________________
૮૪
લલિતવિસ્તરા ભાગ-૧
પ્રકારની ચિત્તની અવસ્થા છે તેમાંથી જિનનું અવલંબન ગ્રહણ કરીને જિનતુલ્ય થવા નિર્વિકલ્પ સામાયિકના પરિણામને પ્રાપ્ત કરે તે પ્રકારનો ભાવસંકોચ પરમાર્થથી પૂજા છે, પરંતુ જે સાધુ કે શ્રાવક તે પ્રકારની ભગવાનની પૂજા કરવા સમર્થ નથી, તોપણ ભગવાનને અવલંબીને તે પ્રકારની પૂજા મને પ્રાપ્ત થાઓ એવો અભિલાષ શસ્તુ શબ્દથી કરે છે. આ પ્રકારનો બોધ વ્યાખ્યાન કરનાર ગુરુ યોગ્ય શ્રોતાને તે પદના અર્થોથી
કરાવે.
જ શબ્દ વાક્યાલંકારમાં છે, અને પ્રાકૃતશૈલીથી અહીં જે શબ્દનો ઉપન્યાસ કરાયો છે. અર્હમ્ એટલે દેવો અને મનુષ્યોથી અતિશય પૂજાને યોગ્ય છે તે અરિહંત, અને તેઓને નમસ્કાર થાઓ.
આ સર્વ પદાર્થ છે. વળી, પદવિગ્રહ સમાસવાળાં પદોમાં થાય છે અને નમોસ્વચ્છમાં કોઈ સમાસવાળું પદ નથી, તેથી અહીં પદવિગ્રહ ગ્રંથકારશ્રીએ બતાવ્યો નથી, છતાં ચૈત્યવંદનનાં સૂત્રોનાં જે જે સ્થાનોમાં સમાસવાળાં પદો હોય તેનો શ્રોતાને બોધ કરાવવા માટે તે તે સમાસવાળાં પદોનો વિગ્રહ કરીને ઉપદેશકે બતાવવાં જોઈએ.
વળી, ચાલના અને પ્રત્યવસ્થાન કરીને ઉપદેશકે શ્રોતાને સૂત્રનો સમ્યગુ બોધ કરાવવો જોઈએ, તેમાં અધિકૃત અર્થની અનુપપત્તિ બતાવવી તે ચાલના છે અને તે અનુપપત્તિનો યુક્તિથી નિરાસ કરવો તે પ્રત્યવસ્થાન છે.
જેમ નમોસ્વચ્છમાં સસ્તુ શબ્દનો “પ્રાર્થના અર્થ કરતાં કહ્યું કે સૂત્ર બોલનાર પુરુષ પૂજા કરવાની પ્રાર્થના કરે છે, ત્યાં પ્રશ્ન કરતાં કહે છે કે સસ્તુનો પ્રાર્થના અર્થ ઘટતો નથી; કેમ કે નમસ્કારની પ્રાર્થના માત્રથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તે પ્રકારે નમસ્કાર કરવાથી ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, માટે નમસ્કાર થાઓ' એમ કહેવું ઉચિત નથી, પરંતુ “નમસ્કાર કરું છું' એમ કહેવું ઉચિત છે.
આશય એ છે કે કોઈપણ પ્રવૃત્તિની પ્રાર્થના કરવાથી તે પ્રવૃત્તિનું ફળ મળતું નથી, પરંતુ તે પ્રકારની પ્રવૃત્તિ કરવાથી તે પ્રવૃત્તિનું ફળ મળે છે. જેમ ઔષધના સેવનની ઇચ્છા કરવાથી રોગ મટતો નથી, પરંતુ ઔષધનું સેવન કરવાથી રોગ મટે છે, તેમ અરિહંતની પૂજા કરવાની ઇચ્છામાત્રથી પૂજાનું ફળ મળતું નથી, પરંતુ અરિહંતની પૂજા કરવાથી પૂજાનું ફળ મળે છે.
આ પ્રકારની અધિકૃત અર્થની અનુપપત્તિરૂપ જે ચાલના કરી તેનું યુક્તિથી નિરાકરણ કરતાં કહે છે કે પ્રાર્થના જ ઘટે છે; કેમ કે આ રીતે જ ઇષ્ટ ફળની સિદ્ધિ છે. આશય એ છે કે ભાવથી નમસ્કાર કરવો એ અતિદુષ્કર કાર્ય છે, અને તેવું દુષ્કર કાર્ય કરવાની શક્તિ ન હોય ત્યારે તે દુષ્કર કાર્ય કરવાની વારંવાર ઇચ્છા કરવામાં આવે તો તે ઇચ્છાના બળથી તે દુષ્કર કાર્ય કરવાની શક્તિનો સંચય થાય છે, પરંતુ શક્તિનો સંચય કર્યા વગર તે કાર્ય કરવામાં આવે તો ઇષ્ટ ફળની પ્રાપ્તિ થતી નથી. જેમ કોઈ સાધકની નિર્વિકલ્પ ઉપયોગરૂપ પૂજા કરવાની શક્તિ ન હોય અર્થાત્ ભગવાનના વીતરાગતાના ગુણોનાં વિકલ્પ વગર વીતરાગતાના ભાવને સ્પર્શે તેવો વીતરાગની સાથે લીનતાનો ઉપયોગ જેમાં હોય તેવી પૂજા કરવાની શક્તિ ન હોય, અને કહે કે “અરિહંતની પૂજા કરું છું”, તો તેમ બોલવામાત્રથી પૂજાનું તેને ઇષ્ટ ફળ મળતું