________________
લલિતવિસ્તરા ભાગ-૧
આ રીતે વિશેષણ કહેવાયું=‘ઉક્તસ્ય’ શબ્દનાં બે વિશેષણ કહેવાયાં, ક્રિયાને વિશેષ કરતાં કહે છે=‘ઉક્તક્રિયા'માં રહેલ ‘ક્રિયા’ શબ્દનાં વિશેષણ બતાવતાં લલિતવિસ્તરાકાર કહે છે
૮૨
તેના આસેવનના સમયમાં=તે ઉક્તના કરણના કાળમાં=તે શાસ્ત્રમાં કહેવાયેલા ચૈત્યવંદનાદિને કરવાના કાળમાં, તે પ્રકારે ઉપયોગપૂર્વ છે જેમાં અર્થાત્ આસેવ્યમાનને અનુરૂપ ઉપયોગપૂર્વ છે જેમાં=હેતુ છે જેમાં તે, શક્તિથી=સ્વશક્તિને અપેક્ષીને=પોતાની શક્તિને આશ્રયીને, જે પ્રકારે થાય છે, પરંતુ તેના અતિક્રમથી પણ નહીં=પોતાની શક્તિના ઉલ્લંઘનથી પણ નહીં, તે પ્રકારની ક્રિયા છે= ઉક્તને અનુરૂપ પ્રકારવાળો વ્યાપાર છે=શાસ્ત્રમાં કહેવાયેલ ચૈત્યવંદનાદિને અનુરૂપ પ્રકારવાળો ચૈત્યવંદનાદિનો વ્યાપાર છે.
-
કહે છે=કોઈ શંકા કરતાં કહે છે ઉક્તની ક્રિયા વડે શું ? કેમ કે વ્યાખ્યાના ળભૂત ઉક્તના જ્ઞાનથી જ=ગુરુએ કરેલ વ્યાખ્યાના ફ્ળભૂત એવા શાસ્ત્રમાં કહેવાયેલી ચૈત્યવંદનવિધિના જ્ઞાનથી જ, ઇષ્ટ ફ્ળની સિદ્ધિનો સંભવ છે, આ પ્રકારની આશંકા કરીને કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે
-
-
ઔષધના જ્ઞાનમાત્રથી=ક્રિયાથી રહિત અર્થાત્ ઔષધના સેવનરૂપ ક્રિયાથી રહિત, એવા કેવલ ઔષધતા જ્ઞાનથી, આરોગ્ય=રોગનો અભાવ, નથી જ; કયા કારણથી ? એથી કહે છે ક્રિયામાં ઉપયોગી જ તે છે=ઔષધનું જ્ઞાન છે, જે કારણથી ચિકિત્સાના લક્ષણવાળી ક્રિયામાં=ઔષધના સેવનસ્વરૂપ ક્રિયામાં, ઉપયોગી છે=ઉપકાર કરે છે, અને તેના શીલવાળું છે=ક્રિયામાં ઉપકાર કરવાના સ્વભાવવાળું છે જે તે તેવું છે=ક્રિયામાં ઉપયોગવાળું છે, આરોગ્યના ઉપયોગવાળું પણ તે=ઔષધનું જ્ઞાનમાત્ર, નથી, એ પ્રકારે વકારનો અર્થ છે=યિોપયોન્યેવમાં રહેલ વકારનો અર્થ છે; કેમ કે ક્રિયાનો જ આરોગ્યમાં ઉપયોગ છે.
તો ક્રિયા જ ઉપાદેય છે, જ્ઞાન નહીં. એ પ્રકારે આશંકા કરીને કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે - ન ચેય ઇત્યાદિ.
આ=વંદનાદિ ક્રિયા, જેવી તેવી=જેમ તેમ કરાયેલી, શસ્ત નથી જ=ઇષ્ટને સાધનારી મનાયી નથી જ, પરંતુ જ્ઞાનપૂર્વિકા જ શસ્ત થાય છે=ઔષધના જ્ઞાનપૂર્વકની જ ઔષધના સેવતરૂપ ક્રિયા ઇષ્ટને સાધનારી થાય છે.
હવે ‘અલ્પભવના’ નામના વ્યાખ્યાના અંગમાં રહેલ ચિન્તામર્માળરભાવાપ્તિદેતુઃનો અર્થ સ્પષ્ટ કરે છે – ચિંતામણિરત્નની અવાપ્તિનો હેતુ એટલે ચિંતામણિ જ રત્ન ચિંતામણિરત્ન છે. અહીં પ્રશ્ન થાય કે ચિંતામણિને જ રત્ન કેમ કહ્યું ? તેથી કહે છે -
મણિજાતિનું પ્રધાનપણું હોવાથી=ચિંતામણિમાં મણિતી જાતિનું શ્રેષ્ઠપણું હોવાથી, ચિંતામણિને જ પ્રસ્તુતમાં ‘રત્ન’ કહેલ છે. અથવા પૃથચિંતામણિ અને રત્ન એમ જુદા, ચિંતામણિ-રત્ન છે. તેની=ચિંતામણિરત્નની અથવા તે બેની=ચિંતામણિની અને રત્નની, અવાપ્તિનો હેતુ.