________________
નમુત્યુસં અરિહંતાણં
દિર્ઘદૌર્ગત્યવાળો જીવ ચિંતામણિરત્નની પ્રાપ્તિનો હેતુ કેમ થતો નથી ? એથી કહે છે –
અભાગ્યવાળો છે, એથી કરીને. ભાવાર્થ
પૂર્વે ગ્રંથકારશ્રીએ કહ્યું કે હવે ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કરાય છે, તેથી જિજ્ઞાસા થાય કે વ્યાખ્યાનું લક્ષણ શું છે ? તેથી કહ્યું કે સંહિતા આદિ વ્યાખ્યાનું લક્ષણ છે, અને તે સંહિતા આદિ છ પ્રકારે છે, તે છયે પ્રકારના લક્ષણથી સૂત્રનું વ્યાખ્યાન કરનાર ઉપદેશક યોગ્ય શિષ્યને સૂત્રનો બોધ કરાવે છે. ત્યારપછી વ્યાખ્યાનાં સાત અંગો બતાવે છે, અને તે વ્યાખ્યાના સાત અંગો જાણીને તે અંગોની મર્યાદા અનુસાર યોગ્ય ગુરુ પાસે યોગ્ય શિષ્ય વ્યાખ્યાનું શ્રવણ કરે તેનાથી તેને જે સમ્યગુ બોધ થાય તે સમ્યગુ બોધપૂર્વક સમ્યફ ક્રિયા કરીને તે ક્રિયાના ફળને તે શિષ્ય પ્રાપ્ત કરે ત્યાં સુધી, તે વ્યાખ્યાનું શ્રવણ કરનાર શિષ્યને તે ફળ પ્રાપ્તિમાં જિજ્ઞાસા આદિ સાત વ્યાખ્યાનાં અંગો કારણભૂત છે. તેનું કંઈક સ્પષ્ટીકરણ ગ્રંથકારશ્રી સ્વયં આગળ કરે છે. તેમાં પ્રથમ સંહિતાદિ છ રૂપ વ્યાખ્યાના લક્ષણને “નમુત્થણે અરિહંતાણમાં યોજન કરીને ગ્રંથકારશ્રી બતાવે છે, તે યોજનના બળથી ઉપદેશકે ચૈત્યવંદનનાં સર્વ સૂત્રોમાં તે સંહિતાદિ
યેનું યોજન કરીને યોગ્ય શ્રોતાને સૂત્રોનું વ્યાખ્યાન કરવું જોઈએ, જેથી યોગ્ય શ્રોતાને સૂત્રોનો સમ્યગુ બોધ થાય.
નમોડસ્વ:' અહીં “અરિહંતોને નમસ્કાર થાઓ એ પ્રકારનાં ત્રણ પદો પરસ્પર એકઠાં થઈને એક વાક્યનો બોધ કરાવનાર છે, તેથી તે સંહિતા છે અને તેમાં ત્રણ પદો છે : (૧) નમ: (૨) કસ્તુ (રૂ) અJ:. આ રીતે એક વાક્યમાં રહેલાં ત્રણ પદો બતાવ્યા પછી તે ત્રણેય પદોના અર્થરૂપ પદાર્થ બતાવે છે.
નમ: શબ્દ પૂજા અર્થમાં છે, તેથી એ પ્રાપ્ત થાય કે અરિહંતોની પૂજા થાઓ. ત્યાં પ્રશ્ન થાય કે પૂજા એટલે શું ? તેથી કહે છે કે પૂજા દ્રવ્યનો અને ભાવનો સંકોચ છે. તેમાં હાથ-મસ્તક-પગ આદિનો સમ્યગુ ન્યાસ તે દ્રવ્યસંકોચ છે. તેથી એ પ્રાપ્ત થાય કે “નમુત્થણ અરિહંતાણં' બોલતી વખતે હાથ વગેરે શરીરનાં અંગો શાસ્ત્રોક્તવિધિ અનુસાર પ્રવર્તાવવાં તે દ્રવ્યસંકોચ છે. વળી, વિશુદ્ધ એવા મનનો નિયોગ તે ભાવસંકોચ છે. તેથી એ પ્રાપ્ત થાય કે “નમુત્થણે અરિહંતાણં' બોલતી વખતે “વતરાગના ગુણોનું સ્તવન કરીને હું વિતરાગના ગુણને અનુકૂળ સંચિતવીર્યવાળો થાઉ” એવા અધ્યવસાયથી બોલાતા સૂત્રમાં, સૂત્રના અર્થમાં અને જિનપ્રતિમાના આલંબનમાં વિશુદ્ધ એવા મનનું નિયોજન કરવું તે ભાવસંકોચ છે.
અસ્તુ શબ્દ નવા અર્થમાં છે અને પરંતુનો અર્થ પ્રાર્થના છે. તેથી એ પ્રાપ્ત થાય કે અરિહંતોની પૂજા કરવી અતિદુષ્કર છે; કેમ કે પરમાર્થથી અરિહંતોની પૂજા નિર્વિકલ્પ ઉપયોગ સ્વરૂપ છે, અને તેવી પૂજા કરવાની નમુત્થણે અરિહંતાણં બોલનાર પુરુષની શક્તિ નથી, તોપણ તેવી પૂજા કરવાનો અભિલાષા કરવારૂપ પ્રાર્થના મસ્તુ શબ્દથી કરાય છે.
અહીં વિશેષ એ છે કે વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ જતું ચિત્ત અવશ્ય વિતરાગની જેમ નિર્વિકલ્પ અવસ્થા પામે અર્થાતુ સવિકલ્પ સામાયિક અને નિર્વિકલ્પ સામાયિક રૂપ બે