________________
૬
લલિતવિસ્તરા ભાગ-૧ સ્થાન અને અનેક કુગ્રહરૂપી મગરોના સમૂહથી વ્યાપ્ત એવા સંસારરૂપી સમુદ્રમાં, આયુષ્યનું અનિત્યપણું હોવાથી અતિદુર્લભ, સકલ કલ્યાણોનું એક કારણ, અને નીચે કરેલ છે ચિંતામણિકલ્પદ્રુમની ઉપમા જેણે એવું આ ભગવત પાદવંદન કોઈક રીતે પ્રાપ્ત થયું, અને આનાથી પર= ભગવત્ પાદવંદનથી બીજુ, કૃત્ય નથી” એ પ્રકારના આના દ્વારા આત્માને કૃતાર્થ માનતા, ભુવનગરમાં–ત્રણ ભુવનના ગુરુ એવા ભગવાનમાં, વિનિવેશિત નયન-માનસવાળા=સ્થાપન કરેલ નેટ-મનવાળા, અતિચારોથી ભીરુપણું હોવાથી સમ્યગ્ર-અસ્મલિત આદિ ગુણસંપદથી ઉપેત, તેના=સૂત્રના, અર્થના અનુસ્મરણના ગર્ભવાળા, આ પ્રકારે=આગળમાં કહેવાશે એ પ્રકારે, પ્રણિપાતદંડક સૂત્રને બોલે છે. “તિ' ચૈત્યવંદનકાળમાં કરવા યોગ્ય વિધિના કથનની સમાતિમાં છે. અને તે=પ્રણિપાતદંડક સૂત્ર, આ છે=નમોડસ્કુણે અરિહંતાણં ઈત્યાદિ છે. ભાવાર્થ -
ઉપાસ્ય એવા ભગવાનની ઉપાસનામાં પ્રણિપાતદંડકપૂર્વક ચૈત્યવંદન કરાય છે, તેથી એ ફલિત થાય કે પ્રણિપાતદંડક સૂત્ર ચૈત્યવંદનની પૂર્વભૂમિકારૂપ છે, અને પછી અરિહંત ચેઈઆણું સૂત્ર આદિથી પ્રણિધાન કરીને ચૈત્યવંદન કરાય છે. વળી, ચૈત્યવંદન પ્રણિપાતદંડકપૂર્વક કરાય છે, માટે ગ્રંથકારશ્રી ચૈત્યવંદનના પ્રારંભમાં પ્રણિપાતદંડક સૂત્રનું જ વ્યાખ્યાન કરે છે.
વળી, સાધુ કે શ્રાવક કઈ રીતે ચૈત્યવંદન કરે તો તેમનું ચૈત્યવંદન સમ્યકુ નિષ્પન્ન થાય ? તે બતાવવા માટે કહે છે –
સાધુ કે શ્રાવક ચૈત્યગૃહાદિમાં જાય ત્યારે તેઓ એકાંતે ચૈત્યગૃહ વિષયક જ પ્રયત્નવાળા હોય છે, અર્થાત્ પાંચેય ઇન્દ્રિયોને સંવૃત્ત કરીને ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક સમ્યક ચૈત્યવંદન કરવાને અભિમુખ પરિણામવાળા થાય તેવા એકાંત પ્રયત્નવાળા હોય છે, અન્ય સર્વ કર્તવ્યોનો ત્યાગ કર્યો હોય છે, તેથી ચૈત્યવંદન કરતાં પૂર્વે મન-વચન-કાયાથી કેવલ ચૈત્યવંદનને અભિમુખ માનસગમન થાય તે પ્રકારના અંતરંગ યત્નવાળા હોય છે.
વળી, શ્રાવક ચૈત્યવંદન કરતાં પૂર્વે ભગવાનની ભક્તિ દરમિયાન વિતરાગના ગુણોના સ્મરણપૂર્વક દીર્ઘકાળ સુધી વીતરાગભાવને અભિમુખ માનસવ્યાપાર કરે છે, અને તે માનસવ્યાપાર દ્વારા પોતાના વૈભવને અનુરૂપ ભુવનગુરુની સંપાદિત પૂજાના ઉપચારવાળા શ્રાવક હોય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પોતાના વૈભવ અનુસાર ઉત્તમ સામગ્રીથી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરે છે તે સર્વ કાળ દરમિયાન શ્રાવકનું ચિત્ત વીતરાગભાવને અભિમુખ પ્રવર્તે છે, જેથી શ્રાવકનું અંતઃકરણ ભગવાનના ગુણોથી ભાવિત બને છે.
આ રીતે ભગવાનની પૂજા કર્યા પછી ચૈત્યવંદન કરવા માટે બેસતા પૂર્વે કોઈ જીવનો નાશ ન થાય તે માટે શ્રાવક ભૂમિનું અવલોકન કરે છે અને તે ભૂમિનું ભગવાને બતાવેલ છે તે વિધિથી પ્રમાર્જન કરે છે, જેથી શ્રાવકનું ચિત્ત અત્યંત દયાળુ બને.