે ઉપયોગી એવા ચૈત્યવંદનનાં સૂત્રોની વ્યાખ્યા પ્રસ્તુત ગ્રંથમાં કરે છે. (૧) જિજ્ઞાસા : હવે જિજ્ઞાસા' નામનું વ્યાખ્યાનું પ્રથમ અંગ બતાવે છે – યોગ્ય જીવો ધર્મ સાંભળવા આવેલ હોય અને તેને ઉપદેશક કહે કે ધર્મપ્રાપ્તિનું મૂળભૂત અંગ તીર્થકરોની વંદના છે, તે સાંભળીને સ્કૂલબુદ્ધિવાળા જીવો હાથ જોડીને તીર્થકરોને વંદન કરવાથી સંતોષ પામે છે, જ્યારે પ્રાજ્ઞજીવોને જિજ્ઞાસા થાય છે કે “વંદન' શબ્દનો અર્થ શું છે ? જેથી તીર્થકરોને વંદના કરવાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન થાય છે ?